મોહાલી : આજે અહીં રમાયેલી આઇપીએલની (IPL) એક મેચમાં ગુજરાત ટાઇટન્સના (GT) બોલરોએ શરૂઆતથી જ કસેલા સંકજાના કારણે પંજાબ કિંગ્સના (PBKS) બેટ્સમેનો...
નવી દિલ્હી: ભારતમાં (India) આજે કોવિડ-૧૯ના (Corona) ૧૦૧૫૮ કેસો નોંધાયા છે જે આઠ મહિના જેટલા સમયમાં સૌથી વધુ છે અને તાજેતરના આ...
ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) રાજયભરના તમામ ડીડીઓની (DDO) મહત્વની કોન્ફરન્સ યોજાઈ હતી. ખાસ કરીને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે કહયું હતું કે...
ગાંધીનગર: ગુજરાતનો (Gujarat) પ્રત્યેક ખેડૂત (Farmer) પ્રાકૃતિક ખેતી કરતો થાય એ માટે મિશન મોડ પર કામ કરવા, ખેડૂતોને તાલીમ આપવા વિશેષ કાર્યયોજના...
ગાંધીનગર: પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત નોંધાયેલ દાવા ચૂકવણી એટલે કે ક્લેમની રકમ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. આ...
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં (Election) બક્ષીપંચ (ઓબીસી) (OBC) અનામત નક્કી કરવા માટે રાજ્ય સરકારે રચેલા ઝવેરી કમિશને તેનો રિપોર્ટ આજે સાંજે...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજ્ય બીજ નિગમ લી. એક સરકારી કંપની છે છેલ્લા ૨૦ વર્ષથી સતત નબળી પાડવાનુ કામ રાજ્ય સરકાર કરી રહી...
ગાંધીનગર: રાજયમાં મોકૂફ રખાયેલા નવા જંત્રીના (Jantri) બમણા દરો હવે આગામી તા.15મી એપ્રિલથી અમલી બનશે. આવતીકાલે જાહેર રજા હોઈ કોઈ દસ્તાવેજો (Dastavej)...
પલસાણા: પલસાણાના (Palsana) સોયાણીમાં જમવા બાબતે થયેલી બોલાચાલીને લઇ સસરાએ ઉશ્કેરાઇ જઇ હથોડી (Hathodi) વડે જમાઇના માથા તેમજ કાનના ભાગે હુમલો (Attack)...
સુરત: (Surat) ભીમરાડ કેનાલ રોડ ખાતે આવેલી એક્સલન્સ બિલ્ડીંગની ડ્રેનેઝની લાઈનના સફાઈ કામ કરતી વેળાએ ચેમ્બરમાં ઉતરેલા ત્રણ શ્રમજીવીઓ ગુંગળાઈને (Suffocate) બેહોશ...
વ્યારા: કુકરમુંડાના આમોદા મૌલીપાડા ગામે સસરા પર કોયતા વડે હુમલો કર્યો હતો. હત્યાના પ્રયાસ બદલ બે વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ હુમલામાં...
પલસાણા, કામરેજ: કડોદરા (Kadodra) નજીક ઉંભેળ ગામેથી પસાર થતા નેશનલ હાઇવે નં.૪૮ ઉ૫૨ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેને લઇ ટ્રાફિકની (Traffic)...
બારડોલી: (Bardoli) જુનિયર ક્લાર્કની પરીક્ષા (Exam) આપવા ગયેલી યુવતીની લાશ બારડોલીના ઉછરેલ મોરી ગામે ગોચર જમીનમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવવાની ઘટનામાં...
ઉમરગામ: (Umargam) વાપીમાં રહેતી ગર્લફ્રેન્ડે (Girl Friend) તેના મિત્રને ફોન (Phone) કરી તેમના ફોટો-વીડિયો (Photo-Video) બતાવી હેરાન-પરેશાન કરનારને સમજાવવા માટે બોલાવ્યો હતો...
