SURAT

શુભમન ગિલ મેચ પહેલાં ઈશાન કિશનને કેમ ગાળો દે છે? રોહિત સાથેનો વીડિયો વાયરલ

હૈદરાબાદ: હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામેની પહેલી વન ડે મેચમાં ભારતની જીતના હીરો રહેલા શુભમન ગિલે (Shubhman gill) મેચ મેચ પહેલા સાથી ખેલાડી ઈશાન કિશનને (Ishan Kishan) ગાળો આપવી પડતી હોવાનો ખુલાસો કર્યો છે. બીસીસીઆઇએ (BCCI) પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) શુભમન ગિલ અને ઈશાન કિશન સાથે મેચ બાદ વાતો કરતા જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં રોહિત શર્મા શુભમન ગિલને તેની ઇનિંગ્સ વિશે પૂછી રહ્યો છે અને ત્યારે જ ઈશાન કિશન શુભમન ગિલને મેચ પહેલાંના તેના રૂટિન વિશે પૂછે છે ત્યારે ગિલે કહ્યું કે મેચ પહેલા મારે ઈશાન કિશનને ગાળો દેવી પડે છે. ત્યારે કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તમે લોકો સાથે સૂઈ જાઓ તે જ તો મેચ પહેલાનું રૂટિન છે.

આ પ્રશ્નનો જવાબ આપતાં શુભમન ગિલે કહ્યું, ‘મારો પ્રી-મેચ રૂટિન આ વ્યક્તિ (ઈશાન કિશન) બગાડે છે. કારણ કે તે મને ઊંઘવા નથી દેતો. કિશન આઈપેડ પર ઈયરપોડ પહેરવાની જરૂર નથી… મૂવી ફુલ વૉલ્યુમ પર ચાલતી હોય છે…
અને ત્યારે હું ઈશાનને ગાળો દઈ આઈપેડનો અવાજ ઓછો કરવા અથવા ઈયરપોડ પહેરવાનું કહું છું.. પછી તે કહે છે કે તું મારા રૂમમાં છે. તું મારા રૂમમાં ઊંઘી રહ્યો છે, અહીં મારી ઇચ્છા મુજબ બધું થશે… આ મારું પ્રી મેચ રૂટિન છે અને દરરોજ અમે લડીએ છીએ.’

આ સમયગાળા દરમિયાન રોહિત શર્મા અને ઈશાન કિશને શુભમન ગિલનું 200 ક્લબમાં સ્વાગત કર્યું હતું. વીડિયોના અંતમાં, રોહિત શર્મા મજાકમાં કિશનને પૂછતો જોવા મળે છે કે તે 200 રન બનાવ્યા પછી પણ તેની ત્રણ મેચ રમ્યો નથી, જેના જવાબમાં કિશને કહ્યું કે ભાઈ તમે કેપ્ટન છો. આ જવાબ સાંભળીને ત્રણેય ખેલાડીઓ હસવા લાગ્યા હતા.કિશને કહ્યું, ‘પણ તે ઠીક છે, દરેક બાબતમાંથી શીખવા મળે છે.’

મેચની વાત કરીએ તો ભારતે આપેલા 350 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની આખી ટીમ 337 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત 12 રનના ટૂંકા માર્જિનથી જીત્યું હતું. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન પ્રેસવેલે 140 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.

Most Popular

To Top