Dakshin Gujarat

વડીલો પાર્જિત જમીન પડાવી લેવાના કાવતરામાં જાનથી મારી નાંખવાની ધમકી આપી

ઘેજ : ચીખલી (Chikhli) તાલુકાના ખુડવેલની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરાતા પોલીસે (Police) સાદડવેલ ગામના ૧૩ સામે ગુજરાત જમીન (Lend) પચાવી પાડવા પર પ્રતિબંધની જોગવાઇ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી લીલાબેન બુધાભાઇ હળપતિની માલિકીવાળી વડીલો પાર્જિત ખુડવેલ ગામના સર્વે નંબર – ૨૧૦ ખાતા નંબર ૧૩૦ જૂનો સર્વે નંબર જૂની શરતની એએ વાળી ક્ષેત્રફળ વાળી જમીન તેઓ સત્તાવીસ વર્ષ અગાઉથી આરોપીઓ પાસેથી કબજો માંગતા હતા. ત્યારે હાલમાં જે પાક તૈયાર કરેલો છે તે ઉતારીને આપી દઇશું તેમ જણાવી આજદિન સુધી જમીનનો કબજો નહીં આપી ખેતી પણ કરવા દેતા ન હતા અને ખેતી કરવા જાય તો ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી.

આરોપીઓ વિરુધ્ધ પ્રાથમિક દૃષ્ટિએ ગુનો સ્થાપિત થતો હોવાથી અરજી ગ્રાહ્ય
કોઇપણ સંજોગોમાં જમીનનો હક્ક, કબજો આપીશુ નહીં અને ખેતી કરવા દઇશુ નહીં તેમ જણાવતા લીલાબેન હળપતિએ ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમ હેઠળ જિલ્લા કલેક્ટરને સંબોધી ફેબ્રુઆરી-૨૦૨૨ મા મહેસૂલ વિભાગના ઓનલાઇન પાર્ટલ પર અરજી કરતા જુલાઇ-૨૦૨૨ માં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ રચાયેલા સમિતિની બેઠકમાં આરોપીઓ વિરુધ્ધ પ્રાથમિક દૃષ્ટિએ ગુનો સ્થાપિત થતો હોવાથી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી.

સાદડવેલ ગામના આ 13 સામે પોલીસે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધ્યો
પોલીસે સાદડવેલ ગામના ટાટી ખાડી ફળિયામાં રહેતા સુમન બાપુડીયાભાઇ પટેલ,રાજુભાઇ સુમનભાઇ પટેલ,દશરથ સુમનભાઇ પટેલ, સાયલાભાઇ બાપુડીયાભાઇ પટેલ, દિલીપભાઇ સાયલાભાઇ પટેલ, રવિન્દ્રભાઇ સાયલાભાઇ પટેલ સંગીતાબેન રવિન્દ્રભાઇ પટેલ, નયનાબેન રાજુભાઇ પટેલ, રીટાબેન નરેશભાઇ પટેલ, નગીનભાઇ બાપુડીયાભાઇ પટેલ,સુરેશ નગીનભાઇ પટેલ, વિજય નગીનભાઇ પટેલ, મધુબેન દશરથભાઇ પટેલ સહિત તેર જેટલા સામે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમની જોગવાઇ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top