Home Articles posted by Heta Bhushan (Page 3)
એક યુવાન, નામ અક્ષય, યુવાન બહુ હોશિયાર નહિ, પરંતુ મહેનતુ ચોક્કસ…તેને એક તકલીફ હતી. તે રોજે રોજ મહેનત કરતો, આગળ વધવાનાં સપનાં જોતો અને વધુ મહેનત કરી વધુ ઝડપથી આગળ વધવાનો ઉત્સાહ પણ તેનામાં જાગતો, પણ વળી પાછો પોતે હોશિયાર નથી એમ વિચારી તે હતોત્સાહ થઈ જતો.આમ સતત ઉત્સાહ અને અનુત્સાહના ઉતર-ચઢાવ વચ્ચે યુવાન અટવાઈ […]
આપણો માનવ સ્વભાવ છે નાની નાની વાતને વધુ મહત્ત્વ આપીએ…..પણ તમને ખબર છે આ નાની નાની વાતોને મહત્ત્વ ચીવટને લીધે ન આપતાં મોહને કારણે આપીએ અને મોહમાં અહંકાર પણ ગમે ત્યારે ભળી જાય.જીવનમાં નાના નાના નુકસાન ન થાય તેની ચીવટ રાખવામાં ક્યારેક નાની નાની વસ્તુનો મોહ મોટું નુકસાન નોતરે છે અને નાની નાની વાતોમાં વાંધા […]
એક ઉંદર રોજ રાત્રે ખાવાનું શોધવા નીકળે. કોઈ દિવસ સહેલાઈથી ખાવાનું મળી જાય અને કોઈ દિવસ  રખડતાં કંઈ ન મળે.રોજ રાત્રે આમ તેમ ભટકતાં તેને એક રસોડામાં ઘૂસવાનો રસ્તો મળી ગયો.પછી તે રોજ તે માર્ગે રસોડામાં પહોંચી જાય અને જે કંઈ બહાર પડ્યું હોય તે ખાઈ લે અને રસોડામાં આમથી તેમ દોડાદોડી કરી સવાર થતાં […]
એક રાજકુમાર …..એક નગરશેઠનો દીકરો અને એક સામાન્ય ખેડૂતનો દીકરો…..ત્રણ ગુરુજીના આશ્રમમાં સાથે અભ્યાસ કરતા હતા અને ત્રણ જણ પાકા મિત્રો હતા…તેમનો અભ્યાસ પૂરો થવાને હવે છ મહિનાની જ વાર હતી …બે મિત્રોએ રાજકુમાર જોડે થોડું અંતર કરી લીધું. એક દિવસ રાજ કુમારે તેના વર્તનમાં આવેલા બદલાવ વિષે બંને મિત્રોને પૂછ્યું ..બંને જણે કહ્યું, ‘થોડા […]
એક દિવસ સોક્રેટીસને ત્યાં બધા મિત્રો ભેગા મળીને વાતે વળગ્યા હતા.રોજ સાંજે તેમને ત્યાં આવી વિચારોની મહેફિલ ભરાતી.કોઈ પણ વાત અને મુદ્દા પર બધા પોતાનાં અવલોકન અને વિચારો રજૂ કરતા અને કોઈ બાબતે મૂંઝાતા તો સોક્રેટિસને સમજાવવા કહેતા અથવા તેમને પ્રશ્નો પૂછતાં.સોક્રેટિસ પણ પોતાનો અભિપ્રાય આપવા પહેલાં બધાનાં અવલોકનો સાંભળતાં.બધાંના વિચારોને ધ્યાનથી સમજતાં પછી છેલ્લે […]
જયંતીભાઈ અને જ્યોત્સ્નાબહેન એક આદર્શ દંપતી ….લગ્નને ૫૫ વર્ષ થયાં ….જીવનની દરેક પરિસ્થિતિમાં એકમેકને સાથ આપ્યો…..બહોળો ત્રણ દીકરા વહુઓનો પરિવાર…રોજ સવારે સાથે ચાલવા જાય …મંદિરે જાય અને પછી બંને જણ સાથે ઘરના ઠાકોરજી સામે બેસીને પ્રાર્થના કરે….સમય જતાં પ્રેમાળ દંપતીનું જોડું તૂટ્યું…જયોત્સ્નાબહેન ટૂંકી બિમારીમાં અવસાન પામ્યાં.
આશ્રમમાં નવા નવા આવેલા શિષ્યે એક દિવસ ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, તમે હંમેશા ભક્તિનો મહિમા કરો છો.અમને બધાને ભકિત કરતાં રહો ની સલાહ આપો છો.ધ્યાન, પ્રાર્થના, હરિનામ સુમિરન,સત્સંગ,મૌન વગેરે શીખવો છો.પણ મને લાગે છે કે હું ભક્તિ કરી જ શકતો નથી.ધ્યાન કરવા બેસું તો મન ભટકે છે.પ્રાર્થનામાં આજુબાજુ ધ્યાન જાય છે.હરિનામ સુમિરન કરું ત્યાં ભૂખ લાગી […]
એક માણસ રણપ્રદેશમાંથી પસાર થઈ રહ્યો હતો.ધોમધખતા તાપ અને પાણીની તરસથી તેની હાલત ખરાબ હતી.તે સતત ફરિયાદ સાથે બડબડ કરી રહ્યો હતો કે કેટલી ખરાબ જગ્યા છે.ચારે તરફ રેતી જ રેતી છે. હરિયાળીનું નામનિશાન નથી અને ક્યાંથી હોય? અહીં પાણી જ કયાં છે.તેનો ગુસ્સો વધતો જતો હતો.તેણે આકાશ તરફ જોઇને ગુસ્સામાં ઈશ્વરને ફરિયાદ કરતાં કહ્યું […]
એક દોડવીર યુવતી, નેશનલ લેવલ ચેમ્પિયન…પરંતુ પછી સમય સંજોગને કારણે પ્રતિભા હોવા છતાં આગળ ન વધી શકી અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાનું તેનું સપનું અધૂરું રહી ગયું.આ અધૂરા સપનાનું દુઃખ તેના મનના એક ખૂણે દબાઈ ગયું અને તે યુવતી પોતાના સપનાને ભૂલીને માતા પિતાની ઈચ્છા અનુસાર પરણી ગઈ અને સાસરિયાની અને પતિની ઈચ્છા મુજબ જીવવા […]
ગામમાં વહેલી સવારે ગામની સરખે સરખી સહેલીઓ ભેગી થઈને પાણી ભરવા જઈ રહી હતી.સહેલીઓ એક બીજા જોડે મસ્તી ભરી વાતોમાં મોજથી ચાલી રહી હતી અને તેમનામાંથી એક સહેલીની હમણાં જ સગાઈ થઈ હતી અને થોડા મહિનામાં લગ્ન હતા.બીજી બધી સહેલીઓ મળીને તેની મજાક કરી રહી હતી.જેની સગાઈ થઈ હતી તે સખીએ નાકમાં સરસ મોટી નવી […]