શિવપુત્રી નર્મદા મૈયાની આજે જન્મજંયતિ: જાણો કઈ રીતે થઈ તેમની ઉત્પત્તિ

ભરૂચ: મા નર્મદા (Narmada) જન્મજયંતીની ઉજવણી સોમવારે કરવામાં આવી હતી. આ પ્રસંગેપે ભરૂચના (Bharuch) દશાશ્વમેધ ઘાટ પર આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે સવામણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પણ ટ્વીટ કરીને માં નર્મદા રાજ્યના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિની અવિરત ધારા વહાવે એવી મંગલ કામના કરી હતી.

નર્મદાની ઉત્પત્તિ પાછળ રોચક કથા જોડાયેલી છે. નર્મદાના પ્રાગટ્ય અંગે સર્વોમાન્ય કથા અનુસાર, સૃષ્ટિનાનિર્માણમાં દેવતાઓને પાપ લાગી ગયું હતું. ત્યાંથી તે ભરૂચ નજીક આવેલા ભાડભૂત સુધી વહે છે અને બાદમાં સમુદ્રમાં વિલીન થઇ જાય છે. નર્મદા નદીના આ પટ પર એક આખેઆખી સંસ્કૃતિ વસે છે, જેને માં નર્મદાએ ઉછેરી છે. નર્મદા નદીના આ તટ પર 74 કરોડ તીર્થ સ્થળો આવેલાં છે, જે લોકોની આસ્થાનાં કેન્દ્રો છે.શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું. ત્યારે આ પવિત્ર નદીના કિનારે જે શહેર વસેલું છે એવા ભરૂચમાં નર્મદા જયંતીની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના મહાત્મા ગાંધી ઘાટે નર્મદા જયંતીની પૂરી શ્રધ્ધાથી ઉજવણી કરાઈ
ભરૂચ વેજલપુર સર્વસમાજે તા.૭/૨/૨૦૨૨ના રોજ નર્મદા જયંતી ભાવભક્તિથી ઉજવણી કરી હતી. મહા સુદ સાતમના સોમવારે સ્વાર્થી વેજલપુર મહાત્મા ગાંધી ઘાટે ખળ ખળ વહેતી રેવાના તટે માં નર્મદા યજ્ઞ, બપોરે નર્મદા શોભાયાત્રા, સાંજે નર્મદા પૂજા અર્ચના, નૌકાવિહાર, દુધાભિષેક, ચુંદડી અર્પણ અને દીપોત્સવનો કાર્યક્રમ અનોખી રીતે ઉજવાયો હતો.

શિવજીના લલાટમાંથી નર્મદા નદીની ઉત્પત્તિ થઈ, જેથી શિવપુત્રી તરીકે ઓળખાય છે
નર્મદાની ઉત્પત્તિ પાછળ રોચક કથા જોડાયેલી છે. એક કથા અનુસાર સૃષ્ટિના નિર્માણમાં દેવતાઓને પાપ લાગી ગયું હતું. ત્યાર બાદ દેવાધિ દેવ મહાદેવ પ્રસન્ન થતાં તેમના લલાટ એટલે કે કપાળમાંથી એક બિંદુ નીકળ્યું હતું અને એક તેજવાન કન્યા પ્રગટ થઇ હતી. આ કન્યાનું તેજ એટલું હતું કે તેની સામે દેવતાઓનું તેજ પણ ઝાંખું પડી ગયું હતું. જ્યારે દેવતાઓએ શિવજીને આ કન્યાનું નામ પૂછતાં તેમણે કહ્યું હતું કે મારી જટામાંથી ઉત્પન્ન થઇ હોવાથી તેનું નામ જટા શંકરી અને કલ્પો કલ્પાંત સુધી તેનો ક્ષય થશે નહીં. આથી તેનું નામ નર્મદા તરીકે પ્રસિદ્ધ થશે. નર્મદાને અમરત્વનું વરદાન મળ્યું હોવાથી તે સૃષ્ટિના વિનાશ બાદ પણ ખળખળ વહેતી રહેશે. નર્મદા નદીનું ઉદગમ સ્થાન મધ્યપ્રદેશનું અમરકંટક છે. નર્મદા નદીના તટ પર 74 કરોડ તીર્થ સ્થળો આવેલાં છે, જે લોકોની આસ્થાનાં કેન્દ્રો છે.

Most Popular

To Top