SURAT

સુરત: ડ્રેનેઝ લાઈનની સફાઈ કરતી વખતે ચેમ્બરમાં ઉતરેલા ત્રણ શ્રમજીવીઓ ગુંગળાઈને બેહોશ થયા

સુરત: (Surat) ભીમરાડ કેનાલ રોડ ખાતે આવેલી એક્સલન્સ બિલ્ડીંગની ડ્રેનેઝની લાઈનના સફાઈ કામ કરતી વેળાએ ચેમ્બરમાં ઉતરેલા ત્રણ શ્રમજીવીઓ ગુંગળાઈને (Suffocate) બેહોશ (Fainted) થઇ ગયા હતા.ઘટનાનો કોલ ફાયર વિભાગને (Fire Department) મળતાની સાથે જ મજુરા અને વેસુ ફાયરની સ્ટેશનની ટીમ પણ દોડતી થઇ ગઈ હતી અને બેભાન થઇ ગયેલા શ્રમિકોને તુરંત બહાર કાઢી લઇ તાત્કાલિક સારવાર આપવા માટે હાસ્પિટલ ખસેડ્યા હતા.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર અલથાણ-ભીમરાડ કેનાલ રોડ ખાતે આવેલી એક્સીલન્સ બિલ્ડીંગમાં ગુરુવારે સાંજે બેઝમેટમાં બનવવામાં આવેલા બેંનક્વેટ હોલની ગટરમાં સાફ-સફાઈ કરવા માટે મજૂરો ઉતર્યા હતા. અને ત્રણ મજૂરો ગુંગળાઈ ગયા હતા ઘટના બનતા અહીં હાજર લોકોએ બે મજૂરોનુ રેસ્ક્યુ કર્યું હતું. દરમ્યાન ઘટના સ્થળ પર પહોંચેલા વેસુ ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે,ગટરમાં ઉતરેલા રમેશ ભીખા કામડીયા (ઉવ.45 ) રઘુ નાનું સોલંકી (ઉવ-35 ) અને બકુલ બારૈયા (ઉવ 30) નામના ત્રણ મજૂરો ગટરમાં ઉતાર્યા હતા. અને તેઓ ગૂંગળાઈ ગયા હતા. ફાયરની ટીમે ત્રણેને બેહોશ અવસ્થામાં 108 મારફતે નવી સિવિલ હાસ્પિટલમાં ખસેડ્યા હતા.જે પૈકી રઘુ નાનજી સોલંકી અને બકુલ બારૈયાની હાલત નાજુક હોવાનું ફાયરના સૂત્રો જણાવ્યું હતું.

જેમાંથી બકુલ બારૈયાને વધુ સારવાર આપવા માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળી રહ્યું છે.એક્સલન્સ બિલ્ડીંગમાં બેઝમેન્ટમાં આ બેન્કયૂટ હોલ આવ્યો છે જ્યાં બપોર બાદ ગટર સાફ કરવા માટે મજુર બોલાવવામાં આવ્યા હતા તેઓ ગટરમાં ઉતાર્યા હતા અને થોડી જેમાં ગટરમાં ઉતારેલો પહેલો શ્રમિકનો શ્વાસ ગૂંગળાઇ જતા અન્ય બે શ્રમિકો તેને બચાવવા માટે ઉતાર્યા હતા અને તેઓ પણ ગૂંગળાઈ જતા બેહોશ થઇ ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે તેમનું રેસ્ક્યુ કર્યા હતા.

Most Popular

To Top