Charchapatra

પીઓકે પર મુનીરનો અત્યાચાર વધી રહ્યો છે

પીઓકે પર આ પાકિસ્તાન સરકારનો જુલમી શાસક મુનીર શું કરવા બેઠો છે. અરેરેરે પીઓકેનાં નિર્દોષ માનવીઓને આ હત્યારો મનીર હત્યા કરી રહ્યો છે. આજે 9-6-26 મંગળવારના રોજની ઘટના છે. લગભગ 150 જેટલા માનવીની હત્યા! અરેરેરે. એના પડઘા તો લંડન સુધી પડયા છે. ત્યાંના પીઓકેના નાગરિકોએ જબરજસ્ત આંદોલન માંડ્યું છે. જરૂરી પણ છે. આ તો આપણું જ છે. બે વાર આપણા હાથમાં આવતાં રહી ગયું હવે તો આપણે લઇ લેવું જ પડશે. રાજનાથસિંહ તો ઘણીવાર બોલ્યા છે કે પીઓકે હવે આપણા હાથમાં આવી જશે.

વધારે વાર નહિ લાગે. પણ કેમ વિલંબ થઇ રહ્યો છે એ જ સમજાતું નથી. અત્યારે લોઢું ગરમ છે. હથોડો મારી દેવો જરૂરી છે. મુનીરને સબક શીખવાડી દેવો જોઇએ. એના અત્યાચાર વધી રહ્યા છે. વચ્ચે અફઘાનીઓ પર ગોળીઓ ચલાવી કેટકેટલા લોકોને મારી નાખેલા. હવે તો હદ થઇ ગઇ છે. માનવતાવાદીઓ મૂંગા થઇ ગયા છે. પોતાના જ ધર્મના ભાઇઓ પર ગોળીઓ વરસાવી આતંક મચાવી રહ્યાં છે. આ પાકિસ્તાન કયાં જઇને ઊભું છે? બસ હત્યા-આતંક-જુલ્મ અત્યાચાર કરીને નિર્દોષોને મારી રહ્યાં છે. આ ક્યાંનો ન્યાય. પીઓકેને ભારતને સોંપી દેવું જ પડશે. તો જ ત્યાંના લોકો શાંતિથી જીવી શકશે. હવે સમય પાકી ગયો છે. એટેક કરવાનો સમય આવી ગયો છે. આપણી જમીન આપણે હવે લઇ લેવી જ પડશે.
સુરત     – જયા રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top