GERCએ ડ્રાફ્ટ ડિસ્ટ્રીબ્યુટેડ રિન્યુએબલ એનર્જી સોર્સિસ રેગ્યુલેશન્સ-2026 જાહેર કર્યો :10 kW સુધી કોઈ મંજૂરીની પળોજણ નહીં : ( પ્રતિનિધિ )વડોદરા,તા.22 ગુજરાત વિદ્યુત...
એક્ટ્રેસ ત્વિષા શર્માના મૃતદેહનું બીજું પોસ્ટમોર્ટમ કરવા માટે દિલ્હી એઈમ્સની એક ટીમ ભોપાલ જશે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ત્વિષાના પરિવારના સભ્યો દ્વારા દાખલ કરાયેલી...
ભરચક વિસ્તારમાં લાકડીઓ અને દંડા ઉછળ્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠતા ગંભીર સવાલો, અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા લોકમાંગ (પ્રતિનિધિ),...
પહેલા પેટ્રોલ, પછી દવા અને હવે દેશમાં વધતી મોંઘવારી વચ્ચે હવે ઓટોમોબાઈલ સેક્ટરમાંથી પણ ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. દેશની સૌથી...
BJP ના કોર્પોરેટર સાથે ₹1.34 કરોડની છેતરપિંડીમાં CID ક્રાઈમની કાર્યવાહી જુનાગઢ સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા કહેવાતા જે.કે. સ્વામી એન્ડ કંપની સામે કરોડો...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આગામી ડોમેસ્ટિક ક્રિકેટ સીઝનનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. નવા સીઝનમાં દેશભરમાં કુલ 1788 ડોમેસ્ટિક મેચ રમાશે....
સ્ટાલિનને NDAમાં લાવવાની ચર્ચાએ રાજકારણ ગરમાવ્યું દેશની રાજનીતિમાં ફરી એકવાર મોટા રાજકીય સમીકરણોની ચર્ચા તેજ બની છે. કેન્દ્રમાં સત્તારૂઢ Narendra Modiના નેતૃત્વ...
સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઇકો સેલની મોટી કાર્યવાહી, કરોડોની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપીની ધરપકડસુરત શહેરમાં કરોડો રૂપિયાની જમીન સોદા અને બેંકિંગ...
બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ Kangana Ranaut ફરી એકવાર પોતાના અનોખા અંદાજને કારણે ચર્ચામાં આવી છે. તાજેતરમાં કંગના રનૌતને ગળામાં મંગલસૂત્ર અને...
દેશના સોશિયલ મીડિયા અને ડિજિટલ સ્પેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) હવે માત્ર મજાક કે મીમ પૂરતી...
ભારતીય શેરબજારમાં આજે વીકલી ટ્રેડિંગના છેલ્લા દિવસે જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં સારો ઉછાળો નોંધાયો હતો. બજારમાં આવેલી...
સાઉદી અરેબિયાને પાછળ છોડતા ભારતના તેલ આયાત બજારમાં મોટો ફેરફાર, સસ્તા ક્રૂડ તરફ ભારતીય કંપનીઓનો ઝુકાવ ભારતના ક્રૂડ ઓઇલ આયાત બજારમાં મોટો...
ચીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માટે વધતી વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા દુનિયાનું પહેલું અંડરવોટર AI ડેટા સેન્ટર તૈયાર કર્યું છે. આ હાઈટેક પ્રોજેક્ટ...
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. SBIના કર્મચારીઓએ 25 મેથી...
સુરત શહેરમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકો ઘર છોડીને ભાગી જતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. જોકે સુરત પોલીસની સતર્કતા...
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની ખંડપીઠે એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો છે. કોર્ટે...
હિન્દુ યુવક સાથે વાત કરવા બદલ મુસ્લિમ પિતાએ 15 વર્ષની પુત્રીની હત્યા કરી, લાશના 6 ટુકડા કરી ટ્રેનમાં ફેંક્યા ઉત્તર પ્રદેશના કુશીનગર...
