Columns

મને જરૂર નથી

મહાન ચિંતક સોક્રેટીસ પોતાના વિચિત્ર વર્તન માટે જાણીતા હતા.તેની નજીકના લોકો તેમના વિચિત્ર વર્તન પાછળ ચોક્કસ કોઈ કારણ હશે તેમ સમજી જતા પણ દરેક સામાન્ય જણ તે સમજી શકતો નહિ. આ સોક્રેટીસ શહેરણી સૌથી મોટી ડીપાર્ટમેન્ટલ સ્ટોર કહી શકાય જ્યાં બધું જ મળે તે દુકાનમાં રોજ સાંજે જતા.દરેક કાઉન્ટર પર જતા ધીમે ધીમે એક એક વસ્તુઓ જોતા અને કઈ પણ લીધા વિના બહાર નીકળી જતા.આમ તેઓ રોજ કરતા ..પહેલા ત્રણ ચાર દિવસ સેલ્સમેન તેમને પૂછતાં શું જોઈએ છે , તમારી પસંદ શું છે ??

ત્યારે સોક્રેટીસ કહેતા, ‘મને કઈ નથી જોઈતું.’ અને આગળ વધી જતા.ત્રણ ચાર દિવસ બાદ સેલ્સમેન તેમને જોતા પણ કઈ પૂછતાં નહિ અને ધ્યાન આપતા પણ નહિ. રોજ સાંજે દુકાનમાં આવીને આંટો મારનાર અને કઈ ન ખરીદનાર આ વ્યક્તિથી હવે બધાને કંટાળો અને ગુસ્સો આવતો હતો.એક દિવસ સાંજે સોક્રેટીસ દુકાનમાં લટાર મારીને વસ્તુઓ જોઈ રહ્યા હતા ત્યારે સેલ્સમેન નહિ પણ દુકાનના માલિકે તેમની પાસે જઈને પૂછ્યું, ‘સાહેબ તમે રોજ અહીં આવો છો ..બધી જ વસ્તુઓ જુઓ છો પણ ખરીદતા કઈ જ નથી તો આપણે એવું તે શું ખાસ જોઈએ છે તે મને કહો ..આપણે જે જોઇશે તે હું મંગાવી દઈશ.’ સોક્રેટીસ બોલ્યા, ‘મને કઈ નથી જોઈતું …મારે કઈ જ લેવું નથી અને તમારી આ મોંઘી દુકાનમાંથી તો કઈ પણ ખરીદવાની મારી હેસિયત જ નથી.’ આવો વિચિત્ર જવાબ સાંભળી દુકાનદાર આશ્ચર્યમાં પડી ગયો.

અને થોડા નારાજગી ભર્યા સ્વરે બોલ્યો, ‘તો પછી તમે રોજે રોજ મારી દુકાનમાં લટાર મારવા શું કામ આવો છો ??’ સોક્રેટીસે જવાબ આપ્યો, ‘તમારી દુકાનમાં કઈ કેટલી અવનવી વસ્તુઓ છે ..અને આ બધી બ્સ્તુઓ જોઇને હું આનંદ અનુભવું છું કે આ દુનિયામાં કેટલીય વસ્તુઓ છે જે મારે માટે સાવ નકામી છે…જેની મને ક્યારેય જરૂર પડવાની નથી.આત આટલી વસ્તુઓ વિના પણ હું મારું રોજિંદુ જીવન એકદમ વ્યવસ્થિત અને આરામથી કોઈ કમી વિના પસાર કરું છું.કેટલીય વસ્તુઓ વિના પણ હું એકદમ સામાન્ય સહજ જીવન જીવી શકું છું તે જાણવા હું રોજ અહીં આવું છું અને આનંદ અનુભવું છું.’ દુકાનદારને  આ જવાબમાં બહુ સમજ ન પડી તેને કહ્યું, ‘એટલે તમે શું કહેવા માંગો છો કઈ સમજાયું નહિ .’ સોક્રેટીસે કહ્યું, ‘એટલે કે તમે દુનિયામાં અનેક વસ્તુઓ વિના જીવન જીવી શકો છો તે સમજો.અનેક વસ્તુઓની આપણને જરૂર નથી.’      – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top