SURAT

ઉપરવાસમાં વરસાદ જામ્યો !, દક્ષિણ ગુજરાતમાં બે દિવસમાં મોન્સૂન ઓનસેટ થવાની આગાહી

સુરત: શહેરમાં આજે છુટાછવાયા વરસાદી (Monsoon) ઝાપટા નોંધાયા હતા. જોકે જિલ્લામાં કોઈ તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain) પડ્યો નથી. પરંતુ વર્ષ 2022ના ચોમાસાએ (Monsoon) દસ્તક આપી દીધી છે. બીજી બાજુ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) આગામી બે દિવસમાં મોનસૂન ઓનસેટ (Onset) થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગયા અઠવાડિયાથી (Week) દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી (Primonsoon Activity) શરૂ થઈ હતી. જોકે ચોમાસાનું આગમન થવા રાહ જોવાઈ રહી હતી. દરમિયાન ચોમાસું દિવ (Div) સુધી પહોંચતા હવે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં પણ ઓનસેટ થાય તેવી આગાહી કરાઈ છે. શહેરમાં (City) વિતેલા બે દિવસથી રાતના (Night) સમયે નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જોકે ગઈકાલ રાતથી છુટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આગામી બે દિવસમાં ચોમાસાનું આગમન થશે. જો કે હાલ કોઈ પ્રબળ વરસાદી સિસ્ટમ ન હોવાથી સામાન્ય વરસાદ રહેશે. આજે શહેરમાં મહત્તમ તાપમાન આંશિક ઘટાડા સાથે 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી વધીને 27 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 69 ટકા ભેજની સાથે 13 કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો.

ઉપરવાસમાં પણ વરસાદ જામ્યો !
ઉકાઇ ડેમના ઉપરવાસમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સિંચાઇ વિભાગના ફલડ કન્ટ્રોલરૂમના સાધનોના જણાવ્યાનુસાર વિતેલા ચોવિસ કલાકમાં ઉપરવાસમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ઉપરવાસમાં લખપુરીમાં દોઢ ઇંચ તેમજ ખુરણખેડામાં પોણો ઇંચ સહિત ગોપાલખેડામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.

ભીલડી પંથકમાં એક ખેતરમાં વરસાદ સાથે માછલીઓ પણ વરસી
ડીસા પંથકમાં અચરજ પમાડતી એક ઘટના બની હતી. મળતી માહિતી મુજબ રાત્રે ભીલડી પંથકમાં એક ખેતરમાં વરસાદ (Rain) સાથે માછલીઓ (Fish) પણ વરસી હોવાની માહિતી મળી આવી હતી. ડીસા તાલુકાના ખેંટવા ગામ (Khentva Village) ખાતે બાબુભાઈ દેસાઈ નામના ખેડૂતના (Farmer) ખેતરમાં માછલીઓનો વરસાદ થયો હતો. ખેડૂતનો દાવો છે કે વરસાદની સાથે સાથે તેમના ખેતરમાં નાની માછલીઓનો પણ વરસાદ થયો હતો. એક હકીકત એવી પણ સામે આવી છે કે જે ખેતરમાં માછલીઓનો વરસાદ થયો છે ત્યાં આસપાસ કોઈ નદી કે તળાવ પણ નથી. આ અંગેની જાણ થયા બાદ લોકો માછલીઓને જોવા માટે દોડી ગયા હતા. તેમજ આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

Most Popular

To Top