‘કોકટેલ 2’ ફિલ્મનું નવું ગીત ‘માશૂકા’ રિલીઝ થતાં જ વિવાદમાં આવી ગયું છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે આરોપ લગાવ્યો છે કે...
‘ગાયની કુરબાની ઈદનો ફરજિયાત ભાગ નથી’, પશુ વધના નવા નિયમોમાં છૂટ આપવાનો ઈનકાર આગામી ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) પહેલા કલકત્તા હાઈકોર્ટે એક અત્યંત...
એલન મસ્કની માલિકીની સોશિયલ મીડિયા કંપની X (અગાઉનું ટ્વિટર) ફરી એકવાર વિવાદમાં આવી છે. ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે કંપની પર 6.50 લાખ ઓસ્ટ્રેલિયન...
નવા માળખાની જાહેરાતમાં જ્ઞાતિગત સમીકરણો સાથે ધારાસભ્યોનો દબદબો સચવાયો; કારોબારી ચેરમેન પદે કૈરવીબા વાઘેલાની વરણી વડોદરા : જિલ્લા પંચાયતમાં સત્તાના સૂત્રો સંભાળવા...
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દેશના ઇતિહાસમાં પહેલીવાર કેન્દ્ર સરકારને રૂ. 3 લાખ કરોડ જેટલું રેકોર્ડ ડિવિડન્ડ આપી શકે છે. RBIની આવતીકાલે યોજાનારી...
સુરતના વેસુ વિસ્તારમાં આવેલ જૈનમ ગ્રાન્ડ અલ્ટીમા નામના લક્ઝરી એપાર્ટમેન્ટમાં ગુરુવારે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. બિલ્ડિંગના 9મા માળે...
સુરત એરપોર્ટ પર ગુરુવારે બપોરે ભારે ચકચાર મચી ગઈ હતી, જ્યારે ભારતીય સેનાના એક હેલિકોપ્ટરને ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું...
શુક્રવાર, 22 મેના રોજ ભારતીય શેરબજારમાં સકારાત્મક શરૂઆત જોવા મળી છે. સેન્સેક્સ આશરે 300 પોઈન્ટના ઉછાળા સાથે 75,500ની સપાટીએ કારોબાર કરી રહ્યો...
દેશની રાજનીતિ માટે મહત્વપૂર્ણ માનાતી રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી પંચે દ્વિવાર્ષિક ચૂંટણીની તારીખો જાહેર કરી છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં આવનારી...
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં આવેલા ખલેલની અસર હવે ભારતના દવા ઉદ્યોગ પર પણ દેખાવા લાગી છે. પેટ્રોલ,...
IPL-2026માં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે એકતરફી મેચ જીતીને પ્લેઓફની રેસ વધુ રસપ્રદ બનાવી દીધી છે. ગુજરાતે ચેન્નાઈને 89 રનથી હરાવી...
ભયના ઓથાર હેઠળ જીવતા સ્થાનિકો અને વેપારીઓ, જાહેર માર્ગ પર ખુલ્લેઆમ મારામારી થતાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યા (પ્રતિનિધિ), વડોદરા. તા.22 વડોદરામાં છેલ્લા કેટલાક...
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ ચિકનનેક તરીકે વિખ્યાત સિલિગુડી કોરિડોર ફરી એક વાર સમાચારમાં છે. નવી ભાજપ સરકારે આ સંવેદનશીલ વિસ્તારમાં આશરે...
‘તારીખ પે તારીખ, તારીખ પે તારીખ…’ હિન્દી ફિલ્મમાં બોલાયેલો આ શબ્દ હવે ભવિષ્યમાં હાઈકોર્ટોમાં સંભળાશે નહીં. સુપ્રીમ કોર્ટે તા.29મી મે, 2026ના રોજ દેશની તમામ હાઈકોર્ટને એવો આદેશ આપ્યો છે કે હાઈકોર્ટે કેસની સુનાવણી પૂર્ણ કર્યા બાદ અનામત (રિઝર્વ) રાખેલા ચુકાદા, કેસ રિઝર્વ થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર ફરજિયાતપણે સંભળાવવાના રહેશે.
