Dakshin Gujarat

નેશનલ હાઇવે નં. 48 પર કરણ ગામની સીમમાં ત્રિપલ અકસ્માત સર્જાયો

પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના કરણ ગામની સીમમાં આજ રોજ બપોરના સુમારે નેશનલ હાઇવે નં- 48 (National Highway 48) ક્રોસ કરતી વખતે કાર ચાલકે અચાનક બ્રેક મારતા ત્રીપલ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ટેમ્પામાંથી લોખંડ અને પ્લાસ્ટિકના પાઇપો હાઇવે પર વિખરાઇ જતા ટ્રાફીક જામ થઇ જવા પામ્યો હતો.

  • કરણ ગામની સીમમાં નેશનલ હાઇવે પર ત્રીપલ અકસ્માત સર્જાયો. સદ નસીબે જાનહાની ટળી
  • ટેમ્પામાંથી લોખંડ અને પ્લાસ્ટિકના પાઇપો હાઇવે પર વીખરાઇજતા ટ્રાફીક જામ

મળતી માહીતી અનુસાર પલસાણા તાલુકાના કરણ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઇવે ૪૮ પરથી આજ રોજ બપોરના સુમારે એક મારૂતી અલ્ટો કાર નંબર જીજે ૦૫ આરએમ ૬૧૩૪ ના ચાલક હાઇવે ક્રોસ કરતી વખતે અચાનક હાઇવે ની વચ્ચે બ્રેક મારી દેતા પલસાણા તરફથી પ્લાસ્ટિક અને લોખંડની પાઇપો ભરીને આવી રહેલ ટેમ્પો નંબર જીજે ૨૭ ટીડી ૦૪૧૮ ના ચાલકે પણ બ્રેક મારી હતી. જેને લઇ ટેમ્પો એક વાન તથા અલ્ટો ગાડીનો અકસ્માત સર્જાયો હતો.

જેમાં ટેમ્પામાંથી પાઈપો આગળના કાચ તોડી ને બહાર આવી જતા હાઇવે પર પથરાઇ ગયા હતા જેને લઇ આ ગાડીઓને નાનુ મોટુ નુકસાન થવા પામ્યુ હતુ. આ અસક્માતમાં સદનસીબે કોઇ જાનહાની થવા પામી નહોતી. પરંતુ પાઇપો હાઇવે પર વિખરાઇ જતા ટ્રાફીક ચક્કાજામ થઇ જવા પામ્યો હતો. ઘટનાની જાણ ગામને લોકો થતા લોકો પણ મોટી સંખ્યામાં હાઇવે પર દોડી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી પલસાણા પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફીક દૂર કર્યો હતો.

Most Popular

To Top