National

ઝારખંડમાં દુર્ગા પૂજામાં બલિ ચઢાવતી વખતે તિક્ષ્ણ હથિયાર ઉછળીને બાળકને વાગી જતાં મોત

રાંચી: (Ranchi) ઝારખંડના (Jharkhand) ગુમલા જિલ્લાના ઘાઘરા પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના લાલપુર ગામમાં મંગળવારે દુર્ગા પૂજા દરમિયાન એક ત્રણ વર્ષના બાળકનું અકસ્માતમાં મોત થયું હતું. ઘાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના લાલપુર ગામમાં ગામના જ મંડળમાં દુર્ગા પૂજા (Durga Puja) પર જાહેરમાં બલિ આપતી વખતે ધારદાર હથિયાર (Sharp Weapon) ત્રણ વર્ષના બાળક વિમલ ઓરાંને વાગી ગયું હતું. જેના કારણે બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. બાળકને તાત્કાલિક ઘાઘરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં તેનું મોત થયું હતું.

  • દુર્ગા પૂજા દરમિયાન એક ત્રણ વર્ષના બાળકનું અકસ્માતમાં મોત
  • દુર્ગા પૂજા પર જાહેરમાં બલિ આપતી વખતે ધારદાર હથિયાર ત્રણ વર્ષના બાળક વિમલ ઓરાંને વાગી ગયું ઼
  • બાળકને તાત્કાલિક ઘાઘરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં તેનું મોત થયું

મળતી માહિતી મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના મંડપમાં બકરાની બલીની પરંપરા ચાલી રહી હતી. આ દરમિયાન બે બકરાની બલિ ચઢાવવામાં આવી હતી. દરમ્યાન ત્રીજા બકરાની બલિદાન આપવા માટે બકરા પર તીક્ષ્ણ હથિયાર વડે વાર કરતી વખતે હથિયારની ધાર છૂટી પડી ગઈ હતી. બલિ જોવા માટે દીપક ઓરાંનો 3 વર્ષનો પુત્ર વિમલ ભીડમાં ઉભો હતો. જેને છૂટી પડેલી ધાર વાગી ગઈ હતી.

પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો
અકસ્માતની માહિતી મળતાં સ્ટેશન ઈન્ચાર્જ અમિત ચૌધરી ગામમાં ગયા અને મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો. ઘટના બાદ આખા ગામમાં શોકનો માહોલ છે. મૃતકની માતા બિરસી દેવી અને પિતા દીપક ઉરાં સહિત સમગ્ર પરિવારની હાલત ખરાબ છે. ઘટના બાદ સ્થાનિક ઘાઘરા પોલીસ સ્ટેશનની પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top