આ નિર્ણય માત્ર કાયદાકીય પ્રક્રિયાને ઝડપી બનાવનારો નથી, પરંતુ દેશના કરોડો નાગરિકોનો ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ મજબૂત કરનારો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે કડક આદેશ કરાયો છે તેને કારણે અનેક હાઈકોર્ટમાં જે ચુકાદાઓ વિલંબિત છે તે કેસનો ઝડપથી નિકાલ થશે. જોકે, માત્ર હાઈકોર્ટ જ નહીં પરંતુ નીચલી તમામ કોર્ટમાં પણ આ આદેશ લાગુ પડવો જોઈએ કે જેથી નીચલી કોર્ટમાં પણ જે કેસમાં માત્ર ચુકાદો જ બાકી છે તેનો પણ નિકાલ આવી શકે.
રોમન કાયદાશાસ્ત્રનો એક પ્રખ્યાત સિદ્ધાંત છે કે, વિલંબથી મળેલો ન્યાય એ ન્યાય ન મળવા બરાબર છે. ભારતમાં અદાલતોની લાંબી પ્રક્રિયા અને વર્ષો સુધી લટકતા રહેતા નિર્ણયોને કારણે આ કહેવત સામાન્ય માણસની જિંદગીની કડવી વાસ્તવિકતા બની ગઈ હતી. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે વકીલોની લાંબી દલીલો અને મહિનાઓની મહેનત પછી કોર્ટ કેસનો ચુકાદો ‘રિઝર્વ’ એટલે કે સુરક્ષિત રાખી લે છે.
પરંતુ, ત્યારબાદ એ ચુકાદો આવતા મહિનાઓ કે ક્યારેક વર્ષો નીકળી જાય છે. આવા વિલંબને કારણે પિડાતા પક્ષકારો માટે કોર્ટના ચક્કર કાપવા એ માનસિક અને આર્થિક રીતે કમરતોડ સાબિત થાય છે. સુપ્રીમ કોર્ટે આ જ નબળાઈને ઓળખીને સમયમર્યાદા નક્કી કરી છે, જે ન્યાયિક વ્યવસ્થામાં આકાંક્ષિત સુધારાની દિશામાં મોટું કદમ છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ માત્ર એક સલાહ નથી, પણ એક કડક શિસ્તબદ્ધ માળખું છે. જેમાં કોઈપણ પ્રકારની શિથિલતા માટે જગ્યા રાખવામાં આવી નથી. કોઈપણ હાઈકોર્ટ ચુકાદો અનામત રાખ્યાના ત્રણ મહિનાથી વધુ સમય સુધી તેને રોકી શકશે નહીં. આ સમયગાળામાં જ જજે કારણો સાથેનો વિગતવાર ચુકાદો આપવો પડશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ બેંચ ૩ મહિનામાં ચુકાદો આપવામાં નિષ્ફળ જશે, તો રજિસ્ટ્રાર જનરલ આ મામલો સીધો સંબંધિત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ મૂકશે. ચીફ જસ્ટિસ વધુમાં વધુ ૨ અઠવાડિયાનો સમય આપશે. જો આ ૨ અઠવાડિયામાં પણ નિર્ણય નહીં આવે, તો એ કેસ તે બેંચ પાસેથી પાછો ખેંચીને અન્ય બેંચને સોંપી દેવામાં આવશે. આ જોગવાઈ જજોની પોતાની ન્યાયિક જવાબદારી પણ નક્કી કરે છે. બંધારણે દરેક નાગરિકને આપેલી સ્વતંત્રતાના રક્ષણ માટે કોર્ટે કહ્યું છે કે, જામીન અરજીઓ પર હાઈકોર્ટે તે જ દિવસે અથવા જો ચુકાદો રિઝર્વ હોય તો, તેના બીજા જ દિવસે ઓર્ડર આપીને તેને વેબસાઈટ પર અપલોડ કરવો પડશે. ‘જામીન મળે એ જ દિવસે કેદીની મુક્તિ થાય’ તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે.
