Surat Main

સુરતની નહેરોમાંથી મળી આવી અનેક ગણેશ પ્રતિમાઓ, ફરી દરિયામાં વિસર્જીત કરાઈ

સુરત: (Surat) આ વર્ષે મોટા ભાગે લોકોએ ઘરમાં જ ગણેશ વિસર્જન (Ganesh Visarjan) કર્યું. સુરતના રસ્તાઓ પર પણ ફક્ત 25 ટકા ભીડ જોવા મળી. હાલના સમયને જોતા સુરતીઓએ ધૈર્ય જાળવ્યું અને નાની-નાની માટીની પ્રતિમાઓ બનાવી મોટાભાગે ઘર આંગણે જ વિસર્જન કર્યું. પરંતુ શહેરમાં કેટલાક લોકોએ અણછાજતું કામ પણ કર્યું જેનો પુરાવો બીજા દિવસે એટલેકે સોમવારે સવારે સુરતની નહેરોમાં જોવા મળ્યો. પીઓપીની અનેક નાની ગણેશ પ્રતિમાઓ સુરતની નહેરોમાંથી (Canal) અને સુનસાન વિસ્તારોમાંથી મળી આવી હતી. જેને કેટલાક ગણેશ ભક્તોએ ભેગી કરી દરિયામાં ફરી વિસર્જીત કરી હતી.

સુરતમાં ઘણા લોકોએ નહેર સહિતની અવાવરૂ જગ્યાએ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. લોકોની લાગભી દુભાઈ તેમ ખંડિત હાલતમાં પ્રતિમાઓ મળી આવી હતી. આથી સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા શહેરની ડિંડોલી, ખરવાસા, પૂણાગામ ખાતેની નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી ગણેશજીની 1000 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી. ગણેશજીની 1000 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી. આ કાર્યમાં ઉધના પાંડેસરના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100 થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી.

સુરતમાં કેટલાક વર્ષો પહેલાં નદીમાં વિસર્જન કરવાની છૂટ હોવાથી લોકો મોડી સાંજે ગણેશજીની પ્રતિમાઓ નદી કિનારે મુકી ચાલ્યા જતા હતા. જેને કારણે બીજા દિવસે નદી કિનારે હજારો પ્રતિમાઓ રઝળતી જોવા મળતી હતી. હવે નદીમાં વિસર્જન કરવાની છૂટ ન હોવાને કારણે લોકો નહેરમાં કે અને સુનસાન જગ્યાએ પ્રતિમાઓ મુકીને જતા હોવાનું સામે આવ્યું છે.

નાની પ્રતિમાઓને કારણે સુરતના 3000 જેટલા ટેમ્પો ચાલકોનો ધંધો ભાંગી પડ્યો

સુરત: શહેરમાં ગણપતિ સ્થાપના અને વિસર્જન યાત્રા દરમ્યાન થતી મોટી આવક ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટરોએ ચાલુ વર્ષે ગુમાવી છે. કોરોના અગાઉના વર્ષોમાં મોટી ગણેશ પ્રતિમાના વિસર્જન માટે 14થી 28 ફૂટના ટેમ્પોનું એડવાન્સ બુકીંગ થતું હતું. આ બંને પ્રકારની પ્રક્રિયા માટે 3000 જેટલા મઘ્યમથી લઈ મોટા ટેમ્પોનો ઉપયોગ થતો હતી જે ચાલુ વર્ષે બિલકુલ થયો નથી. દર વર્ષે ગણપતિ સ્થાપના અને વિસર્જનમાં ટેમ્પો, હાથલારી, છોટા હાથી, થી-વ્હીલ ટેમ્પો અને 14થી 28 ફૂટ સુધીના ટેમ્પોનો ઉપયોગ થતો હતો. તેના માટે એક દિવસનું ભાડું 5000 થઈ 7000 રૂપિયા વસુલવામાં આવતું હતું. ચાલુ વર્ષે ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ 4 ફૂટ સુધી જ રાખવામાં આવતા મોટા ટેમ્પોની જરૂર રહી ન હતી.

આ વર્ષે મોટા ટેમ્પોનું બુકીંગ ન થયું
ટેમ્પો માલિક વેલફેર એસોસિએશનના પ્રમુખ રાજુ પટેલે જણાવ્યું હતું, કે કોરોના અગાઉના વર્ષોમાં પહેલા મોટી સાઈઝના ટેમ્પોનું એક માસ પહેલા એડવાન્સ બુકીંગ થતું હતું, ચાલુ વર્ષે એક બુકીંગ મળ્યું નથી. અગાઉના વર્ષોમાં આયોજકો માંગે તેટલું ભાડું આપવા તૈયાર રહેતા છતાં મોટા ટેમ્પો ભાડે મળતા ન હતાં. આ વર્ષે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

Most Popular

To Top