SURAT

સરથાણામા પતંગના દોરાથી રાજ્ય પક્ષી ફ્લેમિંગોની પાંસળીઓ તૂટી, રેસ્ક્યુ કરાયું

સુરત: ઉત્તરાયણની (Kite Flying Day) મજા મૂક પક્ષીઓ (Birds) માટે સજા બની જતી હોય છે. સુરતના (Surat) સરથાણા વિસ્તારમાં આવી જ એક ઘટના બની છે. અહીં પતંગના (Kite) દોરાથી (Threat) રાજ્ય પક્ષી ફ્લેમિંગોનો (Flamingo) જીવ જોખમમાં મુકાયો હતો.

  • લાઈફ ફોર વાઇલ્ડ સંસ્થા દ્વારા ઘાયલ અવસ્થા માં પડેલ પિન્ક ફ્લેમિંગો નું રેસ્ક્યુ કરાયું
  • પ્રેમાળ જીવદયા સંસ્થાના શેલ્ટર હોમ ખાતે સારવાર હેતુ મૂકવામાં આવ્યું
  • નવા રિંગરોડ હાઇવે સ્થિત આવેલ કંટ્રક્શન સાઇટ પરથી ફ્લેમિંગો મળ્યું
  • પતંગના દોરાના કારણે આકાશમાંથી નીચે પડેલ હોવાનું અનુમાન
  • ઉંચાઇથી નીચે પડતા ઘાયલ ફ્લેમિંગોની પાંખ અને પાસળીઓ તુટી
  • ઘાયલ ફ્લેમિંગોએ પતંગના દોરાના કારણે પાંખ ગુમાવવી પડી

પ્રાપ્ત વિગતો મુજબ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં પતંગના દોરાના લીધે ગુજરાતના રાજ્યપક્ષી તરીકે ઓળખાતા સુરખાબે અને ફ્લેમિંગો નામે જાણીતા પક્ષીએ પાંખ ગુમાવવી પડી છે.

વધુમાં જાણવા મળતી વિગત અનુસાર પતંગના દોરામાં ફસાઈ જવાના લીધે ફ્લેમિંગોની પાંખ કપાઇ ગઇ હતી. લોહી લુહાણ હાલતમાં ફ્લેમિંગો નીચે જમીન પર પડ્યું હતું. જેના લીધે ફ્લેમિંગોની પાંસળીઓ તૂટી હતી. પક્ષી પ્રેમીઓની નજર પડતાં જ તેઓએ જીવદયા સંસ્થાને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ લાઈફ ફોર વાઇલ્ડ સંસ્થાના ચિરાગ સાળી દ્વારા ફ્લેમિંગોનું વરાછા સરથાણા જકાતનાકા સ્થિત આવેલ રિંગરોડ પાસે એક કંટ્રક્શન સાઇટ પાસેથી રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. કોલરનો કોલ મળતા ઘટના સ્થળે પહોંચતા ફ્લેમિંગો ઘાયલ અવસ્થામાં પડ્યું હતું. જેને ચિરાગ સાળી અને હર્ષલ ઠાકોર દ્વારા રેસ્ક્યુ કરી પ્રેમાળ જીવદયા સંસ્થાના શેલ્ટર હોમ ખાતે સારવાર હેતુ મૂકવામાં આવ્યું છે.

Most Popular

To Top