Entertainment

કરિના કપૂર ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મ માટે આમિર ખાનની પહેલી પસંદ નહોતી

મુંબઈ: બોલિવૂડ (Bollywood) પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) છેલ્લા કેટલાક સમયથી ‘લાલ સિંહ ચઢ્ઢા’ના (lal singh chaddha) પ્રમોશનમાં (Promotion) વ્યસ્ત છે. કૉફી વિથ કરણમાં (koffee with karan) પણ બંનેએ પોતાની ફિલ્મનું (Film) પ્રમોશન કર્યું હતું. આમિર-કરીનાની બંને કોફી વિથ કરણમાં મસ્તીની સાથે કેટલાક સિક્રેટ્સ શેર કર્યા હતા. બંનેએ ફિલ્મ વિશે એવા સિક્રેટ્સ જણાવ્યા જે ભાગ્યે જ કોઈ જાણતું હશે. કરણના શોમાં આમિરે કરીના કપૂર વિશે એક ચોંકાવનારી વાત શેર કરી. ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે કરીના કપૂર તેની પહેલી પસંદ નહોતી.

કરીના ફિલ્મની પહેલી પસંદ નહોતી
બોલિવુડ સ્ટાર ગમે તેટલી પર્સનલ વાતો લોકોથી છૂપાવવાની કોશિશ કરે પણ તે કરણના શો કૉફી વિથ કરણમાં બોલવી જ પડે છે, ભલે એ પછી અફેર હોય કે પ્રેમમાં કરેલી ચિંટીંગ હોય. ત્યારે કોફી વિથ કરણમાં આમિરની પાસેથી પણ આવું જ એક રહસ્ય જાણવા મળ્યું હતું. શોમાં કરણે આમિરને પૂછ્યું કે, લાલ સિંહ ચઢ્ઢા માટે કરીના તમારી પહેલી પસંદ હતી? જવાબમાં આમિરે ના કહ્યું હતું.

કેમ આમિરની પહેલી પસંદ કરીના ન હતી
આમિર વધુમાં જણાવતા કહ્યુ હતું કે કહે છે કે તે આ ફિલ્મ માટે 25 વર્ષની અભિનેત્રીની શોધમાં હતો. કારણ કે આ ફિલ્મમાં તે 18-50 વર્ષની સફર બતાવવા માંગતો હતો. આ જ કારણ હતું કે આમિર ફિલ્મમાં કરીનાને કાસ્ટ કરવા નહોતો માંગતો. આ પછી, ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટરે કરીનાનો એક વીડિયો જોયો. આમિરે પણ તે વિડિયો જોયો અને તેણે કરીના માટે હા પાડી અને કહ્યું કે આ ફિલ્મ માટે કરીનાથી શ્રેષ્ઠ કોઈ હોઈ શકે નહીં. ત્યાર બાદ આમિરે એજ ગ્રુપવાલા ફેક્ટરને પોતાના મગજમાંથી બહાર કાઢ્યું અને લાલ સિંહ ચઢ્ઢા માટે કરીના કપૂરને કાસ્ટ કરી.

સોશિયલ મીડિયા પર બહિષ્કારનો ટ્રેન્ડ
લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટે રક્ષાબંધનના અવસર પર રિલીઝ થવાની છે. આ પહેલા સોશિયલ મીડિયા પર આમિર ખાનની ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. જો કે આમિર ખાને દરેકને પોતાની ફિલ્મ જોવાની અપીલ કરી છે. માત્ર લાલ સિંહ ચડ્ડા જ નહીં, પરંતુ અક્ષય કુમારની રક્ષાબંધન અને આલિયા ભટ્ટની ડાર્લિંગનો બહિષ્કાર કરવાની પણ માંગ છે.

Most Popular

To Top