Entertainment

વિજય માલ્યા ઉપર તૈયાર થવા જઈ રહી છે ફિલ્મ, આ કલાકાર માલ્યાની ભૂમિકા ભજવશે

મુંબઈ: સોનાક્ષી સિન્હાની ફિલ્મ ‘અકિરા’માં એક મજબૂત પોલીસ (Police) અધિકારીની ભૂમિકા ભજવનાર બોલિવૂડના (Bollywood) જાણીતા નિર્માતા નિર્દેશક અનુરાગ કશ્યપ ફરી એકવાર પોતાની અભિનય કુશળતા બતાવવા જઈ રહ્યા છે. આ વખતે તે દેશના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના રોલમાં જોવા મળશે. ‘શિવાજી’, ‘અપરિચિત’ અને ‘2.0’ જેવી ફિલ્મોમાં દક્ષિણ ભારતીય નિર્દેશક શંકરના આસિસ્ટન્ટ રહેલા કાર્તિકે અનુરાગને પોતાની ફિલ્મમાં આ રોલ આપ્યો છે.

  • કાર્તિક વિજય માલ્યાના કેસ પર ફિલ્મ ‘ફાઈલ નંબર 323’ બનાવવાની તૈયારી કરી રહ્યો છે
  • જો બધુ બરાબર રહેશે તો તે આ મહિને અનુરાગ કશ્યપ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે
  • ફિલ્મ ‘ફાઈલ નંબર 323’ ભારતમાં આર્થિક ભાગેડુઓની પૃષ્ઠભૂમિ પર આધારિત છે

કાર્તિક વિજય માલ્યાના કેસ પર ફિલ્મ ‘ફાઈલ નંબર 323’ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ, કાર્તિક આ ફિલ્મમાં વિજય માલ્યાના રોલ માટે અનુરાગ કશ્યપ સાથે ઘણા રાઉન્ડથી વાતચીત કરી રહ્યો છે અને જો બધુ બરાબર રહેશે તો તે આ મહિને અનુરાગ કશ્યપ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મ ‘ફાઈલ નંબર 323’ ભારતમાં આર્થિક ભાગેડુઓની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.

ફિલ્મના નિર્માણની નજીકના સૂત્રો જણાવે છે કે ફિલ્મ ‘ફાઇલ નંબર 323’માં વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ટોચના ઉદ્યોગપતિઓ દ્વારા વાસ્તવિક જીવનના કૌભાંડો દર્શાવવામાં આવશે. જોકે, ફિલ્મની મુખ્ય વાર્તા વિજય માલ્યા પર કેન્દ્રિત હશે અને તેમાં વિજય માલ્યાના જીવન સાથે જોડાયેલા તમામ પાસાઓ બતાવવામાં આવશે. જેમાં તેમની રોયલ ફ્લાઈટ્સ, પાર્ટીઓ અને ચાર્ટર્ડ એરક્રાફ્ટના વિવાદોને મસાલેદાર ફિલ્મની જેમ રજૂ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, ફિલ્મનું શૂટિંગ 20 નવેમ્બરથી મુંબઈમાં શરૂ થશે. તેના ફિલ્મ યુનિટ યુકે સહિત યુરોપના વિવિધ દેશોમાં ફિલ્મનું શૂટિંગ કરશે. ફિલ્મમાં નીરવ મોદી અને મેહુલ ચોકસીના પાત્રો માટે કેટલાક લોકપ્રિય નામોની પણ શોધ કરવામાં આવી રહી છે. ફિલ્મ ‘ફાઈલ નંબર 323’ આવતા વર્ષે એટલે કે 2023માં રિલીઝ થશે.

Most Popular

To Top