Dakshin Gujarat

ઉમરગામથી સગીર ગુમ થતા પરિવાર જનોએ જતાવી અપહરણની આશંકા

ઉમરગામ : ઉમરગામમાંથી (Umargam) એક સગીર વયનો યુવક ગુમ થતા ચિંતાતુર પરિવારે અપહરણની (Kidnapping) આશંકા સાથે પોલીસ (police) ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ ગાંધીવાડી સાકેત નગરમાં રહેતા મૂળ બિહારના એક પરિવારનો 14 વર્ષની ‌ઉમરનો સગીર વયનો યુવક ધોરણ સાતમાં અભ્યાસ કરે છે. તે શનિવારના રોજ ઘરેથી ક્યાંક ચાલી જતા ગુમ થતા યુવકના પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. તેમ છતાં તે મળી આવ્યો ન હતો. આ સગીર યુવકનું અપહરણ કરી લઈ ગયાની આશંકા સાથે પરિવારજનોએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં જાણ ફરિયાદ કરતા ઉમરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુમ થનાર 14 વર્ષનો યુવક હિન્દી ભાષા જાણે છે અને થોડી ઘણી ગુજરાતી ભાષા પણ સમજે છે. તેણે બ્લુ સફેદ ચોકડી વાળું લાંબી બાઈનું શર્ટ તથા કમરે બ્લુ કલરનો જીન્સ પેન્ટ પહેરેલો છે. દેખાવે ઘઉવણ ઉંચાઈ આશરે પાંચ ફૂટ એક ઇંચ છે.

અંકલેશ્વરમાં ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના અપહરણના ગંભીર ગુનામાં સી.આર.પી.સી. કલમ-70 મુજબના વોરંટનો તથા સુરત જિલ્લાના સરથાણા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લાં બે વર્ષથી રીઢો આરોપી બદરુદ્દીન અશરુદ્દીન ખાન (રહે., મલેક ફળિયું, નાની બજાર, એસ.કે.શોપ, હાંસોટ)નો પોલીસ ધરપકડથી નાસતો ફરતો હતો.ટીમને આરોપી તેના ઘરે આવવાની માહિતી મળી હતી. જેની ભરૂચ એલસીબી ટીમને બાતમી હકીકત મળી હતી કે, આ રીઢો આરોપી તેના હાંસોટથી તેના ઘરે આવ્યો છે. આ માહિતીના આધારે પોલીસે તેના ઘરે તપાસ કરીને તેને ઝડપી પાડ્યો હતો. તેની સામે સી.આર.પી.સી.ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પ્રથમ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. ત્યાર બાદ વધુ કાર્યવાહી માટે સરથાણા પોલીસમથક (સુરત) ખાતે મોકલી દેવામાં આવનાર છે.

Most Popular

To Top