Dakshin Gujarat

કુકરમુન્ડામાં મુસાફોથી ખચોખચ ભરેલી રીક્ષા પલ્ટી ગઈ: 7 ઘાયલ 1નું મોત

વ્યારા: જૂના કુકરમુંડા (Kukarmunda) ગામની સીમમાં આવેલ સુગર ફેકટરી (Sugar Factory) પાસેથી પસાર થતા રસ્તાના વળાંકમાં સવારે મજૂર ભરીને જતી રિક્ષા (Rickshaw) પલ્ટી જતા આઠ મહિલાઓ ઘવાઈ હતી. જેમાં એક મજૂર મહિલાનું સારવાર દરમિયાન મોત જાહેર કરતા શોક છવાઈ ગયો હતો.જ્યારે રિક્ષામાં સવાર અન્ય ૭ મહિલાઓ હોસ્પિટલ (Hospital) સારવાર અર્થે ખસેડાઈ હતી.નિઝર તાલુકાનાં આડદાનાં દયનાથ દિલીપ પાડવી રિક્ષા ચલાવી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હોય,રોજ સવારે આઠેક મહિલાઓ તેમાં બેસીને વેલ્દા ગામે મજૂરી કામે જઈ રહ્યા હતા. તે અરસામાં રિક્ષા પુરપાટ ઝડપે હોય રિક્ષા ચાલક સુગર ફેકટરી પાસે વળાંક પર રિક્ષા ઉપરથી કાબુ ગુમાવી દેતાં આ પેસેંજરો ભરેલ રિક્ષા પલટી મારી ગઈ હતી.

મૃતકનાં પતિ ની ફરિયાદને આધારે પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
જેમાં યોગિતાબેન અજીતભાઇ પ્રધાન ગંભીર રીતે ઘવાયેલ હોય હોસ્પિટલની વધુ સારવાર મળે તે પહેલાં જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મહિલાઓમાં મહેશ્વરીબેન ભાંગાભાઇ પાડવી, જેસનાબેન જયસિંગભાઇ વળવી, સવિતાબેન દિલીપભાઇ વસાવે, જેસનાબેન અજયભાઇ પ્રધાન, અમિતાબેન ગોવિંદભાઇ વળવી તથા દિવલીબેન લક્ષ્મણભાઇ ગાવિતને નાની-મોટી ઇજાઓ થઈ હતી. જ્યારે યોગિતાબેન પ્રધાનનું મોત નીપજ્યું હતું.રિક્ષાચાલક દયનાથ દિલીપ પાડવી વગર લાઇસન્સે, કોઇ પણ દસ્તાવેજ પોતાના પાસે રાખ્યા વગર તથા વિમો ઉતાર્યા વગર આ રિક્ષા ચલાવી રહ્યો હતો. મૃતકનાં પતિ અજીત સુરેશ પ્રધાનની ફરિયાદને આધારે પોલીસે રિક્ષાચાલક દયનાથ દિલીપ પાડવી વિરુદ્ધ ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.

પણદા નજીક બાઇકચાલકને બચાવવા જતાં ટેમ્પો પલટ્યો
બારડોલી: બારડોલી–કડોદ રોડ પર આવેલા પણદા ગામ જાણે અકસ્માત વિસ્તાર બની ગયો હોય તેમ અકસ્માતની વણજાર જોવા મળી રહી છે. રસ્તો પહોળો કરી ડિવાઇડર મૂકવા છતાં આ ગામની સીમમાં અકસ્માત અટકવાનું નામ જ નથી લેતા. તાજેતરમાં જ એક સિમેન્ટ ભરેલી ટ્રક રોડ પર પલટી મારતાં ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ત્યાં હવે વધુ એક ટેમ્પો પલટી મારી જતાં રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. સોમવારે વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ મોટરસાઇકલ ચાલક શેરડીના ખાલી બળદ ગાડા સાથે ટકરાઈને રોડ પર પડતાં મોટરસાઇકલ ચાલકને બચાવવા જતાં ભરેલો ટેમ્પો પલટી મારી ગયો હતો. નસીબજોગ આ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલકને સામાન્ય ઇજા થઇ હતી.

Most Popular

To Top