સિઉલ: ઉત્તર કોરિયાએ (North Korea) આજે આ મહિનામાં તેનું પ્રથમ આંતરખંડીય બેલાસ્ટિક મિસાઇલ પરીક્ષણ (Missile testing) કર્યું હતું, અને સંભવિત પણે આ...
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટે (ED) ન્યૂઝ બ્રોડકાસ્ટર બીબીસી ઇન્ડિયા (BBC India) સામે કથિત રીતે વિદેશી હુંડિયામણ કાયદાના ભંગ બદલ ફેમાનો એક...
કોલકાતા : આવતીકાલે શુક્રવારે પોતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર સાંજે 7.30 વાગ્યે જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) મેદાને...
પ્રિયંકા ચોપરા હમણાં ઇન્ડિયામાં છે પણ ફિલ્મના લોકેશનથી વધારે ચર્ચામાં છે. તેણે કહ્યું છે કે હું એના લોકો સાથે કામ નથી કરતી...
સમેન્થા રુથ પ્રભુ હિન્દી ફિલ્મોમાં કયારે કામ કરશે તે તો ખબર નથી પણ હમણાં ‘સીતાડેલ ઇન્ડિયા’માં તે વરુણ ધવન સાથે કામ કરવા...
ટોપ સ્ટાર બની જવાનું સૌથી મોટું જોખમ એ હોય છે કે પછી તમે નાની ફિલ્મોમાં કામ નથી કરી શકતા. નાના પાત્રો નથી...
સુરત: (Surat) સુરતનાં લાલગેટ વિસ્તારમાં ધોળે દહાડે લૂંટની (Loot) ઘટના બની હતી. લીવ ઇનમાં રહેતી યુવતીના ઘરમાં ઘૂસી બે યુવકોએ મોઢું દબાવી...
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદના પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટરને (Asad Ahmad Encounter) નકલી ગણાવ્યું છે....
સમગ્ર જગત ચાર ખાણી (યોનિ) ના જીવો થકી હર્યું-ભર્યું સંતુલનથી લયબધ્ધ છે. જેમાં માનવ યોનિનાં જીવોમાં ખુદા-ઈશ્વર-પરવરદિગારે મન, બુધ્ધિ, ચિત્ત, અહંકાર જેવાં...
યુપી: ઉમેશ પાલ હત્યા કેસના (Umesh Pal Murder Case) શૂટર અને માફિયા અતીક અહેમદના (Atiq Ahmed) પુત્ર (Son) અસદનું (Asad) એન્કાઉન્ટર (Encounter)...
એક દિવસ નિશા હાથમાં ચાનો કપ લઈને બેઠી અને એકની એક દીકરી બંસરી કોલેજમાંથી આવી અને ‘હાય મમ્મી’ કહીને દોડીને તેને વ્હાલ...
માર્ચ, ૨૦૨૩માં કેરળ રાજ્યના કોચી શહેરમાં આવેલા બ્રહ્મપુરમ ઘન કચરાના પ્લાન્ટમાં લાગેલી આગે શહેરના જનજીવન પર અત્યંત વિપરીત અસર કરી. ઍકસો દસ...
સરકારી અહેવાલ મુજબ ભારતીય નાગરિકત્વ છોડીને વિદેશમાં સ્થાયી થવા જતાં રહેલાં ભારતીયોની સંખ્યા ૨૦૨૧માં એક લાખ ૬૦ હજારની હતી જે ૨૦૨૨માં વધીને...
એક તરફ આખી દુનિયામાં મોંઘવારીએ માઝા મુકી છે. અમેરિકામાં ફુગાવાને કારણે બેંકો ઉઠી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર આખી...
સુરત: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા કરી છે. ત્યાર બાદ રાહુલ ગાંધીનું સંસદ પદ પણ રદ...
વડોદરા: વાઘોડિયામાં મોડી રાત્રે બની રહેલા સ્વાગત ગેટની પાલખ રાહદારી ઉપર તૂટી પડી હતી. ઇજાગ્રસ્તને તુરંતજ 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો...
