Top News

કોરોનાના કારણે દુનિયામાં 24 કલાકમાં 4810 મોત

કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર દુનિયામાં કોરોના પોઝિટિવના નવા 77,200 કેસ નોંધાયા છે. જ્યારે દુનિયામાં કુલ કેસની સંખ્યા 12,10.956 પર પહોંચી ગઇ છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કુલ 4810 લોકોના મોત થયા છે જ્યારે કુલ મોતનો આંક67,594 છે.બ્રિટનમાં કોરોનાવાયરસના કારણે 5000 કરતાં વધુ પોઝિટિવ લોકોના મોત થયા હોવાનું સત્તાવાર આંકડામાં જણાવાયું હતું, જેમાં આજનો મરણાંક 439 રહ્યો હતો. 5 એપ્રિલના સાંજના 5 વાગ્યે કોરોનાવાયરસનો પોઝિટિવ ટેસ્ટ હેઠળના કુલ 5,373 લોકોના મોત થયા છે એવું આરોગ્ય મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું. ફ્રાન્સમાં કોરોનાવાયરસ રોગચાળો ફાટી નીકળ્યા પછી સોમવારે હોસ્પિટલ અને નર્સિંગ હોમમાં કોવિડ-19ની સારવાર લઇ રહેલા 833 લોકોના મોત થવા સાથે એક દિવસમાં સર્વાધિક મોતનો આ વિક્રમ નોંધાયો હતો. આરોગ્ય મંત્રી ઓલિવીએર વેરને પત્રકારોને જણાવ્યું હતું કે આપણે આ રોગચાળાના અંત સુધી નથી પહોંચ્યા એવું કહીને તેમણે ઉમેર્યું હતું કે આ સાથે જ ફ્રાન્સમાં કુલ મરણાંક 8911 પર પહોંચ્યો છે. સ્પેને આજે જાહેર કર્યું હતું કે સતત ચોથા દિવસે કોરોનાવાયરસને લગતા મૃત્યુઓના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૭નાં મોત થયા છે જે લગભગ બે સ૫તાહમાં સૌથી નીચો આંકડો છે. ગુરુવારે નોંધાયેલા ૯પ૦ના મોત કરતા આ જાનહાની ઘણી જ નીચી છે. ચેપના આંકડાઓ પણ નીચા ગયા છે જેમાં માત્ર ૩.૩ ટકાનો વધારો નોંધાયો છે જે ૨૧ માર્ચે ૨૪.૮નો આંકડો હતો. સ્પેનમાં ચેપના કુલ કેસો ૧૩૫૦૩૨ થયા છે જ્યારે મૃત્યુઆંક ૧૩૦પપ કરતા પણ વધારે છે જે વિશ્વમાં સૌથી ઉંચો આંકડો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top