Gujarat

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ 19 થી 22 જૂન દરમિયાન યોજાશે

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા માટે ત્રણ વિષયની પ્રાયોગિક પરીક્ષા તા. 19 જૂનથી 22 જૂન, 2026 દરમિયાન નિયત પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ દ્વારા લેવામાં આવશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સુત્રોના જણાવ્યા પ્રમાણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષામાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન તથા જીવ વિજ્ઞાન વિષયોની પ્રાયોગિક પરીક્ષાઓ તારીખ 19 જૂનથી 22 જૂન, 2026 દરમિયાન જિલ્લાના નિયત કરાયેલા વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવશે.

વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે જરૂરી પ્રવેશપત્ર તેમજ ઓળખપત્ર સાથે સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ પરીક્ષા દરમિયાન બોર્ડના તમામ નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. બોર્ડ દ્વારા પરીક્ષા પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે તમામ કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

Most Popular

To Top