મોસાળનું જમણ અને મા નું પીરસણ જેવી ગુજરાતી કહેવતને યર્થાથ ઠેરવતી સાંપ્રત સરકાર જાહેર ખર્ચાની બાબતે અને નાગરિકોને કનડતી રોજબરોજની સમસ્યાઓ તરફે...
નર્મદનગરી સુરતની ઝૂંપડપટ્ટીઓથી સેવાની શરૂઆત કરનારાં, શ્રમજીવીઓ-બજારમાં કપડાં વેચતી, કચરો વણતી, બીડી વાળતી, અગરબત્તી બનાવતી, ગોદડીઓ સીવતી બહુધા ઝૂંપડપટ્ટીઓની મજદુર સ્ત્રીઓની યાતનાને...
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ૮ મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ કોઈ દેશ યુદ્ધમાં જીતતો હોય તેવું લાગતું નથી....
મહાન ચિંતક સોક્રેટીસ પોતાના વિચિત્ર વર્તન માટે જાણીતા હતા.તેની નજીકના લોકો તેમના વિચિત્ર વર્તન પાછળ ચોક્કસ કોઈ કારણ હશે તેમ સમજી જતા...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાને (Team India) 10 નવેમ્બરે T20 વર્લ્ડ કપમાં (T20 World Cup) ઈંગ્લેન્ડ (England) સામેની સેમીફાઈનલ (Semi final) મેચ (Match)...
માંદગીનાં વાઈબ્રેશન આવવા માંડે ત્યારથી જ અમુક તો ધ્રૂજવા માંડે. તત્કાળ કડડભૂસ થઇ જવાના હોય એમ ડરેલુ-ડરેલુ થઇ જાય. હોય ખાલી શરદી,...
ગયા સપ્તાહે આ કોલમમાં જે ચિંતા વ્યકત કરવામાં આવી હતી તે લગભગ સાચી પડી છે. ગુજરાતમાં ઘણી યુનિવર્સિટીઓએ વેકેશન ખૂલતાં જ શરૂ...
હજી તો શિયાળો માંડ શરુ થયો છે અને દેશની રાજધાનીના શહેર દિલ્હીમાં પ્રદૂષણનો કકળાટ શરૂ થઇ ગયો છે. છેલ્લા કેટલાક વર્ષથી દર...
ફૂલઉમરાણ ગામ એ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલું છે. આ ગામ જિલ્લાના વડું મથક વ્યારાથી પૂર્વ દિશામાં ૭૨ કિ.મી.ના અંતરે અને તાલુકા...
ગુજરાત: તમામ રાજકીય પક્ષો ગુજરાતની (Gujarat) ચૂંટણીની (Election) તૈયારીમાં વ્યસ્ત છે. મોટા નેતાઓ આ દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે....
ગાંધીનગર: આવતીકાલે દેવ દિવાળીએ તારીખ 8/11/22 ના રોજ મેષ રાશિ અને ભરણી નક્ષત્રમાં ચંદ્ર ગ્રહણ થશે. જે ભારતમાં ગ્રસ્તોદય દેખાશે, તેથી તેનો...
રાજપીપળા: નર્મદાના નાંદોદના (Nandod) બોરીદ્રા ગામમાં અને તેની આજુબાજુનાં ગામો જેવાં કે નાની-મોટી ચીખલી(Chikhli) તથા મોવી ગામમાં ભૂકંપ (Earthquake) જેવા ધડાકા છેલ્લા...
સુરત: સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ફ્રોડ જીએસટી બિલ (GST Bill) મામલે ઇકોનોમી સેલને મોટી સફળતા મળી છે. તેમાં 14 ઇસમની ધરપકડ (Arrest)...
સુરત: પીપલોદ (Piplod) ખાતે ઇસ્કોન મોલમાં પેરેડાઈઝ સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના પર ઉમરા પોલીસે (Police) રેઈડ કરી ત્યાંથી બે લલનાને મુક્ત...
