Columns

માત્ર હા કહો

એક યુવાન ઝેન ગુરુના આશ્રમમાં ગયો.આ આશ્રમમાં સાત દિવસ શાંતિ અને મૌનમાં રહેવાની શિબિર હતી.યુવાને તે શિબિરમાં ભાગ લીધો.આશ્રમની શાંતિ સાચે અનોખી હતી.સાત દિવસની ધ્યાન ,મૌન ની શિબિર પૂરી થઈ ત્યારે યુવાનને ઘણું સારું લાગ્યું, મન મજબુત થયું, મનમાં ખુશીનો અનુભવ પણ થયો છતાં તેને લાગ્યું કે કૈંક તો ખૂટે છે. શિબિર બાદ ઝેનગુરુએ કહ્યું કે, ‘જેને જે પૂછવું હોય તે પૂછી શકો છો.’

યુવાન ઝેનગુરુ પાસે ગયો અને પૂછ્યું, ‘ગુરુજી, મને ઘણું સારું લાગી રહ્યું છે પણ શાંતિનો અનુભવ નથી થતો શું તમને સાચી શાંતિ નો અનુભવ થયો છે??’ ઝેનગુરુએ કહ્યું, ‘હા મને શાંતિનો અનુભવ થયો છે?’ યુવાને પૂછ્યું, ‘તમને શાંતિનો અનુભવ કઈ રીતે થયો છે? શું હું પણ શાંતિનો અનુભવ કરી શકું ?? મને સમજાવો.’ ઝેનગુરુએ કહ્યું, ‘હું હંમેશા હા કહું છું …જીવનમાં જે થાય છે તેને હા કહીને સ્વીકારું છું.’

ઝેનગુરુના ‘હું હંમેશા હા કહું છું’ – આ પાંચ શબ્દના નાના વાક્યમાં યુવાનને જીવનનો મહત્વનો પાઠ સમજાય ગયો તેની અંદર એક સાચો પ્રકાશ પથરાયો. યુવાનને સમજાઈ ગયું કે ‘જીવનમાં જે કઈ પણ દુઃખ કે પીડા કે વેદના આપણે શન કરવી પડે છે તેનું કારણ છે અસ્વીકાર કે દુર ભાગવું.જીવનમાં જે કઈ પણ થાય છે જો આપને તેનો વિરોધ કરીએ છીએ જે સ્થિતિ કે સંજોગ હોય છે તેનો અસ્વીકાર કરી તેને બદલી નાખવાનો કે વિરોધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેમ કરી શકતા નથી ત્યારે પીડા અને દુઃખ અનુભવવી પડે છે.’

જયારે જીવનને હા કહીએ, જીવનમાં જે છે અને જેમ છે તેનો તેમ સ્વીકાર કરીએ ત્યારે જીવનમાં અને મનમાં શાંતિ મેળવી શકાય છે.વાતાવરણ ખરાબ હોય કે સંજોગ અનુકુળ ન હોય, જયારે કોઈ સાથ ન આપે કે મનગમતી નોકરી કે કામ ન મળે ત્યારે જીવનને ના ન કહો …સંજોગો બદલી નાખવા સામા થઈને લડો નહિ પણ હા કહીને સ્વીકાર કરો, જીવનમાં જે આવે, જે સ્થિતિમાં આવે તેનો બસ સ્વીકાર કરતા જાવ.સામા પ્રવાહે તરવાનું છોડી જીવનના વહેણ સાથે આગળ વધો.તો મનમાં આપોઆપ શાંતિનો અનુભવ થશે.

Most Popular

To Top