Entertainment

શાહરૂખ ખાનના પુત્ર આર્યન પાસે 25 કરોડનો તોડ કરવાની હતી તૈયારી, ક્રુઝ રેડમાં વાનખેડે આ રીતે ફસાયા

નવી દિલ્હી: જેની સામે સુપરસ્ટાર શાહરૂખ ખાનના (SharukhKhan) પુત્ર આર્યન ખાનની (Aryan Khan) ડ્રગ્સ (Drugs) કેસમાંથી જવા દેવા માટે ખાનના કુટુંબ પાસે રૂ. ૨૫ કરોડની ખંડણી માગવાનો આરોપ છે તે એનસીબીના (NCB) ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેનએ (Samir Vankhedi) કરેલી વિદેશ યાત્રાઓ અંગે તપાસ થશે એમ સીબીઆઇના (CBI) અધિકારીઓએ જણાવ્યું છે.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ખાસ તપાસ ટુકડીએ જયારે આ એનસીબીના તે સમયના ઝોનલ ડિરેકટર વાનખેડેએ કથિત રીતે અયોગ્ય ખુલાસાઓ કર્યા હોવાનું અને પોતાના વિદેશ પ્રવાસોની વાત છૂપાવી હોવાનું જણાવ્યું છે ત્યારે આ તારણો સીબીઆઇ દ્વારા આ અધિકારી તથા અન્ય ચાર સામે ૧૧ મેના રોજ નોંધવામાં આવેલી એફઆઇઆરમાં સંદર્ભ તરીકે લેવામાં આવ્યા છે.

તેમણે પોતાની વિદેશ યાત્રાઓના સ્ત્રોતો અંગે પણ યોગ્ય ખુલાસા કર્યા નથી. એવુ પણ જણાયું છે કે વાનખેડે પોતે એક ખાનગી વ્યક્તિ વિરલ રાજન સાથે મોંઘી ઘડિયાળોની ખરીદી અને વેચાણમાં સંડોવાયેલા હતા, જેની તેમણે પોતાના વિભાગને જાણ કરી ન હતી એ મુજબ તપાસ ટુકડીના તારણમાં જણાવાયું છે જે તારણો હવે એફઆઇઆરનો ભાગ છે.

સોમવારે જાહેર કરવામાં આવેલી એફઆઇઆરની વિગતો દર્શાવે છે કે સ્વતંત્ર સાક્ષી કે.પી. ગોસાવી અને એક પ્રભાકર સૈલ, કે જે હવે હયાત નથી, તે બંનેને ૨ ઓકટોબર, ૨૦૨૧ના રોજ કોર્ડેલિયા ક્રૂઝ શીપ પર દરોડા વખતે પ્રભાકરના આદેશ મુજબ શામેલ કરવામાં આવ્યા હતા.

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ મુંબઇથી ગોવા જતી આ ક્રૂઝ પર ટૂર પર જઇ રહ્યો હતો અને તેને અન્યોની સાથે ડ્રગ્સ કેસમાં ફસાવી દઇને તેના કુટુંબ પાસેથી રૂ. ૨૫ કરોડની રકમ પડાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું એવો વાનખેડે પર આરોપ છે.

શું થયું હતું તે રાત્રિએ?
સમીર વાનખેડેને ક્રુઝ પર યોજાનારી પાર્ટી વિશે ગુજરાતના પાટીલ નામના વ્યક્તિ દ્વારા માહિતી આપવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે તેમાં ડ્રગ્સ પાર્ટી પણ હશે. વાનખેડેને કહેવામાં આવ્યું હતું કે કેટલાક મોટા ઉદ્યોગપતિઓ અને મોટા નામના લોકો આમાં સામેલ હશે, જેમને નિશાન બનાવી શકાય છે.

જોકે, અત્યાર સુધી એનસીબીને આર્યન ખાનના પાર્ટીમાં જોડાવાની જાણ નહોતી. ડિસોઝા અને પાટીલ એકબીજાને ઓળખતા હતા, જ્યારે NCBએ ક્રૂઝ પર દરોડા પાડવાનું આયોજન કર્યું હતું, ત્યારે ડિસોઝાએ બે ખાનગી વ્યક્તિઓ ભાનુશાલી અને કિરણ ગોસાવીને વાનખેડે અને NCB અધિકારી વી.વી. સિંહને મળવા મળ્યા હતા. NCBએ ભાનુશાળી અને કિરણ ગોસાવીને ક્રૂઝ પર મોટો કેચ પકડવાનું કામ સોંપ્યું હતું.

એનસીબીએ તેના ટાર્ગેટમાં 27 લોકોની યાદી તૈયાર કરી હતી, પરંતુ સમીર વાનખેડેને જાણ થતાં જ આર્યન ખાન તેના મિત્રો સાથે ક્રૂઝ પર આવી રહ્યો છે. યાદી ટૂંકી કરવામાં આવી હતી અને હવે માત્ર 10 નામો જ યાદીમાં સામેલ થયા છે. દરમિયાનઆર્યન ક્રુઝ પર આવ્યો, તે પકડાઈ ગયો, તેનો ફોન NCB દ્વારા કબજે લેવામાં આવ્યો જેથી તે તેના ઘરે ફોન ન કરી શકે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આર્યન ખાન સાથે તેના અન્ય ચાર મિત્રો પણ ક્રૂઝમાં સવાર હતા, પરંતુ માત્ર અરબાઝ જ ચરસ સાથે મળી આવ્યો હતો, તે પકડાઈ ગયો હતો. આર્યનના અન્ય ત્રણ મિત્રો પાસેથી ડ્રગ ચેટ પણ મળી આવી હતી, પરંતુ તેમને છોડીને માત્ર આર્યન ખાનને પકડી દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top