Home Articles posted by Heta Bhushan (Page 2)
એક સંત ,એક સુખી સંપન્ન નગરના રાજમાર્ગ પરથી પસાર થતા હતા.નગરના રાજમાર્ગ પરથી તેમને એક સોનામહોર મળી.સંત તો વૈરાગી સાધુ હતા … તેમને આ સોનામહોર શું કામની?સંતે વિચાર્યું કે જેને આ સોનામહોરની સૌથી વધારે જરૂર હશે તેને શોધી હું આ સોનામહોર આપી દઈશ.હાથમાં સોનામહોર લઇ આખો દિવસ નગરમાં આમથી તેમ ફર્યા .. સંતને લાગ્યા કે […]
એક ભણેલો-ગણેલો દેખાતો સુટ બુટ પહેરેલો યુવાન સ્વામી રામતીર્થ પાસે આવ્યો અને નમન કરી બોલ્યો, ‘સ્વામીજી,સાંભળ્યું છે કે તમારી  પાસે બધાના મનના પ્રશ્નોનું સમાધાન હોય છે તો મારા મનમાં એક પ્રશ્ન રમે છે.તે આપ રજા આપો તો મારે તમને  પૂછવો છે.’ સ્વામીજી બોલ્યા, ‘બોલ યુવાન શું પ્રશ્ન છે.’ યુવાને કહ્યું, ‘સ્વામીજી મને એવો રસ્તો જાણવો […]
એક દયાળુ સજ્જન હોટલના માલિક હતા…દુનિયામાં એકલા જ હતા અને સતત કામ કરતા મહેનત કરતા અને હોટલ સરસ ચાલતી હોવાથી સારું કમાતા અને સારા કાર્યોમાં પૈસા વાપરતા.સજ્જનનો એક નિયમ હતો કે તેઓ રોજ સવારે પક્ષીઓને દાણા નાખતા. રોજ વહેલી સવારે પહેલાં પોતાના ઘરના આંગણામાં અને પછી હોટલ પહોચીને હોટલની આસપાસની ખુલ્લી જગ્યામાં તેઓ પક્ષીઓને દાણા […]
સ્વાતિના લગ્ન એન્જીનીયર સુમિત સાથે થયા.સુમિતનો પરિવાર ગામડામાં રહેતો હતો અને પિતાજી અને બે નાના ભાઈઓ ખેતી કરતા હતા.બંને ભાઈઓ બહુ ભણ્યા નહિ પણ; પરિવારમાં સુમિત ભણવામાં ખૂબ જ હોશિયાર એટલે શહેરમાં જઈને ભણ્યો,એન્જીનીયર બન્યો.પ્રેમલગ્ન કર્યા અને શહેરમાં જ ઘર વસાવ્યું.અભણ અને સરળ માતા પિતા દીકરાની પ્રગતિ જોઈ રાજી થયા અને વિચાર્યું, ચાલો શહેરમાં પણ […]
એક ગામમાં એક એકદમ કમજોર નબળો યુવાન રહેતો હતો.બધા તેની મજાક ઉડાવતા અને તે બધા પર ગુસ્સે થતો.એક દિવસ ગામમાં માર્શલ આર્ટ શીખવનાર ગુરુ આવ્યા.નબળો અને કમજોર યુવાન માર્શલ આર્ટના ગુરુ પાસે ગયો અને તેમને વિનંતી કરવા લાગ્યો.‘મને માર્શલ આર્ટ શીખવી મજબુત અને શક્તિશાળી બનાવી દો’ ગુરુજીએ તેને કહ્યું કે ‘જો તું એક કામ એક […]
વર્ગમાં શિક્ષક આવ્યા ને નિબંધ લખવા કહ્યું ‘હું મોટો થઇ શું બનીશ ??’ આ નિબંધની પૂર્વ તૈયારી રૂપે શિક્ષકે વર્ગમાં બધાને એક પછી એક પૂછ્યું તમારે કોના જેવા બનવું છે…કોઈકે કહ્યું મારે અમિતાભ બચ્ચન  જેવા કલાકાર બનવું છે …કોઈક બોલ્યું હું સચિન તેંડુલકર જેવો ક્રિકેટર બનવા માંગું છું…એક છોકરી બોલી મારે લતા મંગેશકર જેવી ગાયિકા […]
એક સયુંકત કુટુંબ. મા બાપે પોતાની ઓછી આવકમાં પણ ચાર છોકરાંઓ મોટાં કર્યાં.ચારે છોકરાઓને ભણાવ્યા અને પરણાવ્યા.બધા પોતપોતાની રીતે આગળ વધીને જુદા રહેવા લાગ્યાં.મા-બાપને થયું, ચાલો, આપણી મહેનત અને ત્યાગ સફળ થયાં.ચારે છોકરાઓ પોતાના જીવનમાં સુખી છે. હવે કસોટીનો સમય આવ્યો.પિતા રીટાયર થયા.છોકરાઓ પાછળ બધી બચત અને પ્રોવિડન્ટ ફંડ પણ લોન લઈને પૂરું કરી નાખ્યું […]
ગંગા નદીમાં એક નાવ મુસાફરો સાથે જઈ રહી હતી. અચાનક તોફાન આવ્યું અને નાવ તોફાનમાં સપડાઈ. નાવમાં બેઠેલાં બધાં મુસાફરો ડરી ગયાં. તોફાનમાં નાવ બચશે કે નહિ તેમ વિચારી રડવા લાગ્યાં, ચીસો પાડવા લાગ્યાં, મદદ માટે બૂમો પાડવા લાગ્યાં. બધાં ગભરાયેલાં યાત્રિકો વચ્ચે એક છોકરી સાવ શાંત કોઈ પણ ડર વિના બેઠી હતી. જાણે તેને […]
પારસમણિનો સ્પર્શ લોખંડને થાય અને લોખંડ સુવર્ણ બની જાય.આજે ગુરુજીએ પ્રવચનમાં એવા પાંચ  પારસમણિઓની વાત કરી કે જેનો સ્પર્શ માણસને થાય તો માણસ અને તેનું જીવન બંને ક્થીરમાંથી કંચન બની જાય. ગુરુજીએ કહ્યું, ‘પારસમણિ મળી જાય તો કોને ન ગમે? સુવર્ણનું સર્જન કરતો પારસમણિ સત્ય છે કે હકીકત તેના કોઈ પ્રમાણ નથી અને હકીકત હોય […]
જગત આખામાં પ્રખ્યાત ભારતના ગણિતશાસ્ત્રી રામાનુજમ….ખુબ જ હોશિયાર અને એકદમ સરળ…. જગતભરમાં માન સન્માન મેળવ્યા પણ કોઈ અભિમાન નહિ.બધાને પ્રેમથી મળે અને જે કોઈ પ્રશ્ન પૂછે તેનો જવાબ પણ આપે. એક વખત એક યુવાન વિદ્યાર્થી,ગણિતમાં ખુબજ રસ અને હોશિયાર..રામાનુજમ તેની પ્રેરણા.એક વખત તેના મિત્રે તેને એક એકદમ અઘરા દાખલાનો જવાબ પૂછ્યો,દાખલો બહુ અઘરો લાગતા યુવાન […]