Entertainment

તેલુગુ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે જેમી લીવર, કહી આ વાત…

મુંબઇ: બોલિવૂડના (Bollywood) ફેમસ કલાકાર જોની લીવરે (Johnny Liver) પોતાની કોમેડીથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. તેમજ હવે તેમની પુત્રી જેમી લીવર (Jamie Lever) તેલુગુ ફિલ્મમાં (Telugu movie) પોતાની કારકિર્દીની શરૂવાત કરવા જઈ રહી છે. જેમી લીવર તેની વર્સેટિલિટી માટે પણ જાણીતી છે.

અભિનેત્રી કોમેડીમાં તેના પિતાને પણ માત આપે છે. અવારનવાર તેના કોમેડી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. દરમિયાન લાહમાં જ એક વાતચીત દરમિયાન જેમીએ તેલુગુ ફિલ્મથી તેની અભિનય કારકિર્દી શરૂ કરવા અંગે માહિતી આપી હતી. તેમજ પોતાની ખુશી વ્યક્ત કરતા પોતાના દાદીને યાદ કર્યા હતા. સાથે જ જેમીએ કહ્યું…

આ ફિલ્મથી દાદીને ભાવુક શ્રદ્ધાંજલિ અર્પણ કરશે
જેમી લિવરે કહ્યું, ‘હું તેલુગુ ફિલ્મથી મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છું, જેનું નામ છે ‘આ ઓક્કટ્ટી અડક્કુ’. આ ફિલ્મમાં કામ કરવું મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. આ માત્ર મારી કારકિર્દીમાં આગળ વધવા માટે નથી. પરંતુ આ ફિલ્મ મારી દાદીને પણ હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે. કારણ કે મારી માતૃભાષા તેલુગુ છે અને મારી માતૃભાષા ફક્ત મારી દાદી જ સમજે છે.

સંસ્કૃતિ સાથે જોડાવાની તક મળી રહી છે
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, ‘મને આ ફિલ્મમાં કામ કરવાની તક આપવામાં આવી હતી. આ માટે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. સિનેમા દ્વારા મને મારા મૂળ સાથે જોડવાની તક મળી તે માટે હું ધન્યતા અનુભવું છું. આ માત્ર એક ફિલ્મ નથી. પરંતુ મારી ભાષા, સંસ્કૃતિ અને પરિવાર માટે ઉત્સવ છે.

જેમી લીડ રોલમાં જોવા મળશે
ફિલ્મમાં કામ કરવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કરતા જેમીએ કહ્યું, ‘હું મારા સાઉથ ડેબ્યૂ માટે ખૂબ જ ઉત્સાહિત છું. તેલુગુ માત્ર એક ભાષા નથી તે મારી ઓળખનો એક ભાગ છે. મને આશા છે કે દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવશે અને તેઓ મને મોટા પડદા પર જોઈને આનંદ અનુભવશે. આ ફિલ્મમાં જેમી લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ ‘આ ઓક્કટ્ટી અડક્કુ’ના નિર્માતા છોટા ભીમ કાર્ટુનના નિર્માતા રાજીવ ચિલ્કા છે. આ ફિલ્મમાં જેમી સાથે તેલુગુ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો જોવા મળશે.

Most Popular

To Top