Entertainment

બિગ બીએ KBC સિઝન 15નાં શુટિંગના ફોટા શેર કરી આપ્યું આ અપડેટ

મુંબઈ: કૌન બનેગા કરોડપતિ સિઝન 15 (KBC) ટીવીનો લોકપ્રિય ક્વિઝ આધારિત ગેમ રિયાલિટી શો (Game reality show) છે. આ રિયાલિટી શોને બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચન હોસ્ટ કરવા જઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિતાભ બચ્ચનનો ગેમ શો TRP લિસ્ટમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. શો શરૂ થવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં અભિનેતા અમિતાભ બચ્ચને શોના સેટ પરથી ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

અમિતાભ બચ્ચને અપડેટ શેર કર્યું
ક્વિઝ આધારિત ગેમ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ છેલ્લા ઘણાં વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યી છે આ સાથે જ્ઞાનનો ઉપયોગ કરીને પૈસા કમાવવાનું શીખવાડે છે. આ શોની તમામ સીઝન ટીવી પર હિટ રહી છે અને આ શોએ ટીઆરપી લિસ્ટમાં પણ ધમાલ મચાવી છે. હવે લોકો તેની કૌન બનેગા કરોડપતિ સીઝન 15ની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન શોના હોસ્ટ અમિતાભ બચ્ચને કેબીસીના સેટ પરથી તસવીરો શેર કરી છે જેમાં તમે બિગ બીને ફોર્મલ લુકમાં જોઈ શકો છો. અભિનેતાનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

અમિતાભ બચ્ચને પોસ્ટ શેર કરી
KBC સિઝન 15ના સેટ પરથી અમિતાભ બચ્ચને શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે તેઓ સેટ પર ઉભા છે. આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટમાં છે. પોસ્ટ શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું, ‘T 4716 – KBC!!!’. અન્ય એક ફોટો શેર કરતી વખતે બિગ બીએ લખ્યું ‘KBC માટે રિહર્સલ કરી રહ્યાં છીએ.’ આ શો ક્યારે શરૂ થશે, તેની માહિતી હજુ આપવામાં આવી નથી.

કોન બનેગા કરોડપતિ સિવાય અમિતાભ બચ્ચન ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’માં દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથે જોવા મળશે. આ સિવાય બિગ બી ‘કલ્કી 2898 એડી’ અને ‘ગણપત પાર્ટ 1’માં જોવા મળશે.

Most Popular

To Top