Top News

More Posts

   The Latest

Most Popular

દક્ષિણથી આવતી બધી અભિનેત્રીઓ હેમામાલિની, શ્રીદેવી, જયાપ્રદા પૂરવાર થતી નથી. આમ થવાનાં ઘણા કારણો હોય છે. ઘણીવાર સાઉથમાં કારકિર્દી બન્યા પછી હિન્દીમાં આવે ત્યારે પુરું ધ્યાન હિન્દ પર નથી હોતું. હેમામાલિની, શ્રીદેવી, જયાપ્રદા જ નહિ તે પહેલાં વહીદા રહેમાન, વૈજયંતીમાલા પણ કારકિર્દીના આરંભે જ હિન્દી ફિલ્મોમાં આવી ગયેલી. આ કારણે કારકિર્દી જમાવવામાં સમય મળે અને બ્યુટીફૂલ હોવા ઉપરાંત યુવાન હોય એટલે કામણગાર પણ લાગે. ફિલ્મોમાં આ બધા સરવાળા જોવાતા હોય છે. હમણાં એટલી દિગ્દર્શિત ફિલ્મમાં પ્રિયમણી આવી રહી છે.

શાહરૂખ ખાન સાથે એ ફિલ્મમાં નયનતારા અને પ્રિયમણી જેવી બબ્બે હિરોઇનો છે જ સાઉથની સ્ટાર છે. નયનતારાએ હિન્દી ફિલ્મમાં ખાસ કામ નથી કર્યું પણ દેખાવમાં તે ગોર્જિયસ જરૂર છે. જયારે પ્રિયમણી વિત્યા ત્રણ વર્ષથી ‘ધ ફેિમલી મેન’ વેબસિરીઝમાં કામ કરી રહી છે અને એકતા કપૂરની ‘હિઝ સ્ટોરી’ માં પણ હમણાં કામ કરેલું. અને એવું માનવાની જરૂર નથી કે તમિલ, તેલુગુ ફિલ્મોથી નવરી પડી હશે એટલે હિન્દીમાં વેબ સિરીઝને ફિલ્મો કર છે. હકીકતે અત્યારે પણ તે નવ ફિલ્મોના શૂટિંગમાં બિઝી છે.

આમાં એટલીની ફિલ્મ તો છે જ પણ અજય દેવગણ સાથેની ‘મેદાન’ પણ છે આ સિવાયની ફિલ્મો તમિલ, તેલુગુ, કન્નડમાં છે. ૨૦૦૩ થી તે ફિલ્મોમાં છે ને ‘પરુથવીરન’ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીતી ચુકી છે. સાઉથની અત્યંત સફળ અભિનેત્રીમાં તેનું નામ છે. મણી રત્નમે તેને ‘રાવણ’ માં તો રામગોપાલ વર્માએ ‘રકતચરિત્ર’ માં ભૂમિકા આપેલી એટલે હિન્દીથી તે દૂર નથી. વિદ્યા બાલન સાથે સગપણ ધરાવતી પ્રિયમણીએ ભારતી રાજા, બાલુ મહેન્દ્ર જેવા દિગ્દર્શકો સાથે ય કામ કર્યું છે. તે એક ભાષાની ફિલ્મોમાં કામ કરવામં માનતી નથી અને ફિલ્મ ઉપરાંતના માધ્યમો પણ તેને ગમે છે.

અત્યાર સુધીમાં મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુના વીસેક જેટલા રિયાલિટી શોની જજ રહી ચુકી છે. સામાન્યપણે તેને ડાન્સ શોના જજ તરીકે વધારે સ્વીકૃતિ મળી છે. ત્રણેક વર્ષથી વેબસિરીઝમાં ય કામ કરે છે. જો તમને ‘ચેન્નઇ એકસપ્રેસ’નું ‘વન, ટુ, થ્રી ફ્રોર’ ગીત યાદ હશે તો શાહરૂખ સાથે પ્રિયમણી જ હતી. ડાન્સમાં તે અવ્વલ છે. એટલીની શાહરૂખ સાથેની ફિલ્મ મળી એટલે તેણે તરત સ્વીકારી લીધી તે પણ અગાઉના પરચયના કારણે.

શાહરૂખ ખાનનો ડબલ રોલ છે ને પ્રિયમણી તેની સાથે અસરદાર ભૂમિકામાં છે. અજય દેવગણ સાથેની ‘મેદાન’ ફિલ્મ આવતા મહિને દશેરાએ રજૂ થવાની છે. અગાઉની ફિલ્મોએ તેને સારી ઓળખ નહોતી આપી પણ હવેની બન્ને ફિલ્મોથી પ્રિયમણી ઓળખાશે. પાંચેક વર્ષ પહેલાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝર મુસ્તફા રાજને પરણેલી પ્રિયમણી સારી તક મળે તો ટેલેન્ટ દેખાડી દે છે એટલે આવનારા સમયમાં તે ચકિત કરશે.

To Top