Entertainment

આમિર ખાનની પુત્રી આયરાએ નુપુર શિખરે સાથે કરી સગાઈ

મુંબઈ: આમિર ખાનની દીકરી આયરા ખાન નુપુર શિખરેને લાંબા સમયથી ડેટ (Date) કરી રહી છે. આયરા અને નુપુરની રોમેન્ટિક તસવીરોએ ઈન્ટરનેટ (Internet) પર ઘણી વખત ખળભળાટ મચાવી દીધો છે. પરંતુ હવે આ કપલે તેમના સંબંધોને એક પગલું આગળ વધાર્યું છે. આયરા ખાને તેની બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ (Engagement) કરી લીધી છે. થોડા સમય પહેલા નૂપુરે તેની પ્રેમિકા આયરાને પ્રપોઝ કર્યું હતું, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તે જ સમયે હવે કપલે તેમના પરિવાર અને કેટલાક નજીકના લોકો વચ્ચે સત્તાવાર સગાઈ પણ કરી છે.

આયરા અને નુપુરે તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સગાઈ કરી હતી જેની તસવીરો સામે આવી છે. આયરાએ તેના ખાસ દિવસે લાલ રંગનો ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આયરા લાઇટ જ્વેલરી અને લાઇટ મેકઅપ સાથે આ ગાઉનમાં અદભૂત લાગી રહી હતી. જ્યારે નૂપુર શિખર બ્લેક ટક્સીડોમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. આયરા અને નુપુર તેમના ફંક્શન વચ્ચે પાપારાઝી માટે પોઝ આપવા માટે બહાર આવ્યા હતા.

આયરા ખાન અને નુપુર શિખરેની સગાઈમાં આમિર ખાન સફેદ કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો. આ પ્રસંગે આમિર ખાનની બંને પૂર્વ પત્નીઓ પણ પહોંચી હતી. આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા પીળા બોર્ડરવાળી ક્રીમ રંગની સાડીમાં જોવા મળી હતી. તે જ સમયે કિરણ રાવ પણ બ્લુ કલરની સાડી પહેરીને આયરા ખાનની સગાઈમાં પહોંચી હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ સિવાય આયરા ખાનનો ભાઈ જુનૈદ ખાન, કિરણ રાવનો પુત્ર આઝાદ, પિતરાઈ ભાઈ ઝીનત હુસૈન, અભિનેત્રી ફાતિમા સના શેખ પણ આ ફંક્શનમાં જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે નુપુર શિખર ઘણા સ્ટારકિડ્સનો જિમ ટ્રેનર રહી ચુક્યો છે અને તેણે આમિર ખાનને પણ ટ્રેનિંગ આપી છે. નુપુર શિખરે અને આયરાની લવ સ્ટોરી વર્ષ 2020માં શરૂ થઈ હતી. લોકડાઉનના દિવસોમાં બંને નજીક આવ્યા હતા. બંનેએ વેલેન્ટાઈન વીકમાં પોતાના સંબંધોની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. આ પછી સપ્ટેમ્બર 2022 માં નુપૂરે તેની એક સ્પર્ધા પછી આયરાને પ્રપોઝ કર્યું હતું.

Most Popular

To Top