Gujarat

દાદા તથા ભારતીય લશ્કરના કમાન્ડિંગ ઇન ચીફ સર્ઘન કમાન્ડ લેફટનન્ટ જનરલ અજયકુમાર સિંહ વચ્ચે બેઠક

ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતીય લશ્કરના સર્ઘન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફટનન્ટ જનરલ અજયકુમાર સિંહે ગાંધીનગરમાં લીધી હતી. લેફટનન્ટ જનરલ અજયકુમાર સિંહે નવેમ્બર-ર૦રરમાં સર્ઘન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

ભારતીય લશ્કરના આ સર્ઘન કમાન્ડના વિસ્તારમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યો તથા કેન્દ્રશાસિત વિસ્તાર દીવ-દમણ, દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાતમાં જનરલ ઓફિસર કમાન્ડિંગ ૧ર કોર લેફટનન્ટ જનરલ રાકેશ કપુર તથા ૧૧ રેપિડ-એચના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ સમશેરસિંહ વિર્ક પણ જોડાયા હતા. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top