મહાભારતના ‘ભીમ’ પ્રવિણ કુમારનું નિધન, તેમના છેલ્લાં દિવસો આર્થિક તંગીમાં વીત્યા

નવી દિલ્હી: (New Delhi) મહાભારત (Mahabharat) સિરીયલમાં (Serial) ભીમ (Bheem) ના પાત્રને જીવંત કરીને ચાહકોના (Fans) હૃદયમાં સ્થાન મેળવનાર પ્રવિણ કુમાર સોબ્તીનું (Praveenkumar sobti) આજે દુ:ખદ નિધન (Death) થયું છે. મહાભારત સિરીયલ ઉપરાંત તેઓએ શહેનશાહ જેવી અનેક બોલિવુડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. જોકે તેમના ચાહકો તેમને ભીમના પાત્રમાં વધુ પસંદ કરતા હતા.

ટેલિવિઝન જગત માટે આજે ખુબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. બી.આર. ચોપડાના પ્રખ્યાત સિરિયલ મહાભારતના ભીમ નું મૃત્યુ થયું છે. અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. પ્રવીણ કુમાર 74 વર્ષના હતા.

પ્રવીણકુમાર તેમના ઊંચા, કદાવર શરીર માટે જાણીતા હતા. પંજાબના વતની પ્રવીણ કુમારની હાઈટ 6 ફૂટ હતી. એક્ટિંગમાં પ્રવેશ પહેલાં તેઓ સ્પોર્ટ્સમાં એક્ટિવ હતા. તેઓ એક હૈમર અને ડિસ્કસ થ્રો એથ્લીટ હતા. પ્રવીણ કુમારે એશિયાઈ અને કોમનવેલ્થ ગેમ્સમાં અનેક મેડલ્સ જીત્યા હતા. હોંગકોંગમાં આયોજિત એશિયાઈ ગેમ્સમાં તેઓએ ગોલ્ડ મેડલ જીત્યું હતું. તેઓએ ઓલમ્પિકમાં બે વખત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

અંતિમ દિવસો આર્થિક તંગીમાં વીત્યા
મહાભારતના ભીમ પ્રવીણ કુમારના અંતિમ દિવસો ખૂબ જ મુશ્કેલીભર્યા રહ્યા હતા. તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યં હતાં. સૂત્રો અનુસાર પ્રવીણ કુમાર લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતા. તેઓએ સરકાર પાસે મદદની અપીલ પણ કરી હતી.

પ્રવીણ કુમારે આ રીતે અભિનયક્ષેત્રે પ્રવેશ કર્યો હતો
પ્રવીણ કુમાર 100 રૂપિયાના મહેનતાણા સાથે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. પ્રવીણ તે વખતે ગ્વાલિયરમાં બીએસએફમાં ફરજ બજાવતા હતા. ત્યારે જ તેમના મનમાં કેરિયર બદલવાનો વિચાર આવ્યો હતો. તેઓ ફરી લાઈમ લાઈટમાં આવવા માટે કામ કરવા માંગતા હતા અને થોડા સમય બાદ તેમનું સપનું પૂરું થયું હતું. જ્યારે તેમને ફિલ્મની ઓફર મળી. એક શાનદાર અભિનેતા અને સ્પોર્ટ્સ પર્સન પ્રવીણ આજે આપણી વચ્ચે રહ્યાં નથી.

રાજનીતિમાં પણ નામના મેળવી
મહાભારતમાં અભિનય કર્યા બાદ પ્રવીણ કુમારે લગભગ 50 ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. તેમની છેલ્લી ફિલ્મ 2013માં આવી હતી, જેનું નામ બારર્બીક હતું. જોકે ત્યાર બાદ તેઓએ અભિનય છોડી દીધો હતો અને વજીરપુરમાં આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા. થોડા સમય બાદ આપ છોડી તેઓ ભાજપમાં જોડાયા હતા. પ્રવીણ કુમારે પોતાના જીવનાં અનેક કામ કર્યા અને તેમાં સફળતા મેળવી. તેમ છતાં અભિનેતાના છેલ્લાં દિવસો આર્થિક તંગીમાં વીત્યા હતા. પ્રવીણ હવે આપણી વચ્ચે રહ્યાં નથી પરંતુ તેમના ચાહકોના દિલમાં તેઓ હંમેશા જીવતા રહેશે.

Most Popular

To Top