Sports

મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રિત બુમરાહના રિપલેસ્ટમેન્ટની કરી જાહેરાત, ટીમમાં આ ડેશિંગ ખેલાડીની થશે એન્ટ્રી

અમદાવાદ: IPL 2023ની (IPL 2023) 16મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. અમદાવાદના (Ahmadabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી ચાર વખત ચેમ્પિયન બનેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે પ્રથમ મેચ રમાશે. ત્યારે ઘણી બધી ટીમોનું ટેન્શન તેમના ખેલાડીઓની ઈજાને લઈને હતું, જે હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. IPL પહેલા બે ટીમોએ તેમના રિપલેસ્ટમેન્ટ પ્લેયરની (Replacement Player) જાહેરાત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સના (MI) ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) વિશે પહેલાથી જ સમાચાર આવ્યા હતા કે બુમરાહ આ વર્ષે આઈપીએલમાં રમી શકશે નહીં, જ્યારે ઋષભ પંતના (Rishabh Pant) સ્થાને દિલ્હી કેપિટલ્સ (DC) દ્વારા પણ ખેલાડીની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતમાં ઈજાના કારણે તે આઈપીએલમાંથી પણ બહાર છે. સિઝનની શરૂઆતના એક દિવસ પહેલા આ બંને ટીમોએ આ જાહેરાત કરી છે.

દિલ્હી કેપિટલ્સમાં ઋષભ પંતના સ્થાને રમતો જોવા મળશે આ ખેલાડી
થોડા સમય પહેલા, એવી જાહેરાત કરવામાં આવી હતી કે ઋષભ પંતના સ્થાને અભિષેક પોરલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અભિષેક પોરલ બંગાળનો વિકેટ કીપર છે અને તે એક સારા વિકેટ કીપર તરીકે પોતાની ઓળખ જાળવી રાખે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા જ ઋષભ પંતના સ્થાને રમનાર ખેલાડીની ચર્ચા થઈ હતી. દિલ્હી કેપિટલ્સ દ્વારા ઋષભ પંતના સ્થાને અભિષેક પોરલની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે, હવે આઈપીએલે તેના વિશે સ્પષ્ટપણે જણાવ્યું છે. તેના આવવાથી દિલ્હી કેપિટલ્સના ભારતીય વિકેટ કીપરની સમસ્યા હલ થઈ જશે. એક સારો બેટ્સમેન પણ ટીમને મળી રહેશે. જો કે અભિષેક પોરલ પાસે હજુ ઘણો અનુભવ નથી, આવી સ્થિતિમાં શક્ય છે કે પ્રથમ તેમની પ્રથમ કેટલીક મેચોમાં, ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની ટીમે સરફરાઝ અહેમદને તક આપવી જોઈએ અને ત્યારબાદની મેચોમાં અભિષેક પોરલને આઈપીએલમાં ડેબ્યૂ કરવો જોઈએ.

મુંબઈ ઈન્ડિયન્સમાં જસપ્રિત બુમરાહના સ્થાન રમશે આ ખેલાડી
આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે પણ જસપ્રિત બુમરાહના સ્થાને ટીમની જાહેરાત કરી છે. જાણવા મળ્યું છે કે સંદીપ વોરિયર હવે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે. તે IPL પણ રમી ચૂક્યો છે. સંદીપ વોરિયર અગાઉ IPLમાં RCB અને KKRનો ભાગ રહી ચૂક્યો છે. IPLમાં તેના આંકડાઓની વાત કરીએ તો, તેના નામે પાંચ IPL મેચ છે, જેમાં તેણે બે વિકેટ લીધી છે. IPL 2021 માં, તેણે દિલ્હી માટે તેની છેલ્લી મેચ શારજાહમાં દિલ્હી કેપિટલ્સ સામે રમી હતી, પરંતુ તે પછી તે વર્ષ 2022 માટે IPL રમી શક્યો ન હતો. હવે તે પાછો આવી રહ્યો છે. જસપ્રિત બુમરાહની ગેરહાજરી માટે તે કેટલી હદ સુધી મેનેજ કરે છે અને આ વર્ષે તેની ટીમ કેવી રીતે ચાલે છે તે જોવાનું રહ્યું.

Most Popular

To Top