Sports

IPLના ઇતિહાસમાં કોહલીને પછાડી સૌથી વધુ કમાણી કરી આ બે ખેલાડીઓએ

મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ અર્થાત આઇપીએલ (IPL) કે જેને વિશ્વ ક્રિકેટમાં (Cricket) ઇન્ડિયન પૈસા લીગ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના મીડિયા રાઇટ્સની (Media Rights) હરાજી હાલમાં ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ભારતીય ઉપખંડના ટીવી (TV) અને ડિજીટલ રાઇટ્સથી (Degital Rights) જ બીસીસીઆઇને (BCCI) રૂ. 44075 કરોડની કમાણી (Income) થઇ ચુકી છે. બિનસત્તાવાર અહેવાલો અનુસાર ભારતીય ઉપખંડના ટીવી રાઇટ્સ ડિઝની હોટસ્ટારને જ્યારે ડિજીટલ રાઇટ્સ રિલાયન્સની વાયકોમ 18ને મળ્યા છે. આ ઓક્શન હજુ ચાલુ છે અને સી અને ડી પેકેજની હરાજી માટે બોલી લાગી રહી છે. આઇપીએલથી માત્ર બીસીસીઆઇની જ તિજોરી નથી છલકાઇ પરંતુ દુનિયાભરના ખેલાડીઓ પણ માલામાલ થયા છે.

  • આઇપીએલની તમામ સિઝન મળીને સેલેરી તરીકે દુનિયાભરના ખેલાડીઓએ કુલ 2500 કરોડની કમાણી કરી
  • આઇપીએલ 2022ની સિઝન માટે થયેલી હરાજીમાં 204 ખેલાડીઓને કુલ 551 કરોડ મળ્યા જે અત્યાર સુધીની સૌથી મોટી રકમ

એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધીની તમામ આઇપીએલ મળીને તેમાં ભાગ લેનારા દુનિયાભરના ખેલાડીઓને સેલેરી તરીકે કુલ મળીને રૂ. 2500 કરોડ મળ્યા છે. માત્ર 2022ની સિઝનની વાત કરવામાં આવે તો આ સિઝન માટે થયેલા મેગા ઓક્શન દરમિયાન 204 ખેલાડીઓને સેલેરી તરીકે કુલ 551 કરોડ રૂપિયા મળ્યા છે, જે અત્યાર સુધીની સૌથી મોટી રકમ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આઇપીએલના ઇતિહાસમાં સેલેરી તરીકે સૌથી વધુ કમાણી કરવાની વાત આવે તો તેમાં ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પહેલા ક્રમે રહ્યો છે. તેના પછી મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા છે અને ત્યાર પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માજી કેપ્ટન વિરાટ કોહલીનો નંબર આવે છે. ધોનીએ અત્યાર સુધીમાં આઇપીએલમાંથી સેલેરી તરીકે કુલ રૂ. 164 કરોડ મેળવ્યા છે. જ્યારે રોહિત શર્માએ રૂ. 162 કરોડ મેળવ્યા છે અને વિરાટ કોહલીએ 158 કરોડ મેળવ્યા છે. તેના પછી 110 કરોડ સાથે સુરેશ રૈના અને 102 કરોડ સાથે એબી ડિવિલિયસ્સનો નંબર આવે છે.

આઇપીએલમાં સૌથી વધુ કમાણી કરનારા ટોપ ફાઇવ ખેલાડી
ખેલાડી ફ્રેન્ચાઇઝી કમાણી
એમએસ ધોની સીએસકે રૂ.164 કરોડ
રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સ રૂ. 162 કરોડ
વિરાટ કોહલી આરસીબી રૂ. 158 કરોડ
સુરેશ રૈના સીએસકે રૂ.110 કરોડ
એબી ડિવિલિયર્સ આરસીબી રૂ. 102 કરોડ

Most Popular

To Top