સુરત : શાહપોર ખાતે રહેતી અને એલએલબીનો (LLB) અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ (Student) તેના મિત્રને મોકલેલો તેનો બિભત્સ વિડીયો (Video) અજાણ્યાએ ઇન્સ્ટાગ્રામ (Instagram)...
ઘેજ : ચીખલી (Chikhli) તાલુકાના ખુડવેલની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરાતા પોલીસે (Police) સાદડવેલ ગામના ૧૩ સામે ગુજરાત જમીન (Lend) પચાવી...
મુંબઈ: સોનાક્ષી સિન્હાની ફિલ્મ ‘અકિરા’માં એક મજબૂત પોલીસ (Police) અધિકારીની ભૂમિકા ભજવનાર બોલિવૂડના (Bollywood) જાણીતા નિર્માતા નિર્દેશક અનુરાગ કશ્યપ ફરી એકવાર પોતાની...
ઉમરગામ : ઉમરગામમાંથી (Umargam) એક સગીર વયનો યુવક ગુમ થતા ચિંતાતુર પરિવારે અપહરણની (Kidnapping) આશંકા સાથે પોલીસ (police) ફરિયાદ નોંધાવતા ચકચાર મચી...
સેલવાસ-દમણ : દક્ષિણ ગુજરાતની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રના (Maharashtra) પાલઘર જિલ્લાના જવાહર પાસે સેલવાસથી (Selvas) નાશિક જતી બસ અને જલગાંવથી સેલવાસ આવતી...
બારડોલી: બારડોલી (Bardoli)–કડોદ રોડ પર આવેલા પણદા ગામ (Panda Village )જાણે અકસ્માત વિસ્તાર બની ગયો હોય તેમ અકસ્માતની (Accident) વણજાર જોવા મળી...
નવી દિલ્હી: ઈરાનમાં (Iran) હિજાબનો (Hijab) ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. હવે હિજાબ વિરુદ્ધ આંદોલનની આગ ઈરાનથી ભારત (India) સુધી પહોંચી ગઈ...
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસમથકની સર્વેલન્સ ટીમને વાલિયાથી અંકલેશ્વર (Ankleshwar) હાંસોટ રોડ પર અર્ટીકા કારમાં (Car) મોટા પાયે વિદેશી દારૂની (Alcohol) હેરાફેરી થવાની...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) શિંદે ફડણવીસ સરકારની સ્થાપના બાદ પ્રથમ વખત મોટી સંખ્યામાં આઈપીએસ (IPS) અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 104 અધિકારીઓને નવી...
વ્યારા: જૂના કુકરમુંડા (Kukarmunda) ગામની સીમમાં આવેલ સુગર ફેકટરી (Sugar Factory) પાસેથી પસાર થતા રસ્તાના વળાંકમાં સવારે મજૂર ભરીને જતી રિક્ષા (Rickshaw)...
મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટીંગનું માનવું છે કે હારિસ રઉફની બોલ પર સ્ટ્રેટ ડ્રાઈવ પર વિરાટ કોહલીએ (Virat Kohli) ફટકારેલો...
સિડની/કોલંબિયા : આજે સોમવારે સિડનીની સ્થાનિક કોર્ટે મહિલા દ્વારા લગાવાયેલા બળાત્કારના (Rape) કેસના શ્રીલંકન ક્રિકેટ ટીમના ખેલાડી (Player) દાનુષ્કા ગુનાથિલકાના જામીન નકારી...
એડિલેડ: દોઢ વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં (International Cricket) ડેબ્યુ કરનાર સૂર્યકુમાર યાદવને હવે તેની મેદાનના દરેક ખૂણે શોટ (Shot) ફટકારવાની કાબેલિયતને કારણે...
દેલાડ: ઓલપાડ પોલીસે તાલુકાના ભટગામની ખેત સીમમાં આઈસર ટેમ્પોમાં (Icer Tempo) લક્ષ તથા ક્લિનીક પ્લસ શેમ્પુના (Shampoo) બોક્ષની (Box) આડમાં સંતાડી કાર્ટિંગ...
