Sports

બોલો, ન્યૂઝીલેન્ડને ધમકીનો ઇ-મેલ ભારતથી મોકલાયો: પછતાવો અનુભવતા પાકિસ્તાનનો આરોપ

પાકિસ્તાન (Pakistan) પ્રવાસને ન્યૂઝીલેન્ડ (New Zealand)ની ટીમે રદ કરતા પાકિસ્તન દ્વારા પોતાના બચાવમાં અવનવા કારણો બહાર પાડવામાં આવી રહ્યા છે, ત્યારે હવે પાકિસ્તાનના સૂચનામંત્રી ફવાદ ચૌધરીએ બુધવારે આરોપ લગાવ્યો છે કે, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમને ભારત (India)થી ધમકીભર્યો ઇ-મેલ (E-mail) મોકલાયો હતો. જેના કારણે ન્યૂઝીલેન્ડે તેમના દેશનો પ્રવાસ રદ્દ કર્યો છે.

મહત્વની વાત છે કે પહેલાથી જ ન્યૂઝીલેન્ડની ટીમે સુરક્ષાના ખતરાનો હવાલો આપતા ગત શુક્રવારે પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો હતો. જેના પછી ઇસીબી (England)એ પણ સોમવારે આગામી મહિને પાકિસ્તાનમાં નિર્ધારિત દ્વિપક્ષિય સિરીઝ રદ્દ કરી નાંખી હતી. પહેલાં ન્યૂઝીલેન્ડ અને પછી ઈંગ્લેન્ડે પાકિસ્તાનનો ક્રિકેટ પ્રવાસ રદ કરી દેતાં પાકિસ્તાન ભૂરાંટું બન્યું છે. વૈશ્વિસ્તરે થૂ થૂ થતાં પાકિસ્તાનના ક્રિકેટરો અને મંત્રીઓ હવે અપમાનિત મહેસૂસ કરી રહ્યાં છે અને મનફાવે તેમ નિવેદનો આપી રહ્યાં છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજા (Pakistan cricket Board President Ramiz Raja)તો ખૂબ નિરાશ થયા છે અને એક બાદ એક તેમના નિવેદનો દ્વારા તેમની અકળામણ બહાર આવી રહી છે તો બીજી તરફ પાકિસ્તાનના એકમંત્રીએ તો ન્યૂઝીલેન્ડના રદ કરાયેલા પ્રવાસ માટે સીધેસીધું ભારતને (India) જ જવાબદાર ગણાવી દીધું છે.

ન્યુઝીલેન્ડ પછી ઇંગ્લેન્ડે પણ પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો તે પછી ભારતની સાથે આ બંને દેશ પણ પોતાના દૂશ્મન  હોવાની વાત કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના (PCB) નવા વરાયેલા અધ્યક્ષ રમીઝ રાજાની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ છે. મંગળવારે ગળુ ફાડીને હવે બધાને ક્રિકેટના મેદાનમાં જોઇ લેવાની વાત કરનારા રમીઝ રાજા બુધવારે રડમસ બની ગયો હતો અને રોતલ સ્વરે તેણે કહ્યું હતું કે કોરોના કાળમાં અમે સ્થિતિ ખરાબ હોવા છતાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો અને હવે અમને એવું લાગે છે કે ઇંગ્લેન્ડે અમને વાપરીને ફેંકી દીધા છે. રમીઝ રાજાએ બુધવારે કહ્યું હતું કે કોરોના રોગચાળા દરમિયાન પાકિસ્તાને બે વાર ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, તે સમયે સ્થિતિ કેટલી જોખમી હતી, વેક્સીન પણ આવી નહોતી.

અમે તે સમયે ઇંગ્લેન્ડની મદદ કરી હતી. ન્યુઝીલેન્ડે જ્યારે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો ત્યારે અમને ઇંગ્લેન્ડ પાસેથી એવી આશા હતી કે તે અમારી જૂની મિત્રતાની લાજ રાખશે અને પોતાનો પ્રવાસ નહીં ટાળે પણ અમે ખોટા પડ્યા. ઇસીબી પાસે ક્રિકેટ બિરાદરીના અન્ય સભ્યોની કટોકટીમાં સહારો બનવાની તક હતી પણ તેઓ તે ચુકી ગયા છે.

Most Popular

To Top