Home Articles posted by Heta Bhushan
એક દિવસ ફરતાં ફરતાં નારદજી દ્વારકામાં ભગવાન કૃષ્ણ પાસે ગયા.ભગવાન કૃષ્ણ ,મહારાણી રુકમણી અને અન્ય રાણીઓ સાથે ઝૂલા પર ઝૂલતા ઝૂલતા અલકમલકની વાતો કરી રહ્યા હતા.રાણી રુક્મણીએ દેવર્ષિ નારદનું સ્વાગત કર્યું અને ભગવાને તેમને પધારવાનું પ્રયોજન પૂછ્યું. નારદજી નમન કરી બોલ્યા, ‘પ્રભુ,નારાયણ નારાયણ …મારી મૂંઝવણ લઈને તમારી પાસે આવ્યો છું.મારા મનમાં ઘણા સમયથી થોડા પ્રશ્નો […]
ઈંડામાંથી બચ્ચું બહાર આવે અને ગણતરીના દિવસોમાં જયારે હજી બીજા પક્ષીનાં બચ્ચાં માંડ કિલકારી મારતાં શીખ્યાં હોય ત્યાં બાજ પક્ષીની માદા પોતાના તાજા નાના બચ્ચાંને પોતાના પંજામાં લઈને આકાશમાં ઊંચી ઉડાન ભરે છે.બાજ માતા પોતાના બચ્ચાને જેટલી જલ્દી અને જેટલી અઘરી ઊડવાની ટ્રેનિંગ આપે છે એવી અન્ય કોઈ પક્ષી માતા આપતી નથી.બાજ માતા પોતાના તાજા […]
એક અંગ્રેજી લેખક નામ સિમોન્સ;સરસ લખાણ લખે અને સામાયિક,વર્તમાનપત્રમાં કોલમ લખે,વાર્તા અને નિબંધો પણ લખે.અને તેનું બધું લખાણ વખણાય. વાચકો તેના લખાણને વાંચવા ઉત્સુક રહે.લેખક સિમોન્સની એક ખાસિયત હતી, તેઓ પોતાના ખિસ્સામાં એક નાનકડી ડાયરી રાખે અને બેગમાં એક મોટી ડાયરી, સ્ટડી ટેબલ પર પણ એક ડાયરી અને બેડની બાજુના ટેબલના ખાનામાં પણ ડાયરી રાખે.અને […]
જીમ બ્રાઉન નામના એક લેખકે અંગ્રેજીમાં એક બહુ સરસ લખાણ છે જેમાં તેઓ ભગવાનનો ઈન્ટરવ્યુ લે છે.તેમણે લખ્યું છે કે ભગવાનનો ઈન્ટરવ્યુ લેવાનું મને સપનું આવ્યું. એક માણસને સપનું આવ્યું કે એક દિવસ તે સ્વર્ગમાં પહોંચી ગયો અને તેને ભગવાનનો ઈન્ટરવ્યુ કરવાનો મોકો મળ્યો. ભગવાનના દરવાજે માણસ પહોંચ્યો અને તે કંઈ બોલે તે પહેલાં જ […]
એક ફૂલો પર ફરનારો ભમરો અને છાણમાં રહેનારા કીડા વચ્ચે દોસ્તી થઇ.એક દિવસ છાણમાં રહેતા કીડાએ ભમરાને કહ્યું, ‘તું મારો દોસ્ત છે તો આજે મારા ઘરે જમવા આવ.’ ભમરો દોસ્તના ઘરે જમવા ગયો અને સુગંધી ફૂલો પર ફરનારાં ફૂલોનો મીઠો રસ પીનારા ભમરાને દુર્ગંધ મારતા છાણમાં બેસવું પડ્યું અને છાણ જ ખાવું પડ્યું.ભમરાને થયું, મેં […]
ગુરુ અમરદાસજીના અનેક શિષ્ય હતા.જેમાંથી એક નહિ પણ ઘણા શિષ્યો હતા જે તેમના ઉત્તરાધિકારી બનવા માટે પોતાને લાયક સમજતા હતા.ગુરુજી પોતે પણ કોઈ એક શિષ્યને પસંદ કરવા પહેલા બધાને સમાન તક આપી, કસોટી કરીને પછીજ ઉત્તરાધિકારી જાહેર કરવા માંગતા હતા. એક દિવસ ગુરુજીએ બધા શિષ્યોને બોલાવીને કહ્યું, ‘તમે બધા પોત પોતાની રીતે એક સરસ ચબુતરો […]
એક દિવસ એક કુહાડી અને બ્લેડ વચ્ચે ઝઘડો થયો.બન્ને પોતે વધુ ધારદાર છે અને વધુ અઘરું અને મહત્વનું કામ કરે છે એ બાબત પર ઝઘડવા લાગ્યા.કુહાડી પોતાની બડાશ હાંકતા બોલી , ‘ભલે મારું કદ નાનું છે પણ હું મારા કરતા ઘણા મોટા ઝાડના થડને કાપી નાખું છું.એકદમ મજબુત લાકડું પણ મારી સામે ટકી શકતું નથી […]
એક ઝેન ગુરુ હતા તેમનું નામ બોકુજુ ; આખો દિવસ તેઓ આશ્રમમાં રહેતા અને રાત્રે સાવ એકલા આશ્રમ નજીકની એક ગુફામાં જતા રહેતા. પછી ગમે ત્યારે મોડી રાત્રે કે અડધી રાત્રે ઝેન ગુરુ પોતે જ મોટેથી પોતાના નામની બુમ પડતા ‘બોકુજુ …બોકુજુ’ અને તરત પોતે જ જવાબ આપતા, ‘હા હું અહીં જ છું.’ ઘણીવાર તેઓ […]
એક સંસ્કારી કુટુંબ, દાન ,ધર્મ, પૂજા-પાઠના સંસ્કારથી ભરેલું વાતાવરણ… નાનપણથી જ ઘરમાં બધાને જ આ સંસ્કાર આપવામાં આવતા હતા.ઘરનો સૌથી નાનકડો સભ્ય છ વર્ષનો શ્યામ…તેના દાદા-દાદી અને માતા-પિતાએ તેને નાનપણથી સારા સંસ્કાર આપ્યા હતા.પૂજા પાઠ શ્લોક અને પ્રસાદનું મહત્ત્વ સમજાવ્યું હતું અને સાથે સાથે લોકોની સેવા અને દાનનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું અને બધાને શ્યામના […]
એક ઝેન ગુરુ હતા. તેઓ તેમની પાસે કોઈ જ્ઞાન લેવા કે શિષ્ય બનવા આવે તો તરત એમ જ કહેતા, ‘ હું કોઈનો ગુરુ નથી. આખી દુનિયા મારી ગુરુ છે.આ દુનિયા જ્ઞાનનો ભંડાર છે. ગમે તેટલું જ્ઞાન મેળવો હજી આગળ જ્ઞાન મેળવવાનું બાકી જ રહે છે. આ દુનિયાની દરેક સજીવ અને નિર્જીવ વસ્તુ પાસેથી હું કંઈ […]