નવી દિલ્હી: (New Delhi) મહાભારત (Mahabharat) સિરીયલમાં (Serial) ભીમ (Bheem) ના પાત્રને જીવંત કરીને ચાહકોના (Fans) હૃદયમાં સ્થાન મેળવનાર પ્રવિણ કુમાર સોબ્તીનું...
ભરૂચ: મા નર્મદા (Narmada) જન્મજયંતીની ઉજવણી સોમવારે કરવામાં આવી હતી. આ પ્રસંગેપે ભરૂચના (Bharuch) દશાશ્વમેધ ઘાટ પર આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે...
આજકાલ ધમ્માલોમાં પણ સાલી ‘લેટેસ્ટ’ આવવા માંડી. નિશાળમાં આગલા વિદ્યાર્થીનો કોલર ખેંચવાની કે, તેના માથે ટપલી મારી આડું જોઈ લેવાની મસ્તી હવે...
વર્તમાન ભારતનાં સામાન્ય નાગરિકો પર અમેરિકાનો પ્રભાવ નોંધપાત્ર છે. ખાસ તો શહેરી ઉચ્ચ મધ્યમ વર્ગ લગભગ બધી જ વાતોમાં અમેરિકા સાથે ભારતની...
દેશના મોટાભાગના રાજ્યોમાં શાસન ગુમાવી ચુકેલી કોંગ્રેસ માટે પંજાબ વિધાનસભાની ચૂંટણી ખૂબ મહત્ત્વની બની રહેનાર છે. આ રાજ્યમાં પોતાની સરકાર જાળવી રાખવી...
લંડન(London): થોડા સમય પહેલાં સુધી જે સામે આવ્યું ન હતું તે એ છે કે ડિઝલ કાર (Diesel Car) પણ અન્ય પ્રદૂષકો, નાઈટ્રોજન...
સુરત(Surat): અડાજણ (Adajan) વિસ્તારમાં ઓએલએક્સ (OLX) પર વેચવા મુકેલો આઈફોન (I-Phone) એક અજાણ્યાએ ખરીદવાનું (Buy) કહીને એક ડોક્ટર અને રેતી-કપચીના વેપારીને મળ્યો...
દમણ(Daman): દમણનાં નાની દમણ દિલીપ નગરની લેન નં.5 ના વંશિકા એર્પાટમેન્ટમાં (Vanshika Appartment) એક લગ્ન સમારંભમાં મોડી રાત્રે ડીજે (DJ) વાગી રહ્યાની...
કીમ(Kim): ઓલપાડના (Olpad) કીમ ગામે ૨૨ વર્ષીય પરપ્રાંતિય નવપરિણીતાની હત્યા (Murder) થતાં ચકચાર મચી ગઈ છે. ઘર જમાય પતિ (Husband) જ હત્યા...
સુરત: (Surat) કેમિકલ લીકેજ દુર્ઘટનામાં 6 વ્યક્તિના મોતના જવાબદાર ગણાતી હાઇકેલ કંપનીની ત્રણ વ્યક્તિના જામીન (Bail) નામંજૂર કરવામાં આવ્યા છે. આ જ...
અમદાવાદ(Ahmedabad): ચૂંટણીઓ (Election) નજીક આવે એટલે સરકારી ભરતીની મોટી મોટી જાહેરાતો આપી રાજ્યની ભાજપ (BJP) સરકાર લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે રમત...
સુરતઃ (Surat) રાંદેર વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની હાલત છેલ્લા ચોવીસ કલાકમાં કથળી હોય તેવું લાગી રહ્યું છે. રાંદેરમાં ગઈકાલે સામાન્ય વાતને લઈને થયેલા...
ગાંધીનગર(Gandhinagar): સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) 65 હજાર કરતાં વધુ મૃતકોને ઓન લાઈન અરજીના (Online Application) આધારે 50 હજારની...
નવસારી (Navsari): નવસારી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગે ૨૦૨૧ માં વિરાવળ ગામે બંદર રોડ પૂર્ણા નદીના (Purna River) પટમાં ચાલતા ગેરકાયદેસર ખનીજ...
સુરત: (Surat) પુણામાં મોડી રાત્રે દુકાન બંધ કરીને ઘરે જઇ રહેલા દુકાનદારને (Shop Keeper) દેશી તમંચો બતાવીને મોટરસાઇકલ ઉપર આવેલા ત્રણ અજાણ્યા...
