Entertainment

KBC 14 :કેબીસીમાં આમીરખાન સાથે આવશે કારગિલ યુદ્ધના હીરો મેજર ડી.પી સીંગ

ટેલિવિઝનનો (Television) લોકપ્રિય શો ‘કોન બનેગા કરોડ પતિ’ની (KBC) નવી આ સીઝન આ મહિનામાં શરૂ થશે.મહાનાયક દ્વારા હોસ્ટ થતી સીઝન 14 આગામી 17 ઓગસ્ટ 2022મીએ શરુ થશે.સોશ્યલ મીડિયા (Social Media) ઉપર ચેનલે કેબીસીએ આઝાદીનો મહા પર્વનો પ્રોમો પણ શેર કર્યો હતો.જેમાં આમીરખાન થી લઇ મેરીકોમ,મેજર ડી.પી સિંગ જેવા મહા દિગ્ગજો પણ દેખાનાર છે.

કેબીસીની આ સીઝનમાં અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજો આવશે
સીઝન 14 ની દર્શકો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.છેલ્લી સીઝન પત્યા બાદ હવે આગામી 17 ઓગસ્ટથી નવી સીઝનનો આગાઝ થવા જય રહ્યો છે.દર સીઝનમાં કૈક નવું નજરાણું કેબીસી હંમેશા લઇ આવેજ છે તેથી જ આ શો અત્યાર સુધી દર્શકોના દિલમાં વાસી ગયો છે.જ્ઞાનમાં અભિવૃત્તિ કરતા આ શોમાં લેજેન્ડરી વ્યક્તિઓ અને દિગ્ગજ લોકો પણ આવતા હોઈ છે.જેને લઇ શોમાં ચારચંદ લાગી જતા હોઈ છે.આ દિગ્ગજોના જીવનની સંગર્ષ ગાથા પણ ટેલિવિઝનના માધ્યમથી દર્શકોને મળતી હોઈ છે.

કારગિલ યુદ્ધના હીરોની સંગર્ષ ગાથા પ્રસ્તુત કરાશે
કારગીલ યુદ્ધના હીરો મેજર ડી.પી.સીંગના જીવનની સંઘર્ષની કહાની તેમની જ જુબાની દર્શકોને સાંભળવા મળશે.કેબીસીના માધ્ય્મથી મેજર ડી.પી.સીંગની કહાની જાણવા તો મળશે જ સાથે-સાથે તેમણે યુદ્ધ દરમ્યાન તેમને ગ્રાઉન્ડ લેવલ પર જેતે સમયે કેવી પરિસ્થિતિમાં યુદ્ધ કર્યું હતું અને એક્શન પ્લાન લઇ દુશમનોને કેવીરીતે ધુળ ચટાવીને તંબુ ભેગા કરી નાખ્યા હતા.તેઓએ મોતને પણ કઈ રીતે ચકમો આપ્યો હતો તે પણ દર્શકો શોના માધ્યમ થી વાકેફ થશે.તો આવો તો મેજરના જીવનીની કહાની જાણીયે.

ડી.પી.સીંગના જીવનના આશિક અંશો
જીવન,જસાબો અને જૂનુંનનું બીજું નામ જ છે મેજર દેવેન્દ્ર પાલ સીંગ,ઉર્ફે ડી.પી.સીંગ.કારગિલ યુદ્ધના એક એવા લડવૈયા હતા જેઓ મોતના મુખમાંથી પરત ફર્યા હતા.યુદ્ધ ભૂમિ ઉપર તેઓ જ્યાં ઉભા હતા ત્યાં જોરદાર ધમાકો થતા ની સાથે બધું જ તહેસ નહેસ થઇ ગયું હતું.જયારે તેમને ડોક્ટર પાસે લઇ જાવ્યાં ત્યારે તેમનો એક પગ સંપૂર્ણં ગળી ચુક્યો હતો અને આખું શરીર ઘાયલ થઇ ગયું હતું.તબીબો પણ જવાબ આપી ચુક્યા હતા કે હવે તેઓ નહિ બચે.પણ તેઓ એવા યોદ્ધા હતા કે તેઓએ હાર મણિ ન હતી અને મોતને દગો આપી દીધો હતો.

કેબીસીમાં આમિર ખાન સાથે મેજર ડીપી સિંહ પહોંચ્યા હતા
KBC સીઝન 14 ના પ્રોમો વિડિયોમાં મેજર ડીપી સિંહ આમિર ખાન સાથે જોવા મળે છે. તે પોતાના સંઘર્ષ વિશે જણાવે છે. તે કહે છે કે આજે પણ મારા શરીરમાં 73 ગોળીઓ છે. મને નથી ખબર કે કયો હિંદુ, શીખ, મુસ્લિમ કે કોણે મને લોહી આપ્યું. પરંતુ હું ગર્વથી કહું છું કે મારા શરીરમાં ભારતીયોનું લોહી છે.

5મી જુલાઈ 1999નો એ દિવસ
મેજર દેવેન્દ્ર પાલ સિંહ વર્ષ 1995માં સેનામાં જોડાયા હતા. સીડીએસની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા અને માત્ર 25 વર્ષની ઉંમરે કારગિલ યુદ્ધ લડ્યા હતા. ડીપી સિંહે જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં આ પદ સંભાળ્યું હતું. તેમની આખી ટીમમાં 30 જવાન હતા. 15 જુલાઈ 1999ના રોજ દુશ્મનોએ ગોળીબાર કર્યો. તરત જ દુશ્મનોએ બે મોર્ટાર છોડ્યા. ડીપી સિંઘ પહેલાથી છટકી ગયો, પરંતુ બીજો મોર્ટાર તેની બાજુમાં પડ્યો.

Most Popular

To Top