Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતની આ બેઠક માટે સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ડાંગ:  સુરત (Surat) જિલ્લા ની વિધાનસભા  બેઠક માટે આજે સુરત જિલ્લા ભાજપ (BJP) કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી . ૩ નિરીક્ષકો ની પેનલ એ સુરત તાપી (Tapi) જિલ્લા ના કાર્યકર્તાઓ ને સાંભળ્યા હતા .

રાજ્ય માં વિધાનસભા  ચૂંટણી માટે વિવિધ બેઠકો ઉપર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે . ત્યારે આજ થી બે દિવસ માટે સુરત જિલ્લા 6 બેઠકો  ઉપર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પેકી આજે બારડોલી , કામરેજ અને મહુવા બેઠક પર સેમ્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયામાં રાજ્ય સરકાર ના મંત્રી જગદીશ પંચાલ, પ્રદેશના સહ પ્રવક્તા ભરત ડાંગર અને સાંસદ ગીતા રાઠવા હાજર રહ્યા હતા. અને ત્રણ નિરીક્ષકો ની પેનલ દ્વારા ઈચ્છુક દાવેદારો અને કાર્યકર્તાઓ ને સાંભળવામાં આવ્યા હતા. 

બારડોલી ધુલિયા ચોકડી સ્થિત સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયા શરૂ કરાઈ હતી. બારડોલી બેઠક પર છેલ્લા બે ટર્મ થી પૂર્વકેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર ધારાસભ્ય છે. અને ત્રીજી ટર્મ માટે ફરી રિપીટ કરાય તેવી આશા છે. જ્યારે તેમની સાથે એસ સી મોરચા આગેવાન અને એડવોકેટ અશોક રાઠોડ , જિલ્લા પંચાયત ના માજી આરોગ્ય ચેરમેન કિશોર પાનવાળાએ દાવેદારી કરી છે. જ્યારે મહુવા બેઠક આદિવાસી વિસ્તારમાં આવે છે. જ્યાં છેલ્લા બે ટર્મ થી મોહન ધોડિયા ચૂંટાઈ રહ્યા છે. જોકે જીત ની લીડ 4 થી 5 હજાર જ રહી છે. જેથી આ બેઠક પર ઉમેદવાર બદલવા ની આશા સેવાય રહી છે. જ્યાં મોહન ધોડિયા સાથે ધોડિયા સમાજ ના આગેવાન તેમજ સહકારી આગેવાન તુષાર પટેલ , વિપુલ પટેલ તેમજ તાપી જિલ્લા ના બુહારી ના યુવા કાર્યકર્તા અમિત પટેલ પણ દાવેદાર મનાઈ રહ્યા છે. કાર્યકરો અને સંગઠન નો માટે લીધા બાદ ત્રણેય નિરીક્ષકો પ્રદેશ ને વિસ્તૃત એહવાલ રજુ કરનાર છે . અને બાદ માજી ઉમેદવારો અંગે અંતિમ મહોર લાગી શકે છે.

Most Popular

To Top