વાપી(Vapi): દમણથી (Daman) દારૂની હેરાફેરી કરતી મહિલાઓ (Women) રેલ્વે પોલીસના ( RPF) રડાર પર હતી. સુરત (Surat) તરફથી આવતી આ મહિલા ખેપિયણો...
માંડવી(Mandvi): માંડવી- ઝંખવાવ રોડ પર આવેલા ગામતળાવ ખુર્દ ગામની સીમમાંથી પસાર થતી હ્યુંડાય કંપનીના કાર (Car) ચાલકે બાઈક સવાર ત્રણ મિત્રોને અડફેટે...
અમદાવાદ(Ahmedabad): તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું (Exzam) પેપર (Paper) ફૂટ્યાનો...
સાપુતારા: (Saputara) પાર, તાપી અને નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત ડાંગમાં (Dang) પણ અંબિકા, ખાપરી અને પુર્ણા નદી ઉપર ત્રણ મહાકાય ડેમનાં ભૂતનો...
લતાજીની (Lata Mangeshkar) ખ્યાતિ વિશે અને તેમને મળેલા એવોર્ડ વિશ જાણશો તો આશ્ચર્યચકિત થઈ જશો. જેઓ ક્યારેય પણ સ્કૂલે (School) નથી ગયા...
મુંબઈ: (Mumbai) સુપ્રસિદ્ધ ગાયિકા (Singer) લતા મંગેશકરનું (Lata Mangeshkar) ગઈકાલે (6 ફેબ્રુઆરી) રવિવારના રોજ 92 વર્ષની વયે નિધન (Death) થયું હતું. કોરોના (Corona)...
આપણે ત્યાં દીકરીને (Daughter) ફોરેનનો મુરતિયો મળે એવી ઈચ્છા 90% માબાપને હોય છે પરંતુ પરદેશના મુરતિયાના“લખ્ખણ” જાણ્યા બાદ તેઓ બોલતા થઈ જાય...
સ્વર સામ્રાગ્ની સ્વ. લતા મંગેશકર (Lata Mangeshkar) વિષે આપણે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. 80 દાયકાના તેમના ગાયકીના (Singer) કેરિયર અને...
અમદાવાદ: આગામી 12-13 ફેબ્રુઆરીના રોજ આઇપીએલના (IPL) ઈતિહાસની સૌથી મોટી હરાજી થવા જઈ રહી છે. આ હરાજીમાં 10 ટીમો ભાગ લઈ રહી...
સુરત: (Surat) રાજ્યના વાહન વ્યવહાર ખાતાના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં પત્રકારોને જણાવ્યું હતું કે, સુરતમાં પાંચ કરોડના ખર્ચે નવો ઓટોમેટિક ડ્રાઇવિંગ...
તેમનું નામ તિક ન્યાટ હન્હ (Thich Nhat Hanh). વિયેતનામમાં સાધુને ‘તિક’ કહેવામાં આવે છે. સંસારનો ત્યાગ કર્યા પછી, નવા જીવનમાં ‘તિક’ તેની...
તમામ છ ઋતુઓમાં વસંતનો વૈભવ અનેરો, અનોખો હોય છે. વસંતઋતુ એ નિસર્ગના શૃંગારનો સમયગાળો. સમસ્ત પ્રકૃતિ જાણે કે જીવનમાં ઉલ્લાસ અને સર્જનનો...
આંદામાનના એક ટાપુના અને આફ્રિકાના આદિવાસીઓ આપણા કરતા પણ સુખી છે. તેઓ એટલા બધા દુન્યાથી પ્રલોભ નથી અલિપ્ત છે કે બહારના આગંતુકને...
કોરોના અને ઓમીક્રોન માટે રસીકરણ બધાં દેશોમાં કરવામાં આવે છે. ભારતમાં અમુક પ્રદેશોમાં રસીકરણ એટલુ ઉપકારક જણાયું નથી. પરંતુ વિદેશ કરતાં ઓછો...
સુરત: (Surat) ઉમરા ખાતે રહેતા અને મહિધરપુરામાં હીરાનો વેપાર (Diamond Trader) કરતા વેપારી પાસેથી હોંગકોંગના વેપારીને હીરા વેચવાનું કહીને ત્રણ જણા હીરાનું...
