શું બેટરીવાળી કાર પણ પેટ્રોલ જેટલું જ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે?

લંડન(London): થોડા સમય પહેલાં સુધી જે સામે આવ્યું ન હતું તે એ છે કે ડિઝલ કાર (Diesel Car) પણ અન્ય પ્રદૂષકો, નાઈટ્રોજન ઓક્સાઈડ્સ અને નાના કણો મોટી માત્રામાં ઉત્સર્જીત કરે છે જે હવાની ગુણવત્તા અને માનવ આરોગ્યને (Health) નુકસાન પહોંચાડે છે. જો કે આ બાબત કાર ઉદ્યોગ અને સરકારી અધિકારીઓ માટે રહસ્ય ન હતી.

આ પ્રકારના કણો શ્વસન તંત્ર, હ્રદયની બીમારી અને ફેંફસાના કેન્સરનું કારણ બને છે જે હજારો કસમયના મૃત્યુ માટે જવાબદાર હોય છે. હરિયાળી રહે તે માટે ધનિક દેશોની સરકારો કાર વેરાઓ પર એક જેવી નીતિ અપનાવે છે અથવા ડીઝલ ઈંધણ પર ડ્યુટી ઓછી કરે છે એમ એન જોર્ન લોમ્બોર્ગ નામના નિષ્ણાત કહે છે. તેઓ કોપનહેગન સર્વસંમતિ કેન્દ્રના પ્રમુખ છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની હૂવર સંસ્થાના વિઝિટિંગ ફેલો છે.

આજે ડિઝલ એક ખરાબ નામ બન્યું છે અને કેટલાંક દેશો વધુ ચાર્જ અને વાહન ડ્યુટી લગાડી દંડ કરે છે. બેટરી સંચાલિત વાહનો દ્વારા ઉત્પન્ન કરાતા ‘પ્રદૂષિત કણો’ પર પર્યાવરણ પ્રધાન, જ્યોર્જ યુસ્ટીસની તાજેતરની ચેતવણી દ્વારા મને આ યાદ અપાવ્યું હતું. ધુમાડાના ઉત્સર્જનથી નહીં, પરંતુ બ્રેક લાઇનિંગ, ટાયર અને રસ્તાની સપાટીથી, કારણ કે બેટરીની હાજરીને કારણે આવા વાહનો વધુ ભારે હોય છે. જેમ માનવામાં આવે છે તેમ આ કારો પર ઓછો ખર્ચ પણ નથી આવતો એમ તેમણે કહ્યું હતું.

એક અહેવાલ મુજબ વધુ ખરાબ બાબત એ છે કે ઈલેક્ટ્રીક કારો ભારે હોય છે અકસ્માતના સંજોગોમાં તેને ચલાવતા લોકોનાં મૃત્યુની શક્યતા વધુ છે.

Most Popular

To Top