ભરૂચ, અંકલેશ્વર: ભરૂચનું (Bharuch) ગૌરવ એવો ગોલ્ડન બ્રીજ (Golden Bridge) 142 વર્ષનો થયો છે. વર્ષ 1881માં આજના દિવસે ખુલ્લો મુકાયો હતો. અનેક...
ઉમરગામ : ઉમરગામ તાલુકાના સરઈ ફાટકથી મમકવાડા જતા નર્સરી પાસે પૂરપાટ ઝડપે હંકારી રહેલા બાઈકચાલકે સામેથી આવતી બાઈકને (Bike) અડફેટે લીધી હતી....
બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાનાં હિંડોલીયા ગામે બાકડા પર બેસી મોબાઇલ (Mobile) ફોનમાં મૂવી (Movie) જોઈ રહેલા યુવકના હાથમાંથી મોબાઇલ છીનવીને ત્રણ...
સુરતઃ સચીન જીઆઈડીસી (Sachin GIDC) ખાતે આવેલા ઝૂંપડામાં 12 કિલો ગાંજાનો (Marijuana) જથ્થો સંગ્રહ કરી વેચવા માટે રાખી મુકનાર આરોપીને સચીન જીઆઈડીસી...
ગાંધીનગર : રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ (Sikkim) રાજ્યના ૪૮ મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી...
ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતીય લશ્કરના સર્ઘન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફટનન્ટ જનરલ અજયકુમાર...
ગાંધીનગર : રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ-વેપાર વગેરેની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ સાથે વાહન વ્યવહાર પણ દિન-પ્રતિદિન મોટા પ્રમાણમાં વધ્યો છે. તેવી સ્થિતિમાં સર્વાંગી વિકાસની તેજ...
ઉમરગામ: ઉમરગામમાં પતિ સાથે અવારનવાર ઝઘડો થતો હોવાથી પત્ની પિયર રહેવા આવી ગઈ હતી. પતિ પિયરમાં રહેતી પત્નીના ઘરે આવી પહોંચ્યો હતો...
જૌનપુર: થોડા સમય પહેલાં પોલીસ કસ્ટડીમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તસવીર તમને યાદ હશે. તે જ રીતે થોડા...
મુંબઈ: ઘણા ખેલાડીઓએ IPL 2023માં પોતાના પ્રદર્શનથી સાબિત કર્યું છે કે જો તેમને તક મળે તો તેઓ ટીમ ઈન્ડિયાના દરેક ફોર્મેટમાં શાનદાર...
નવી દિલ્હી: મે મહિનાની ગરમી (Heat) અને આકરો તડકો લોકોને પરેશાન કરી રહ્યો છે. દેશના ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી...
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)ના નાશિક (Nashik) જિલ્લામાં આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરTrimbakeshwar Jyotirling Mandir)માં ભારે હંગામો મચ્ચો હતો. અહીં કેટલાક મુસ્લિમ યુવકોએ મંદિરમાં લીલી ચાદર ચઢાવવાનો...
નવી દિલ્હી: કહેવાય છે કે મહેનતનું ફળ ક્યારેકને ક્યારેક મળે જ છે. બસ એ જ રીતે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની એક્ટ્રેસ અદા...
તલાટી કાયદાકીય વિષયમાં અલ્પશિક્ષિત પણ મહેસુલી દફ્તરના વ્યવસ્થા તંત્રમાં વહીવટી ક્ષેત્રે કાબેલિયત એ દાદ હોય છે એ માટે તલાટી થવા નોકરીઓમાં લાખો...
મારો દીકરો શું ખાશે ? એવું વિચારનારો વ્યકિત ‘‘એ ખેડૂત’’ ખેડૂતે પકવેલું અનાજ, થાળીમાં આવે અને જમતી વખતે જેને યાદ પણ ના...
બહુજન હિતાય, બહુજન સુખાય. આદર્શ અપૂર્ણ છે, ખરેખર તો સમાજના છેવાડે જીવતા અંત્યોના ઉદય માટે કર્તવ્યનિષ્ઠ થવું જરૂરી છે. ઉજળિયાત, પછાત, ઉચ્ચનીચ,...
મુંબઈ: બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) હાલમાં જ સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર એક વીડિયો શેર ર્ક્યો હતો. જેમાં તે...
ચરબીના થર પણ કેવા બાઝયા છે રમેશચરબીએ દેહમાં જાણે માળા બનાવ્યા છેચરબી ઘણા પ્રકારની હોય મામૂ..! ચરબીની તબીબી વ્યાખ્યામાં આપણે મુંડી મારવી...
‘જો હું યુનિવર્સિટીમાં કુલપતિ હોત કે શિક્ષણ બોર્ડનો ચેરમેન હોત તો મેં આ જોઇને રાજીનામું આપ્યું હોત!’ અમારા એક શિક્ષણવિદ મિત્ર ગુસ્સાથી...
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel Son Anuj Patel) પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા...
અનેક ભારતીય કંપનીઓ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કાઠું કાઢવા માંડી છે. આમ તો ટાટા ગ્રુપની કંપનીઓ અને અન્ય કેટલીક કંપનીઓ તો ઘણા...
નવી દિલ્હી: જેની સામે સુપરસ્ટાર શાહરૂખ ખાનના (SharukhKhan) પુત્ર આર્યન ખાનની (Aryan Khan) ડ્રગ્સ (Drugs) કેસમાંથી જવા દેવા માટે ખાનના કુટુંબ પાસે...
સુરત: આકરી ગરમીના પગલે શહેરીજનો ઠંડા પીણા, આઈસ ગોલા અને આઈસક્રીમ ઝપાટાભેર આરોગી રહ્યાં છે. રોજ રાત્રે આઈસડીશ અને આઈસક્રીમ પાર્લરોની બહાર...
