Home Articles posted by Heta Bhushan (Page 5)
એક શ્રીમંત વેપારી હતા.પૈસાનું અભિમાન બહુ અને અંધશ્રદ્ધાળુ પણ બહુ…તેમને સસ્ત એમ જ વિચાર આવે કે મારા સુખ અને સાહ્યબીને કોઈની નજર લાગી જશે.અને એટલે તેઓ રોજ મંદિરે જાય, એક નહી પણ ઘરમાં સાત સભ્ય એટલે બધા માટે એક એમ ગણીને સાત નારિયેળ રોજ વધેરે અને ભગવાનની પાસે વધુને વધુ સુખ સાહ્યબી માંગતા રહે. રોજ […]
એક ગરીબ આધેડ મજુરે શેઠને વિનંતી કરી, ‘શેઠજી,મજુરી કરીને થાક્યો છું વિચારું છું કે બે ત્રણ બકરીઓ લઈને શરુઆત કરું.તમે મને બકરી લેવાના પૈસા ઉધાર આપશો તો મહેરબાની.’ શેઠ લુચ્ચા હતા, કહ્યું, ‘પૈસા તો આપું પણ પૈસાનું વ્યાજ શું આપીશ અને પૈસા કયારે પાછા આપીશ?.’ મજુર બોલ્યો, ‘શેઠ,તમે કહો તેમ કરીશ અને જલ્દી તમારા પૈસા […]
બાબા ફરીદ મહાન સંત તેમણે હંમેશા ભક્તિ અને પ્રભુનામ સુમીરનનો મહિમા કર્યો છે. એક દિવસ એક શિષ્ય બાબા ફરીદ પાસે આવે છે અને કહે છે, ‘બાબાજી, તમે કહો છો સતત ખુદને યાદ કર,તારા ગુરુને યાદ કર,તારા ભગવાનનું નામ લે પણ એમ થઈ શકતું નથી. જયારે ખુદાને કે ગુરુને યાદ કરવા બેસું છું કોઈને કોઈ વિચાર […]
લગ્ન કરીને નવી વહુ સાસરે આવી અને સાસુએ પોતાનું મુખ્ય કામ શરુ કરી દીધું વહુની ભૂલો શોધવાનું.નવી વહુ,સાસરામાં નવું વાતાવરણ,તે ગમે તેટલું ધ્યાન રાખે કોઈ નાની એવી ભૂલ તેનાથી થઈ જ જાય.અને સાસુમા તે ભૂલ પકડી વાતનું વતેસર કરે.સાસુનું આવું વર્તન વહુથી સહન ન થાય તેને બહુ દુઃખ થાય.મનમાં ગુસ્સો આવે. આંખોમાં આંસુ ધસી આવે.તે […]
એક ગરીબ કઠિયારો હતો,ચાર દીકરા હતા પણ બધા જ કામકાજ કરવામાં આળસુ; બધા એક એક લાકડાનો ભારો બને તેટલી જ મહેનત કરી લાકડાનો ભારો બનાવે નક્કી કર્યા મુજબ ગામના જમીનદારના ઘરે આપી આવે અને એક એક લાકડાના ભારાના બદલામાં જમીનદાર રોજ દરેકને અડધો કિલો ચણા આપે. આળસુ છોકરાઓ ઘરે આવી,ચણા શેકીને ખાઈ લે અને પાણી […]
એક દિવસ સાંજે રતિએ ખુબ જ પ્રેમથી પોતાના પતિ વિરાજને કહ્યું, ‘હું એક વાત પૂછું??’ વિરાજે કહ્યું, ‘પૂછને એવું તે શું પૂછવું છે તારે કે આમ પૂછવા પહેલા સંમતી માંગે છે??’ રતિએ કહ્યું, ‘ના, પહિલા તું મને પ્રોમિસ આમ જ કે તું મારી વાતનો સાચો જવાબ આપીશ જ..’ વિરાજ બોલ્યો, ‘હા આપીશ પણ વાત શું […]
ગામમાં એક કુંજુસ શેઠ રહેતા હતા તેઓ એક એક રૂપિયાનો ગણી ગણી ને હિસાબ કરે અને લોકોનું શોષણ કરી પોતાની તીજોરી ભરે.પોતાના નાનકડા ફાયદા માટે પણ તે કોઈનું અહિત કરતા ન અચકાય.વેપાર ધંધામાં પણ સોદાબાજીમાં લુચ્ચાઈ કરી વધારે ને વધારે ફાયદો મેળવી લે.મુશ્કેલીમાં કોઈ પૈસા માંગવા આવે તો તેની મજબુરીનો ફાયદો લઇ ચાર ગણું વ્યાજ […]
ઓફિસેથી શાક લઈને થાકેલી ઊર્મિ ઘરે આવી;પ્રેમાળ સાસુમાએ દરવાજો ખોલ્યો અને પ્રેમથી કહ્યું, ‘આવી ગઈ દીકરા, થાકી ગઈ હોઈશ,ચલ ચા તૈયાર જ છે પી લે અને ફ્રેશ થા.આ શાક મને આપ હું સમારી દઉં.’ ફ્રેશ થઈને ઊર્મિ ડાઈનીંગ ટેબલ પર ચા નો કપ લઈને બેઠી અને સાસુમા શાક સમારતાં હતા.બંને વાતો કરતાં હતા.સાસુમા રશ્મિબહેને કહ્યું, […]
સમુદ્ર લોકમાં એક સામાન્ય માછલી રાજગુરુ પાસે જ્ઞાન મેળવવાની ઈચ્છાથી ગઈ.માછલીએ રાજગુરુને વિનંતી કરતાં કહ્યું, ‘મારે સામાન્ય માછલી નથી બનવું, પણ મારે બધી જ તમે શીખવાડો તે વિદ્યાઓ શીખવી છે.એક અલગ ઓળખ કેળવવી છે; આપ શિષ્યરૂપે મારો સ્વીકાર કરો.’ માછલીઓના રાજગુરુએ કહ્યું, ‘એમ હું કોઈનો પણ શિષ્ય તરીકે સ્વીકાર કરતો નથી. આકરી પરીક્ષામાંથી પાસ થવું […]
એક સંત અને તેમનો પટ્ટશિષ્ય વર્ષોથી ભગવાનની આરાધના કરે,ધ્યાન કરે અને સાથે સાથે જ્યાં જાય ત્યાં સમાજના લોકોની સેવા કરે.તેમણે એટલાં બધાં સારાં કામ કર્યાં કે અંતે ભગવાને તેમને સદેહે પોતાના ધામમાં લઈ આવવા માટે દેવદૂત મોકલ્યા.દેવદૂત આવ્યા અને સંતને કહ્યું, ‘તમારા અને તમારા શિષ્યના પુણ્ય કર્મનો પ્રતાપ છે કે ઈશ્વરે તમને તેમના ધામમાં બોલાવ્યા […]