Gujarat

નડિયાદમાં ચાર યુવકોનું મોત થયું તે અકસ્માત નહીં પણ મર્ડર હતું, ચોંકાવનારો ખુલાસો

નડિયાદ: ગત ૧૪મી માર્ચનાં દિવસે રાત્રીના સમયે નડિયાદ(nadiyad) નજીક અકસ્માત(accidant)માં મૃત્યુ પામેલા અમદાવાદ(Ahmadabad)ના ૪ યુવકોની હત્યા (murder) કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૪ માર્ચની રાતે નેશનલ હાઇવે નંબર ૮ પર માતરના સોખડા ગામની સીમમાં આવેલી એક હોટલના પાર્કિંગમાં ઉભેલી એક ટ્રક પાછળ બાઇક ઘૂસી જવાની ઘટનામાં ચાર યુવકોના મૃત્યુ નીપજયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બાઈક ચાલકોની સાથે અન્ય એક ગાડીમાં ૩ શખસો સવાર હતા. જેમણે યુવકોના બાઈકને ઇરાદાપૂર્વક ટક્કર મારતાં ચારેય યુવકો કન્ટેનર પાછળ ઘૂસી જતાં મોતને ભેટ્યા હતા. હાલ પોલીસે સ્કોર્પિયોમાં સવાર ત્રણેયને ઝડપી કોર્ટમાં રજૂ કર્યા હતા, જયાં તેમના ૨૨ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું

ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે રાતે વડોદરા – અમદાવાદ નેશનલ હાઈવે નં. ૪૮ માતરના સોખડા ગામની સીમમાં હોટલની સામે સ્કોર્પિયો કારે બાઈકને ટક્કર મારતા તે કન્ટેનર પાછળ ઘુસી ગઈ હતી. જેમાં બાઈક સવાર જીતેશભાઇ રમેશભાઇ નૌગીયા, હરીશભાઇ દિનેશભાઇ રાણા, નરેશભાઇ વિજયભાઇ વણઝારા, સુંદરમભાઇ ઉર્ફે છોટુ સુભાષભાઇ યાદવને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા.

સીસીટીવી ફૂટેજમાં થયો ખુલાસો
મોટી દુર્ઘટના સર્જાતા માતર પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવની ગંભીરતાને જોતા ખેડા એલસીબી પણ પોલીસ તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન પોલીસને તે અકસ્માત ન હોવાની શંકા જતાં તપાસ તેજ કરી અને ઘટનાસ્થળના આસપાસના સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા તેમજ ટોલટેક્સ પર પુછપરછ કરતા પોલીસને માહિતી મળી કે એક કાળા કલરની સ્કોર્પિયો કાર યુવકોની બાઈકનો પીછો કરી રહી હતી.

સ્કોર્પિયો કાર કબજે, ૩ની ધરપકડ
તપાસમાં પોલીસને એવું પણ જાણવા મળ્યું કે, અમદાવાદના ચારેય યુવાનો ડરીને પોતાનો જીવ બચાવવા એક બાઇક ઉપર નડિયાદથી અમદાવાદ તરફ જતા હતા. દરમિયાન સ્કોર્પિઓના ડ્રાઈવરે સ્પીડ વધારીને ચક્કર મારતા બાઈક હોટેલના કંપાઉન્ડમાં પાર્ક કરેલા કન્ટેઇનર સાથે અથડાતા ચારેયના ઘંટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જેથી પોલીસ અને એલસીબીએ તપાસ હાથ ધરીને કાળા ક્લરની સ્કોર્પિયો કારને શોધી કાઢી હતી અને આ ગંભીર કુત્યમાં સંડોવાયેલા સ્કોપના ચાલકે રવિ ગોપાલ તળપદા, ધર્મેશ ઉર્ફે કાળુ તળપદા અને વિજય ઉર્ફે દીપો અરવિંદ તળપદાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કર્યા હતા.

એ રાત્રે શું બન્યું હતું
ગત અઠવાડિયે વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે નં. ૪૮ માતરના સોખડા ગામની સીમમાં વેસ્ટર્ન હોટલની સામે બજાજ ડિસ્કવર મોટરસાયકલ સાયકલને પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી વેસ્ટર્ન હોટેલમાં પાર્ક કરેલ કન્ટેનર પાછળ ઘુસી જતા બાઈક સવાર જીતેશભાઇ રમેશભાઇ નૌગીયા, હરીશભાઇ દિનેશભાઇ રાણા, નરેશભાઇ વિજયભાઇ વણઝારા, સુંદરમભાઇ ઉર્ફે છોટુ સુભાષભાઇ યાદવ (તમામ રહે અમદાવાદ)ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમના સ્થળ પર મૃત્યુ નીપજયા હતા. માતર પોલીસે આ અંગે ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૦૪ મુજબ ગુનો દાખલ તપાસ હાથ ધરી હતી.

પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતનો ગુનો નોંધાયો હતો – DYSP
આ ઘટના સંદર્ભે નડિયાદ ડિવિઝનના DYSPવી.આર. બાજપાઈએ જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતનો ગુનો નોંધાયો હતો. પરંતુ કોઈ વાહનું આ મોટરસાયકલનો પીછો કરતો હોવાની વાત ધ્યાને આવતાં આ દિશામાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન નડિયાદ મીલ રોડ, સરદાર ભવન, ડભાણ ચોકડી અને આણે રેધવાણજ ટોલ ટેક તરફના સીસીટીવી ચેક કરતા ઉપરોક્ત અકસ્માતગ્રસ્ત મોટરસાયકલની પાછળ એ કે કાળા કલરની સ્કોર્પીયો કાર નંબર (GJ 01 RS 9847) પુરપાટ ઝડપે પીછો કરતી હોવાનું જણાઈ આવ્યું હતું.

અકસ્માતના સ્થળ ઉપરથી ઘાતક હથિયારો મળી આવ્યા
એફ.એસ.એલ તથા મોબાઈલ યુનિટ દ્વારા જે તે સમયે સ્થળ તપાસણી કરવામાં આવી હતી, આ ઉપરાંત જીતેશ રમેશભાઇ નૌગીયા અને નરેશ વણઝારાની અગાઉ એસ.ઓ.જી પોલીસ દ્વારા જાહેરનામા ભંગના ગુના અન્વયે ધરપકડ કરવામાં આવી હતી. જેમને મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ બંન્ને લોકો હોટલમાં ડુપ્લીકેટ આધાર કાર્ડ સાથે રહેતા હતા અને તેમની પાસેથી ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા. અકસ્માતના સ્થળ ઉપરથી પણ ઘાતક હથિયારો મળી આવ્યા હતા. વધુમાં આ બનાવમાં અન્ય ઈસમો પણ સંકળાયેલા હોવાની શકચંતા રહેલી હોવાથી પોલીસે આ દિશામાં પણ તપાસ આદરી છે.

Most Popular

To Top