સુરત: કાળઝાળ ગરમી વચ્ચે પાણી વિતરણ અને કવોલીટીમાં એવોર્ડ જીતી લાવેલી સુરત મનપાના પાણી વિભાગની બરોબરની કસોટી થઇ રહી છે. પાણી વિભાગ...
સુરત : વેડ-વરિયાવના નાગરિકો જેની વરસોથી જેની રાહ જોતા હતા તે ફોર-લેન બ્રિજનું ગૂરૂવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલી લોકાપર્ણ થવા જઈ...
નવી દિલ્હી: સિકયુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી)એ આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે અદાણી જૂથ સામે ૨૦૧૬થી તપાસ કરી રહ્યું...
નવી દિલ્હી, બેંગલુરુ: કર્ણાટકના નવા મુખ્યમંત્રી (Karnataka New CM ) અંગે સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે ત્યારે રાજ્ય કોંગ્રેસના પ્રમુખ ડી.કે. શિવકુમારે...
અમદાવાદ : આઇપીએલમાં (IPL) આજે સોમવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શુભમન ગીલની આઇપીએલ કેરિયરની પ્રથમ સદી ઉપરાંત સાઇ સુદર્શન સાથેની...
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ વડાપ્રધાન (PM) ઇમરાન ખાનની (Imran Khan) ધરપકડ અને તેમની સામેની કાર્યવાહીના વિરોધમાં ઇમરાન ખાનના ટેકેદારો અને તેમની તેહરીકે...
સુરત: દમણના (Daman) જામપોર બીચ પર આગામી 27મી મેના રોજ ‘શોર ફેસ્ટ’, ધ બિગેસ્ટ બોલિવૂડ નાઇટ બીચ ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ભરૂચ, અંકલેશ્વર: ભરૂચનું (Bharuch) ગૌરવ એવો ગોલ્ડન બ્રીજ (Golden Bridge) 142 વર્ષનો થયો છે. વર્ષ 1881માં આજના દિવસે ખુલ્લો મુકાયો હતો. અનેક તડકા છાંયા જોઇ નર્મદા નદીમાં આવેલ અનેક રેલની થપાટો રોજના હજારો વાહનોનું ભારણ છતાં આજે પણ ગોલ્ડન બ્રિજ અડીખમ છે. એક સમયે અંગ્રેજો શાસન કરવાના હેતુથી દેશમાં ઘણી બધી સુવિધાઓ લાવ્યા. રેલ, તાર, ટપાલ, વીજળી વગેરે તેના ઉદાહરણ છે. આ ઉપરાંત તેમણે ઘણા બાંધકામ પણ કર્યા. ભરૂચનો ‘ગોલ્ડન બ્રિજ’ પણ અંગ્રેજોના બાંધકામનો નમૂનો છે.
ઇસ 1860માં સર જોન હોક્શોની રૂપરેખા મુજબ નર્મદા નદી પર બ્રિજ બાંધવાની શરૂઆત કર્યા બાદ 1863, 1868, 1871, 1872, 1873, 1876માં નર્મદા નદીમાં આવેલ ભયાનક પૂરને કારણે બ્રિજના અનેક ભાગો તૂટી પડ્યા હતા. જેને પગલે અનેક કામદારોના મોત પણ થયા હતા. છેવટે ગોલ્ડન બ્રિજનું કામ 16 મે 1881ના દિવસે પૂર્ણ થયું અને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અધધ ખર્ચ થયો હતો કે તેટલામાં આખે આખો સોનાનો બ્રીજ બની જાત, અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રીજ નામ આપવામાં આવ્યું હતું.
ગોલ્ડન બ્રીજ અગાઉ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ સમય જતા તેના પરથી વાહનોની આવન જાવન શરૂ કરવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આ બ્રીજ કરોડરજ્જુ સમાન બની ગયો છે. દક્ષીણ ગુજરાતને મધ્ય ગુજરાત સાથે જોડતી આ એક સમયની મહત્વની કડી હતી. આજે તેના 142માં જન્મ દિવસે દરેક ભરૂચી તેના પ્રત્યે ગૌરવની લાગણી અનુભવતો હશે. ગોલ્ડન બ્રિજની સમાંતર નર્મદા મૈયા બ્રિજ તાજેતરમાં જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે બાદ ભરૂચ – અંકલેશ્વરને જોડતા નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજ પર હવે ગણતરીના જ સાધનો ઉપયોગ કરી પસાર થઈ રહ્યા છે. પરંતુ જિલ્લાના અન્ય બ્રિજની સરખામણીમાં ગોલ્ડન બ્રિજ આજે પણ ભરૂચ જિલ્લાના લોકો માટે સંજીવની સમાનની ઓળખ અડીખમ રાખી છે.
બ્રિજની સફાઈ પરત્વે પણ તંત્રની ઉદાસીનતા
ભરૂચ અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજના લોખંડના સ્ટ્રક્ચરમાં વરસાદી પાણી કેટલા બ્લોકમાં છલોછલ જોવા મળતા રહ્યા છે. તેનો નિકાલ અટકી જતાં તે ત્યાં જ સ્થાયી થઈ જાય છે જે ધીરેધીરે લોખંડને કાટ ચડવાની સાથે તેની સાથે જોઈન્ટ ગડરોને પણ નુકસાન પહોંચાડતું હોય છે. તો કેટલા બ્લોકમાં માટીના થર જામેલ જોવા મળી રહ્યા છે. જેથી બ્રિજની સફાઈ પરત્વે તંત્ર યોગ્ય પગલાં ભરે તે સમયની જરૂરિયાત છે.