SURAT

ભાટપોર GIDCમાંથી 9.64 લાખની કિંમતના 7596 બિયર ટીન ઝડપાયા, ચાર વોન્ટેડ

સુરત: ઈચ્છાપોર પોલીસે (Ichhapor Police) ભાટપોર જીઆઈડીસી (GIDC) ન્યુ પોઈન્ટ પ્રા.લી. પાસેના ખુલ્લા પ્લોટમાં (Plot) પાર્ક (Park) આઈસર ટેમ્પો સહિત બે ફોર વ્હીલ (Car) ગાડીઓમાંથી 9,64,320ની કિંમતની ઈંગ્લીસ દારૂની (English Liquor) 7596 નંગ બીયર ટીન (Beer Tins) ઝડપી પાડી હતી. એટલું જ નહીં પણ પોલીસે 38,64,320 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી 3-4 વ્યાક્તીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ઇચ્છાપોર પોલીસે જણાવ્યું હતું કે ઓપરેશન બાતમીનાં આધારે પાર પાડવામાં આવ્યું હતું. રેડ કર્યા બાદ મોટી સંખ્યામાં ઈંગ્લીસ દારૂ પકડાયો હતો. બાતમી સર્વેલેન્સને બાતમી મળી હતી કે ભાટપોર જીઆઈડીસી ન્યુ પોઈન્ટ પ્રા.લી. પાસે ખુલ્લા પ્લોટમાં આઈસર ટેમ્પો નંબર MH 43 CE 3567માં ગેરકાયદેસર ઈંગ્લીસ દારૂ ભરેલો છે. તેમજ બીજો દારૂનો જથ્થો ફોર વ્હીલર નંબર GJ 05BX 1099, GJ 05 AZ 5236 માં લવાયો છે. તમામ માહિતી મળ્યા બાદ તપાસ કરતા 7596 નંગ બીયર ટીન મળી આવ્યા હતા. જેની અંદાજીત કિંમત 9,64,320 છે. આ ટીન સહિત વાહનો મળી કુલ 38,64,320 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

વધુમાં જાણવા મળ્યું હતું કે આ ઓપરેશનમાં પી આઈ ગોહિલ, સબ ઇન્સ્પેક્ટર જાડેજા, ડી સ્ટાફનાં ભુપત ઓઢા ભાઈ, જોરસીંગ દિલીપભાઈ, પંકજ મોહનભાઇ, ચોથા ભાઈ મંગા ભાઈએ કાર્યવાહી કરી હતી.

આ સાથે જ સમગ્ર મામલે માસમાના રહેવાસી આરોપી ઉદય નાથુ તેમજ બીજા બે ટેમ્પાનાં ચાલક મળી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતાં. તેમજ ઈંગ્લીસ દારૂનો જથ્થો પૂરો પાડનારને પણ વોન્ટેડ જાહેર કરાયો હતો.

Most Popular

To Top