Business

શહેરમાં એક જ ઠેકાણે મકાન-દુકાન ખરીદવાની તક આપતા પ્રોપર્ટી એક્સ્પોનું સેબા દ્વારા આયોજન

સુરત. સુરત શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો સૌથી મોટો ‘HALO પ્રોપર્ટી એકસપો 2026’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસિએશન (SEBA) દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય પ્રોપર્ટી એકસ્પો 24થી 26 એપ્રિલ દરમિયાન એન્થમ સર્કલ, વલથાણ-પુણાગામ કેનાલ રોડ, આઉટર રિંગ રોડ ખાતે યોજાશે.

  • સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિયેશન દ્વારા આયોજિત એક્સ્પોનું મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલ પ્રભાત લોઢા કરશે ઉદ્ઘાટન, ઈસ્ટ સુરતના વિકાસને મળશે નવી દિશા
  • સુરતમાં યોજશે રિયલ એસ્ટેટનો ‘મહાકુંભ’, HALO પ્રોપર્ટી એકસપો 2026નું 24 એપ્રિલે ભવ્ય આયોજન

આ એક્સપોનું ભવ્ય ઉદ્ઘાટન 24 એપ્રિલે બપોરે 12:30 કલાકે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાના હસ્તે કરવામાં આવશે.

આ પ્રોપર્ટી એક્સપોને પ્રોપર્ટી મહાકુંભ’ તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે, કારણ કે અહીં 40થી વધુ જાણીતા ડેવલપર ગ્રુપ્સ તેમના રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેકટ્સ પ્રદર્શિત કરશે. જેમાં જે. એકલેરા, અનંત ગ્રુપ, ગ્રીન ગ્રુપ, દેવમ સહિતના અગ્રણી નામો સામેલ છે.

ઇવેન્ટનું આયોજન SEBA દ્વારા કરવામાં આવ્યું છે. એન્થમ કોર્પોરેશન અને ગોપિન ડેવલપર્સ આ એક્સપોના ટાઈટલ પાર્ટનર તરીકે જોડાયા છે.

આ એક્સપોની ખાસિયત એ છે કે ઘર ખરીદનાર અને રોકાણકારોને એક જ સ્થળે વિવિધ વિકલ્પો મળશે. સાથે જ કાનૂની અને નાણાકીય માર્ગદર્શન પણ ઉપલબ્ધ રહેશે, જેથી લોકો યોગ્ય અને સુરક્ષિત રોકાણનો નિર્ણય લઈ શકે.

ઇસ્ટ સુરત વિસ્તાર, જેમાં વરાછા, મોટાવરાછા, કતારગામ, ડિંડોલી, ઉધના, સચિન, કડોદરા, કામરેજ અને કિમ-પીપોદરા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, અને આ વિસ્તારો શહેરના વિકાસ માટેના આગામી મોટા કેન્દ્રો બની રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, આઇટી ઉદ્યોગ, વેપાર અને ઝડપી શહેરીકરણના કારણે આ વિસ્તાર રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

SEBA દ્વારા આયોજિત આ એકસપોનું મુખ્ય ઉદ્દેશ્ય ઇસ્ટ સુરતના વિકાસને પ્રોત્સાહન આપવું અને લોકોને તેમના સપનાનું ઘર એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવું છે. આયોજકો દ્વારા સુરતવાસીઓને આ મહોત્સવમાં જોડાવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Most Popular

To Top