ઇઝરાયલ-લેબનોન તણાવથી બજારમાં ગભરાટ, રોકાણકારો વેચવાલી તરફ, સેન્સેક્સ 500થી વધુ પોઇન્ટ તૂટ્યો
મંગલેશ્વર ઝાંપા નજીક પ્રોવિઝન સ્ટોર ભડકે બળ્યો,આગ લગાવવામાં આવી હોવાની આશંકા
દિલ્હીમાં 20થી વધુ IAS અધિકારીઓના મોડી રાત્રે ટ્રાન્સફર ઓર્ડર, વહીવટી તંત્રમાં ખળભળાટ
વડોદરા શહેર પોલીસમાં PI કક્ષાના અધિકારીઓની નવી નિમણૂક
પાકિસ્તાન શેરબજારમાં ઐતિહાસિક તેજી: યુદ્ધવિરામ બાદ બજારમાં 14,000 પોઈન્ટનો ઉછાળો
અટલાદરામાં મહિલા સફાઈ સેવક પર હુમલાનો પ્રયાસ થતા ચકચાર
પાલિકાનું ‘ફ્યુઅલ ફેલ્યોર’: ડીઝલના ફાંફા પડતા 436 વાહનોના પૈડાં જામ, એન્જિનિયરિંગ કામોના વળતા પાણી
અસલમ બોડીયાની રેગ્યુલર જામીન અરજી રદ
અમેરિકાએ કહ્યું- ઈરાનની વિનંતી પર યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો
વડોદરામાં સ્માર્ટ મુસાફરી તરફ એક પગલું : શહેરમાં લગાવાશે 200 નવા માર્ગદર્શક બોર્ડ્સ
ડભોઇ રોડ પર માનસિક બીમાર 18 વર્ષીય યુવતીએ છત પરથી નીચે કૂદીને આપઘાત કર્યો
કાળાધબ વાદળો સાથે બોડેલી વિસ્તારમાં વરસાદી છાંટા, ગરમીમાંથી રાહત તો ખેડૂતમાં ચિંતા
ભાજપની બંગાળ પ્રત્યેની મમતા અપરંપાર: ચોથી તારીખે નિષ્કર્ષ
શ્રીમંતો પર કર લાદવાથી આર્થિક અસમાનતા ઘટાડી શકાય?
PM ઈ-બસ સેવા અંતર્ગત ગોત્રી ખાતે ડેપોની કામગીરી તેજ, એક મહિનામાં સંપન્ન કરવાનો લક્ષ્યાંક
ભાજપ 80 ટકા નવા ઉમેદવારોને ટિકિટ આપશે, સક્ષમ 20 ટકા જ રીપીટ થશે
ટ્રમ્પનું નિવેદન: “ઈરાન હવે યુરેનિયમનું સંવર્ધન નહીં કરે” ઈરાનને શસ્ત્રો સપ્લાય કરતા દેશો પર 50% વધુ ટેરિફ
ભારતે ઈરાન સાથે સંપર્ક કરી હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા 16 જહાજોને પાછા લાવવાની તૈયારીઓ શરૂ કરી
અમદાવાદ મંડળમાં ટ્રાફિક બ્લોકને કારણે ટ્રેનો પ્રભાવિત- બે વિશેષ ટ્રેનોની અવધિમાં વધારો -બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અમદાવાદ મંડળમાં 4 ટ્રેનો પ્રભાવિત
એસ.ટી.ના પાસ હવે ઘરે બેઠા ઓનલાઈન મળશે
ઇતિહાસમાં પહેલીવાર વન દળના વડા કક્ષાના અધિકારીની હકાલપટ્ટી
સિઝફાયરના થોડા કલાકોમાં ઈરાનની ઓઈલ રિફાઈનરી પર હુમલો, ઇરાને પણ કુવૈત પર હુમલો કર્યો
‘આશા છે કે આનાથી કાયમી શાંતિ આવશે’: ઈરાન-યુએસ યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન
ડિપ્લોમાથી ડિગ્રી પરીક્ષા મુલતવી, ઈજનેરીની 5 મે અને ફાર્મસી 9 મે નવી તારીખો જાહેર
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ, અનેકના પત્તા કપાશે
પેપર સેટર અને ચેકર સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી?