ગાંધીનગર : ‘આ ગુજરાત મેં બનાવ્યુ છે’ તેવા ભાજપના (BJP) પ્રચાર અભિયાનને આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે લોન્ચ કર્યુ હતું. કમલમ કાર્યાલય...
અમદાવાદ : કેન્દ્ર સરકારમાં લગભગ 70 લાખ કરતાં વધુ નોકરીઓ (Job) ખાલી છે. એક તરફ કેન્દ્ર સરકાર દરેક વિભાગો ડિપાર્ટમેન્ટનું ખાનગીકરણ કરી...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
મોસાળનું જમણ અને મા નું પીરસણ જેવી ગુજરાતી કહેવતને યર્થાથ ઠેરવતી સાંપ્રત સરકાર જાહેર ખર્ચાની બાબતે અને નાગરિકોને કનડતી રોજબરોજની સમસ્યાઓ તરફે તદ્દન દુર્લક્ષ સેવી રહી છે. તળ સુરતની ત્રાહિમામ્ થઈ ચૂકેલી પ્રજા હવે કંઈ જ નક્કી નથી કરી શક્તી કે, આવનારી ચૂંટણીઓમાં કોની તરફે મતદાન કરવું. એક તરફ છૂપો લોકઆક્રોશ ચરમસીમા ઉપર છે, ત્યારે બીજી તરફે ‘‘કૌભાંડી’’ એવી ભૂતપૂર્વ કોંગ્રેસ સરકારની જ અદ્દલ રીતરસમે હાલની સરકાર પણ પોતાના જાહેર લોકાભિમુખ કાર્યક્રમોમાં જનમેદની એકઠી કરવા પ્રયત્નશીલ છે. છેવાડાનાં ગામડાંઓના સંકલિત બાળ વિકાસ અને સમાજ કાર્યક્રમના કાર્યકરોને સાદા ગણવેશમાં હાજર કરવામાં નુસખા અપનાવે છે. સુરત મનપાના કર્મીઓને પણ ઉપરી તરફથી અપાતાં મૌખિક સૂચનો મુજબ ‘ગણવેશ વગર’ (સામાન્ય પ્રજા જેવો દેખાડો કરવા હેતુથી) જે તે સ્થળે (તાજેતરમાં જ ‘ઈન્ડોર સ્ટેડિયમ’ ગવાહ છે) હાજર રહેવાનાં ફરમાન જારી થતાં રહે છે.
‘શાણાં’ મતદાતાઓ ‘મન’માંજ બબડે છે કે આ તો ‘ભૂત’ ગયું ને ‘પલિત’ આવ્યું. દારૂના અડ્ડા, હત્યાઓ રાજમાર્ગો ઉપર ‘‘દુકાન’’ની અંદર ‘‘દુકાન’’ (વગર લાઈસન્સની) દુકાનની સામે ‘‘પેટા દુકાનો’’, લારી ગલ્લાનાં દબાણો, વાહન પાર્કિંગ બાબતે રોજબરોજની માથાકૂટો, બહુધા સરકારી કચેરીઓના દરવાજે ‘‘એજન્ટો’’નાં ટોળેટોળાં, શહેરમાં ડોકટર, વકીલ, ઈજનેરો, શિક્ષણવીરો, સામાજિક કાર્યકરો’ના જાણે મુખોટા પહેરાવી દરેક ક્ષેત્રને જાણે રાજકીય અખાડામાં પરિવર્તિત કરી રહેલ ‘‘સત્તાભૂખ્યા’’ સેવકો દેશને અને ગુજરાતી રાજ્યને કઈ દિશામાં અને કેવી દશામાં તબદીલ કરશે? એટલો તો ‘‘નિષ્કર્ષ’’ છે કે,…. ‘‘અચ્છે દિન’’ નો વાયદો ભૂલી જવાનો અને ‘‘યોગ’’ ને બદલે ‘‘ઉપયોગ’’ કોનો, કેવી રીતે, ક્યારે કરવો એ તમામ બાબતોનો અભ્યાસ સાંપ્રત યુવાપેઢીને કમળધારીએ શીખવી દીધો છે.
સુરત – પંકજ શાં. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.