કેટરિંગના ધંધાની અદાવત બની જીવલેણ: મિત્ર દ્વારા ચાકુના ઘા ઝીંકી વેપારીની હત્યા
‘ઉત્સાહના અતિરેકમાં કાયદાનું ભાન ન રહ્યું’, સાંસદ જશુ રાઠવાએ ભૂલ સ્વીકારી
દાહોદના જંગલમાં ગૂંજશે વાઘણોની ત્રાડ, મધ્યપ્રદેશથી બે વાઘણ લાવવાની તૈયારી
વડોદરામાં આપઘાતનો પ્રયાસ, બે અલગ-અલગ ઘટનાઓથી ચકચાર
GCAS પહેલા રાઉન્ડનું રજિસ્ટ્રેશન પૂર્ણ,સરકારી યુનિ. માટે 2.80 લાખ ચોઇસ
વડોદરાને પૂરના પ્રકોપથી બચાવવા તંત્ર મક્કમ: મેયર-કમિશનરે સંભાળ્યો મોરચો
કાળઝાળ ગરમીમાં પાણીની નદી! અટલાદરામાં મુખ્ય પાઇપલાઇન ફાટતા હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું
વડોદરા : લાલબાગ બ્રિજ પાસે ડેરીનો ટેમ્પો અકસ્માતગ્રસ્ત, ડિવાઇડર સાથે અથડાયો
યુવક અપહરણ કેસમાં નવો વિવાદ: આરોપીનો પોલીસકર્મી પર હુમલો, પોલીસ સ્ટેશનમાં મચ્યો હોબાળો
પુષ્પા’ સ્ટાઇલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
MSU ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં B.A. પ્રવેશ પ્રક્રિયા શરૂ, 6 જૂન સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત
વીવીઆઈપી કલ્ચરને બાય-બાય! વડોદરાના નવા મેયર ગીતાબેન મકવાણા એક્ટિવા પર પહોંચ્યા પાલિકા કચેરી
ડી ટુ ડી એન્જિનિયરિંગ પ્રવેશનો માર્ગ ખુલ્યો, 22 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે પરિણામ જાહેર
સ્માર્ટ સિટીના નામે જીવલેણ બેદરકારી! બ્રિજ નિર્માણના ખુલ્લા સળિયા બન્યા રાહદારીઓ માટે મોતનો ફંદો
આસોદર ગામના તળાવમાં ડૂબી જતાં 40 વર્ષીય આધેડનું કરુણ મોત, ગામમાં શોકની લાગણી
અડાસ બ્રિજ પાસે ડીવાયએસપીની કારનો અકસ્માત, શેરડીનો રસ પીતા બે લોકો કચડાયા
ખિસકોલી સર્કલ પાસે નિર્માણાધીન હોસ્પિટલમાં આગનો કહેર, ધુમાડાના ગોટેગોટાથી વિસ્તાર ગાજ્યો
PM મોદીના વડોદરા પ્રવાસોમાં 4,035 બસોનો ઉપયોગ, GSRTCએ રૂ. 4.57 કરોડનું ભાડું વસૂલ્યું
વડોદરા-રાજકોટ રૂટ પર નવી વોલ્વો બસ સેવા શરૂ
ઘનસરમાં ગેરકાયદે માટી ખનન પર પોલીસનો દરોડો, 2 હીટાચી અને 9 હાઇવા ટ્રક જપ્ત
ભદ્ર લોકોની માનીતી દિલ્હી જિમખાના ક્લબની ૨૭.૩ એકર જમીન ખાલસા કરવામાં આવશે
પિતાની પેટી
માંજલપુરમાં એસઓજીનો સપાટો : ગાંજાના જથ્થા સાથે કેરિયર ઝડપાયો
યુરોપમાં વહેલી શરૂ થઇ ગયેલી સખત ગરમી સમગ્ર વિશ્વ માટે ચેતવણીરૂપ છે
રૂ. 2300ની ઉઘરાણીમાં યુવકનું અપહરણ ! કલાલીમાંથી ઉઠાવી હરણીના ફાર્મહાઉસે લઈ ગયા
એક મૃત દીકરી હોવા કરતાં એક છૂટાછેડા લીધેલી દીકરી હોવી વધુ સારું છે
સરકારના બિન-ઉત્પાદક ખર્ચા (મોજશોખ) પ્રજાને મોંઘા પડે છે
જંક ફૂડનો વ્યાપ અને જોખમાતું બાળપણ
ગુજરાત ગેસ કંપની તરફથી મીટર રીડિંગ માટે કર્મચારી મોકલવા બાબત
નવસારીમાં જળઆયોજનને સર્વોચ્ચ અગ્રતા જરૂરી

નવી દિલ્હી: (New Delhi) મહાભારત (Mahabharat) સિરીયલમાં (Serial) ભીમ (Bheem) ના પાત્રને જીવંત કરીને ચાહકોના (Fans) હૃદયમાં સ્થાન મેળવનાર પ્રવિણ કુમાર સોબ્તીનું (Praveenkumar sobti) આજે દુ:ખદ નિધન (Death) થયું છે. મહાભારત સિરીયલ ઉપરાંત તેઓએ શહેનશાહ જેવી અનેક બોલિવુડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. જોકે તેમના ચાહકો તેમને ભીમના પાત્રમાં વધુ પસંદ કરતા હતા.
