Madhya Gujarat

વિદ્યાનગરની હોટલમાં યુવતી પર દૂષ્કર્મ આચર્યું

આણંદ : આણંદના ફોટોગ્રાફરે તેના વકિલ અને તબીબ મિત્ર સાથે મળી યુવતીના અશ્લીલ ફોટા પાડી ચાર વરસ સુધી શારીરિક શોષણ કર્યું હતુ. આ યુવતીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ લીધાં હતાં. આ રીમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડીશ્યલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યાં છે. આ ત્રણેય પાસેથી પોલીસે મોબાઇલ ને પેનડ્રાઇવ કબજે કર્યું છે, જેમાં યુવતીના અશ્લીલ ફોટા – વિડીયો મળી આવ્યાં હતાં.

આણંદના જીવનદીપ સોસાયટીમાં સમૃદ્ધિ ફ્લેટમાં રહેતા ને ફોટોગ્રાફરનો વ્યવસાય કરતાં સંદીપ ચંદ્રશેખર તરકે તથા અમદાવાદના એડવોકેટ પ્રદ્યુમન ગોહિલે એક દિવસ યુવતીને વિદ્યાનગરની હોટલમાં બોલાવી હતી. જ્યાં તેના કપડા કાઢી નાંખ્યા હતાં અને દૂષ્કર્મ આચર્યું હતું. બાદમાં એડવોકેટ પ્રદ્યુમન ગોહિલે દૂષ્કર્મનો વિડીયો પણ ઉતારી લીધો હતો. આ વિડીયો દ્વારા વારંવાર કોલ કરી યુવતીને હોટલ પર બોલાવતો હતો આવા જ એક દિવસે પ્રદ્યુમન અને યુવતી હોટલમાં ભેગા થયાં હતાં. તે સમયે બાથરૂમમાંથી સંદીપ બહાર નીકળી તેણે પણ અશ્લીલ વિડીયો ઉતારી લીધો હતો. સંદીપે તો યુવતીને ઘરે બોલાવી અવાર નવાર દૂષ્કર્મ આચર્યું હતું.

આ ઉપરાંત દેદરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. મેહુલ પ્રજાપતિએ પણ યુવતીને પીએચસી પર બોલાવી અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ  જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે. આ કેસમાં હજુ પણ ધરપકડના ભણકારા વાગી રહ્યાં છે.

Most Popular

To Top