National

વિશાલ દદલાનીએ કેજરીવાલ પર કર્યો કટાક્ષ, કહ્યું: શાસનમાં ધર્મને ન હોવું જોઈએ સ્થાન

મુંબઈ: લાંબા સમયથી બોલિવૂડનો(bollywood) એક કે બીજી રીતે બહિષ્કાર(boycott) કરવાનીમાંગ સોશ્યિલ મીડિયા(social media) પર ઉઠે છે, જેથી હવે બોલિવૂડના એક સમયે પ્રખર વક્તા ગણાતા કલાકારો(celebrities) પણ મોટે ભાગના મુદ્દાઓ પર મૌન સેવે છે. પરંતુ આ ટોળાથી વિરુદ્ધ AAPના સમર્થક(supporter) ગણાતા સંગીતકાર (music composer) વિશાલ દદલાનીએ (Vishal Dadlani) ટ્વિટ(twit) કરીને દિલ્હીના મુખ્યમંત્રી(CM Delhi) અરવિંદ કેજરીવાલ (Arvind Kejariwal) પર કટાક્ષ કર્યો છે અને પોતાના ટ્વિટના માધ્યમથી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું(targeted) છે. વિશાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને અરવિંદની ટીકા કરી છે.

ધર્મના કોઈપણ ભાગને સરકારના કોઈપણ પાસામાં લાવનાર કોઈપણ વ્યક્તિ સાથે મારે કોઈ લેવાદેવા નથી
બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણ રૂપિયા પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર લગાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે આમ કરવાથી ભારતની અર્થવ્યવસ્થા સુધરશે. તે જ સમયે, વિશાલ દદલાનીએ કોઈનું નામ લીધા વિના અરવિંદ કેજરીવાલની માંગની નિંદા કરી છે. સંગીતકારે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ભારતનું બંધારણ કહે છે કે આપણે ધર્મનિરપેક્ષ સમાજવાદી પ્રજાસત્તાક છીએ. તેથી શાસનમાં ધર્મને કોઈ સ્થાન ન હોવું જોઈએ. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ધર્મના કોઈપણ ભાગને સરકારના કોઈપણ પાસામાં લાવનાર કોઈપણ વ્યક્તિ સાથે મારે કોઈ લેવાદેવા નથી. જય હિંદ.’ જોકે વિશાલ દદલાનીએ પોતાના ટ્વીટમાં કોઈનું નામ લીધું નથી. પરંતુ તેનું ટ્વીટ વાંચીને યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે તેણે આ ટ્વીટ અરવિંદ કેજરીવાલ માટે કર્યું છે. કારણ કે તેણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન જાહેર કર્યાના કલાકોમાં જ આ પોસ્ટ કરી હતી.

અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકારને કરી હતી અપીલ
બુધવારે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકારને મહત્વપૂર્ણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે બધા ઇચ્છીએ છીએ કે ભારત વિકસિત દેશની સાથે સમૃદ્ધ દેશ બને. અમે ઈચ્છીએ છીએ કે દરેક પરિવાર સમૃદ્ધ પરિવાર બને. આ માટે ઘણાં પગલાં ભરવાની જરૂર છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું, પીએમને અપીલ કરું છું કે આપણા ચલણ પર ગાંધીજીની તસવીરની સાથે લક્ષ્મી-ગણેશજીની તસવીર પણ હોવી જોઈએ.

કેજરીવાલે ઈન્ડોનેશિયાનું ઉદાહરણ આપ્યું
તેમણે વધુમાં કહ્યું કે આમ કરવાથી આખા દેશને તેમના આશીર્વાદ મળશે. લક્ષ્મીજીને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે અને ગણેશજી તમામ અવરોધો દૂર કરે છે, તેથી આ બંનેનું ચિત્ર નોટ પર લગાવવું જોઈએ. એટલું જ નહીં અરવિંદ કેજરીવાલે ઈન્ડોનેશિયાનું ઉદાહરણ આપતા કહ્યું કે, તે મુસ્લિમ દેશ છે. અહીં 85 ટકાથી વધુ મુસ્લિમો છે અને હિંદુઓની સંખ્યા માત્ર 2 ટકા છે. આ હોવા છતાં, તેમણે તેમની નોટ પર ગણેશજીનો ફોટો છાપ્યો છે, તેથી મને લાગે છે કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે.

Most Popular

To Top