ચુકાદાનો મુખ્ય ભાગ (ઓપરેટિવ પાર્ટ) કોર્ટમાં તાત્કાલિક જાહેર કરવો પડશે અને સવિસ્તાર ચુકાદો ૭ દિવસમાં વેબસાઈટ પર મૂકવો પડશે. વળી, વેબસાઈટ પર કેસ કઈ તારીખે રિઝર્વ રખાયો હતો તે તારીખ પણ ફરજિયાત દર્શાવવી પડશે, જેથી વિલંબનો તુરંત ખ્યાલ આવી શકે. આ કડક ગાઈડલાઈનની સૌથી મોટી સકારાત્મક અસર સામાન્ય નાગરિકો, જેલના કેદીઓ અને વ્યાપારિક જગત પર પડશે.
ભારતમાં હજારો એવા અંડરટ્રાયલ (કાચા કામના) કેદીઓ છે જેઓ માત્ર જામીન પરના નિર્ણયમાં વિલંબને કારણે જેલના સળિયા પાછળ સડી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી વચગાળાની રાહતો અને જામીનની અરજીઓનો ઝડપી નિકાલ થશે. વધુમાં, સામાન્ય જનતામાં એક નવો આશાવાદ જાગશે કે જો તેમણે અદાલતનો દરવાજો ખટખટાવ્યો છે, તો સુનાવણી પૂરી થયા પછી ચુકાદા માટે અનંતકાળ સુધી રાહ જોવી નહીં પડે. ડિજિટલ યુગમાં ચુકાદાઓ ૭ દિવસમાં વેબસાઈટ પર મૂકવાનો આદેશ કોર્ટની કામગીરીને વધુ પેપરલેસ, ઝડપી અને પારદર્શક બનાવશે.
જોકે, એ વાત પણ એટલી સત્ય છે કે, સુપ્રીમ કોર્ટનો આ આદેશ સૈદ્ધાંતિક રીતે અદ્ભુત છે, પરંતુ વ્યવહારિક સ્તરે હાઈકોર્ટો માટે આ સમયમર્યાદાનું પાલન કરવું એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. કારણ કે દેશની હાઈકોર્ટમાં જજોની મોટી અછત ચે. સાથે સાથે કરોડો કેસ પણ પેન્ડિંગ છે. જેને કારણે જજો પર રોજની અનેક કેસોની સુનાવણીનું ભારણ રહે છે. આ ઉપરાંત હાઈકોર્ટમાં આધુનિક કોર્ટરૂમ્સ, લીગલ આસિસ્ટન્ટ્સ અને ટેક્નોલોજીકલ સપોર્ટનો હજુ પણ અભાવ છે.
તાજેતરમાં જ સરકારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા ૩૩થી વધારીને ૩૭ કરવાનો વટહુકમ બહાર પાડ્યો છે, જે આવકારદાયક છે. પરંતુ આવી જ સક્રિયતા દેશની તમામ હાઈકોર્ટો અને નીચલી અદાલતોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પણ બતાવવી પડશે. જો જજો પર કામનું ભારણ અમાનવીય હદ સુધી વધારે હશે, તો ત્રણ મહિનામાં ગુણવત્તાયુક્ત અને ન્યાયસંગત ચુકાદાઓ આપવા મુશ્કેલ બનશે. તેથી, સમયમર્યાદાના પાલનની સાથે-સાથે ન્યાયિક માળખાને મજબૂત કરવું એટલું જ જરૂરી છે.