પાકિસ્તાનના શ્રેય લેવાના પ્રયાસો વચ્ચે યુદ્ધવિરામમાં ચીનની મુખ્ય ભૂમિકાની ટ્રમ્પે પુષ્ટિ કરી
અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બાળકીઓના મોતમાં મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ
ગુજરાતમાં ભરઉનાળે ૩૭ તાલુકામાં તોફાની માવઠું
સોશિયલ મીડિયા જેટલું જ ભૌતિક પ્રચારનું મહત્વ
મોહાલી : આજે અહીં રમાયેલી આઇપીએલની (IPL) એક મેચમાં ગુજરાત ટાઇટન્સના (GT) બોલરોએ શરૂઆતથી જ કસેલા સંકજાના કારણે પંજાબ કિંગ્સના (PBKS) બેટ્સમેનો ખુલીને રમી શક્યા નહોતા અને તેના કારણે પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવીને મૂકેલા 154 રનના લક્ષ્યાંકને ગુજરાત ટાઇટન્સે શુભમન ગીલની અર્ધસદીની મદદથી અંતિમ ઓવરમાં 4 વિકેટે લક્ષ્યાંક કબજે કરીને મેચ 6 વિકેટે જીતી હતી. લક્ષ્યાંક કબજે કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સને રિદ્ધિમાન સાહાએ ઝડપી શરૂઆત અપાવી હતી અને 19 બોલમાં 30 રન કરીને તે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 48 રન હતો. ગીલ અને સાઇ સુદર્શને મળીને તે પછી 41 રનની ભાગીદારી કરી હતી. સુદર્શન19 રન કરીને અને તે પછી કેપ્ટન હાર્દિક પંડ્યા 8 રન કરીને આઉટ થયા હતા. ગીલ 49 બોલમાં 67 રન કરીને આઉટ થયો હતો. તે પછી રાહુલ તેવટિયાએ ચોગ્ગો મારીને ગુજરાત ટાઇટન્સને 6 વિકેટે જીતાડ્યું હતું.
ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી બેટીંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે પહેલી ઓવરના બીજા બોલે જ પ્રભસિમરન સિંહની વિકેટ ગુમાવી દીધી હતી. અત્યાર સુધીની બધી મેચમાં પ્રભાવક બેટીંગ કરનાર કેપ્ટન શિખર ધવન પણ માત્ર 8 રન કરીને આઉટ થયો હતો. તે પછી મેથ્યુ શોર્ટે થોડી આક્રમકતા દાખવી હતી, જો કે રાશિદની ગુગલીને સમજવામાં નિષ્ફળ રહેતા તે 24 બોલમાં 36 રન કરીને આઉટ થયો હતો અને જીતેશ શર્મા પણ 25 રન કરીને આઉટ થતાં પંજાબનો સ્કોર 4 વિકેટે 92 રન થયો હતો. પોતાની આક્રમક બેટીંગ માટે જાણીતા ભનુકા રાજપક્ષે અને સેમ કરન બંને પણ ખુલીને રમી શક્યા નહોતા. રાજપક્ષે 26 બોલમાં 20 જ્યારે કરન 22 બોલમાં 22 રન કરીને આઉટ થયા હતા. ગુજરાતના બોલરોમાંથી આજે અનુભવી મોહિત શર્મા સરપ્રાઇઝ પેકેજ બની રહ્યો હતો. 2020 પછી પહેલીવાર આઇપીએલ મેચ રમવા ઉતરેલા મોહિત શર્માએ 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 વિકેટ ઉપાડી હતી.