Charchapatra

જંક ફૂડનો વ્યાપ અને જોખમાતું બાળપણ

આધુનિક યુગમાં બદલાતા પ્રવાહ સાથે માનવીની જીવનશૈલી પણ બદલાતી રહી છે.વિચાર કાર્યપદ્ધતિ તથા ખાનપાનની શૈલીમાં પણ ફેરફાર જોવા મળે છે.હરીફાઈ અને ભાગદોડના યુગમાં બાળકને યોગ્ય પોષણમય આહાર પ્રાપ્ત થાય છે ખરો? આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. પરંતુ બાળક સ્વસ્થ. વિચારશીલ અને પ્રવૃતિમય છે ખરું? લંચ બોક્સમાં આવતાં શાક રોટલીનાં સ્થાને આજે જંક ફૂડ ( પીઝા. બર્ગર. નૂડલ્સ. સેન્ડવીચ) આવતાં થઈ ગયા છે.જે માત્ર સ્વાદ પૂરતો સીમિત નથી પરંતુ પેઢીના સ્વાસ્થ માટે એક ગંભીર સમસ્યા બની ગઇ છે જંક ફૂડનાં અમર્યાદિત વેચાણમાં ટીવી. સોશિયલ મીડિયા અને બાળકનું દેખીતું અનુકરણ સવિશેષ અસર કરે છે.  પોષ્ટિક આહારની સામે જંકફૂડ માંથી પ્રાપ્ત થતું પોષણથી વિધાર્થીના શારીરિક અને માનસિક સ્વસ્થ પણ હાનિકારક અસર થાય છે. કારણ કે જંકફૂડમાં વિટામિન. પ્રોટીન તથા પોષકતત્વોનો અભાવ જોવા મળે છે. વિધાર્થી જીવનમાં આવતા થાક.બેચેની . તણાવ તથા એટેકની પાછળનું કારણ ચોક્કસ જંકફૂડ નું વધુ સેવન છે. 

“ પહેલું સુખ તે જાતે નર્યા” કહેવતને પુરવાર કરવા તથા સમસ્યાના કાયમી સમાધાન માટે વાલી. શાળા તથા ઉત્પાદક વયજૂથનાં સંયુકત પ્રયાસ તથા બાળકનો ખોરાક પ્રત્યેનો હકારાત્મક અભિગમથી સમસ્યાનો અંત લાવી શકાય છે વાલી તથા શાળાકીય ક્ષેત્રે માત્રને માત્ર પોષ્ટિક આહાર જ‌‌ આપવું અને લાવવુંનાં કડક પાલનથી સમસ્યાનો ઇચ્છિત અંત લાવી શકાય છે તેથી જ કહી શકાય, “ સ્વસ્થ બાળક તંદુરસ્ત અને વિકાસમય ભારત”
નવસારી  – વિરલકુમાર ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top