National

અસદ અહેમદ એન્કાઉન્ટર પર અખિલેશ, ઓવૈસી અને માયાવતીએ ઉઠાવ્યા સવાલ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદના પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટરને (Asad Ahmad Encounter) નકલી ગણાવ્યું છે. તો બીજી તરફ એઆઈએમઆઈએમ (AIMIM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ઝાંસીમાં અસદ અને ગુલામના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. બંને નેતાઓએ સરકારને આ મામલે ભાઈચારાની વિરૂદ્ધનું કૃત્ય હોવાનું જણાવ્યું છે.

અતીક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટર મામલે અખિલેશે કહ્યું છે કે ભાજપ હંમેશા વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવે છે. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે કે ખોટા એન્કાઉન્ટર કરીને ભાજપ સરકાર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે લખ્યું છે કે ભાજપના લોકોને કોર્ટમાં વિશ્વાસ નથી. એસપી સુપ્રીમોએ ટ્વિટર પર લખ્યું છે કે આજના અને તાજેતરના એન્કાઉન્ટરની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને બક્ષવામાં ન આવે.

અખિલેશ યાદવે ટ્વીટ કરીને લખ્યું કે ખોટા એન્કાઉન્ટર કરીને ભાજપ સરકાર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપને કોર્ટમાં બિલકુલ વિશ્વાસ નથી. આજના અને તાજેતરના એન્કાઉન્ટરની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને બક્ષવામાં નહીં આવે. શું સાચું કે ખોટું તે નક્કી કરવાનો અધિકાર સત્તાને નથી. ભાજપ ભાઈચારાની વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદનો પુત્ર અસદ અહેમદ પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસનો મુખ્ય આરોપી હતો અને ઘટના બાદથી ફરાર હતો. બંને પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેમની પાસેથી વિદેશી હથિયારો મળ્યાં છે. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કર્યા બાદથી તે ફરાર થઈ ગયો હતો.

અસદુદ્દીન ઓવૈસીએ પણ એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવ્યા
હૈદરાબાદથી લોકસભાના સભ્ય અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ઝાંસીમાં અસદ અને ગુલામના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. ઓવૈસીએ કહ્યું કે જો ન્યાય ગોળીઓથી થશે તો ન્યાયાધીશો શું કરશે. ઓવૈસીએ કહ્યું કે કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ઓવૈસીએ કહ્યું કે સજા એ કાયદાનું કામ છે પણ આ મામલે કાયદાનો ભંગ થયો છે. જણાવી દઈએ કે ઓવૈસીની સાથે અખિલેશ યાદવે પણ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે.

માયાવતીએ ટ્વીટ કરીને આ વાત કહી
એક ટ્વિટમાં માયાવતીએ લખ્યું કે આજે પ્રયાગરાજના અતિક અહેમદના પુત્ર અને અન્ય એકની પોલીસ એન્કાઉન્ટરમાં હત્યા પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. લોકોને લાગે છે કે વિકાસ દુબેની ઘટનાના પુનરાવર્તનની તેમની આશંકા સાચી પડી છે. તેથી ઉચ્ચ સ્તરીય તપાસ જરૂરી છે જેથી સમગ્ર ઘટનાની હકીકત અને સત્ય લોકો સમક્ષ બહાર આવી શકે.

Most Popular

To Top