ટેલિવિઝન જગત માટે આજે ખુબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. બી.આર. ચોપડાના પ્રખ્યાત સિરિયલ મહાભારતના ભીમ નું મૃત્યુ થયું છે. અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. પ્રવીણ કુમાર 74 વર્ષના હતા.
પ્રવીણકુમાર તેમના ઊંચા, કદાવર શરીર માટે જાણીતા હતા. પંજાબના વતની પ્રવીણ કુમારની હાઈટ 6 ફૂટ હતી. એક્ટિંગમાં પ્રવેશ પહેલાં તેઓ સ્પોર્ટ્સમાં એક્ટિવ હતા. તેઓ એક હૈમર અને ડિસ્કસ થ્રો એથ્લીટ હતા. પ્રવીણ કુમારે એશિયાઈ અને કોમનવેલ્થ ગેમ્સમાં અનેક મેડલ્સ જીત્યા હતા. હોંગકોંગમાં આયોજિત એશિયાઈ ગેમ્સમાં તેઓએ ગોલ્ડ મેડલ જીત્યું હતું. તેઓએ ઓલમ્પિકમાં બે વખત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
અંતિમ દિવસો આર્થિક તંગીમાં વીત્યા
મહાભારતના ભીમ પ્રવીણ કુમારના અંતિમ દિવસો ખૂબ જ મુશ્કેલીભર્યા રહ્યા હતા. તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યં હતાં. સૂત્રો અનુસાર પ્રવીણ કુમાર લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતા. તેઓએ સરકાર પાસે મદદની અપીલ પણ કરી હતી.
પ્રવીણ કુમારે આ રીતે અભિનયક્ષેત્રે પ્રવેશ કર્યો હતો
પ્રવીણ કુમાર 100 રૂપિયાના મહેનતાણા સાથે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. પ્રવીણ તે વખતે ગ્વાલિયરમાં બીએસએફમાં ફરજ બજાવતા હતા. ત્યારે જ તેમના મનમાં કેરિયર બદલવાનો વિચાર આવ્યો હતો. તેઓ ફરી લાઈમ લાઈટમાં આવવા માટે કામ કરવા માંગતા હતા અને થોડા સમય બાદ તેમનું સપનું પૂરું થયું હતું. જ્યારે તેમને ફિલ્મની ઓફર મળી. એક શાનદાર અભિનેતા અને સ્પોર્ટ્સ પર્સન પ્રવીણ આજે આપણી વચ્ચે રહ્યાં નથી.
રાજનીતિમાં પણ નામના મેળવી
મહાભારતમાં અભિનય કર્યા બાદ પ્રવીણ કુમારે લગભગ 50 ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. તેમની છેલ્લી ફિલ્મ 2013માં આવી હતી, જેનું નામ બારર્બીક હતું. જોકે ત્યાર બાદ તેઓએ અભિનય છોડી દીધો હતો અને વજીરપુરમાં આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા. થોડા સમય બાદ આપ છોડી તેઓ ભાજપમાં જોડાયા હતા. પ્રવીણ કુમારે પોતાના જીવનાં અનેક કામ કર્યા અને તેમાં સફળતા મેળવી. તેમ છતાં અભિનેતાના છેલ્લાં દિવસો આર્થિક તંગીમાં વીત્યા હતા. પ્રવીણ હવે આપણી વચ્ચે રહ્યાં નથી પરંતુ તેમના ચાહકોના દિલમાં તેઓ હંમેશા જીવતા રહેશે.