National

મહારાષ્ટ્ર એમએલસી ચૂંટણી: ભાજપનો ઝંડો ફરી લહેરાયો, પાંચેય ઉમેદવારો જીત્યા

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર (Maharastra) વિધાન પરિષદની ચૂંટણીના (Election) પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભાજપનો (BJP) ઝંડો ફરી લહેરાયો છે. ભાજપે પાંચ બેઠકો પર જીત (Win) મેળવી છે. સત્તાધારી ગઠબંધન શિવસેના અને એનસીપીના બે-બે ઉમેદવારો જીત્યા છે, જ્યારે કોંગ્રેસના એક ઉમેદવારે જીત મેળવી છે. શિવસેનાના સચિન આહિર અને આમશા પાડવીએ આ ચૂંટણીમાં જીત મેળવી છે. એનસીપી પાર્ટી તરફથી એકનાથ ખડસે અને રામરાજે નિમ્બાલકરે જીત મેળવી છે. તે જ સમયે કોંગ્રેસના ઉમેદવારમાં જગતાપ ભાઈએ જીત મેળવી છે, જ્યારે ચંદ્રકાંત હંડોર ચૂંટણી હારી ગયા છે. ભાજપના તમામ ઉમેદવારો રામ શિંદે, શ્રીકાંત ભારતીય, ઉમા ખાપરે, પ્રવીણ દરેકર અને પ્રસાદ લાડ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં જીત મેળવી છે. પરિણામ જાહેર થતાં જ વિધાન ભવનની બહાર ભાજપના કાર્યકર્તાઓએ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધુ હતું.

  • ભાજપના પાંચ ઉમેદવારો જીત્યા હતા
  • એનસીપીમાંથી એકનાથ ખડસે-રામરાજે નિમ્બાલકર જીત્યા
  • શિવસેનાના સચિન આહિર-આમશા પાડવીએ બેઠકો જીતી હતી
  • જેલમાં બંધ એનસીપી નેતાઓ નવાબ મલિક અને અનિલ દેશમુખને મત આપવાનો ઇન્કાર

મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી (MVA) સરકારના ઘટક શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસે બે-બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભાજપે પાંચ ઉમેદવારોને ટિકિટ આપી હતી. વિધાન પરિષદના નવ સભ્યોનો કાર્યકાળ 7 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. તે જ સમયે આ વર્ષની શરૂઆતમાં ભાજપના એક સભ્યના મૃત્યુને કારણે, 10 મી બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં એમએલસી ચૂંટણીમાં તમામ 10 સીટોના પરિણામ આવી ગયા છે અને રાજ્યસભા ચૂંટણી બાદ મહાવિકાસ આઘાડી સરકારને અહીં પણ ઝટકો લાગ્યો છે. એમવીએને 6માંથી 5 સીટ મળી જ્યારે ભાજપના તમામ ઉમેદવારોને જીત મળી છે. સુપ્રીમ કોર્ટે વિધાન પરિષદ ચૂંટણીમાં મત આપવા માટે જેલમાં બંધ એનસીપી નેતાઓ નવાબ મલિક અને અનિલ દેશમુખને મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. 

વિધાન પરિષદ ચૂંટણીમાં સીક્રેટ બેલેટ દ્વારા મતદાન થવાની સાથે ક્રોસ વોટિંગની આશંકા વધી ગઈ છે. રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્યોએ પોત-પોતાની પાર્ટીના સત્તાવાર પ્રતિનિધિને મતપત્ર બતાવવાનું હોય છે, પરંતુ વિધાન પરિષદની ચૂંટણીમાં તેને ગુપ્ત રાખવામાં આવ્યું, જેના કારણે ક્રોસ વોટિંગની આશંકા વધી ગઈ છે.

Most Popular

To Top