SURAT

સુરતમાં મેટ્રો અંડરગ્રાઉન્ડ રૂટ માટે વેન્ટીલેશન સ્ટડીનો કોન્ટ્રાક્ટ આ કંપનીને સોપાયો

SURAT : સુરત મેટ્રોની કામગીરી હવે ધીમે ધીમે ગતિ પકડી રહી છે. સુરત મેટ્રોના પ્રથમ ફેઈઝ કે જે સરથાણા-ડ્રીમ સિટી છે. જેમાં 6 સ્ટેશન સાથે 7.02 કિ.મી.માં અંડરગારઉન્ડ રૂટ રહેશે. જેથી અંડરગારઉન્ડ રૂટ માં ટનલ વેન્ટીલેશન સીસ્ટમ અને ભુગર્ભના સમગ્ર અભ્યાસ માટેનો કોન્ટ્રાક્ટ રીના કોન્ટ્રાક્ટને સોંપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લખનીય છે કે આ અંડરગ્રાઉન્ડ રૂટ ( underground root) માં છ સ્ટેશનોનો સમાવેશ થાય છે. હવે આ એજન્સી ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ ( project report) માં અપાયેલી ડીઝાઇનની રૂપરેખા મુજબ પોતાનું કન્સલટન્સીનું કામ હાથ પર લશે. તેથી પ્રોજેક્ટના કામમાં ઝડપ આવશે.

ગુજરાત મેટ્રો રેલ ( metro rail) કોર્પોરેશન(જીએમઆરસી) દ્વારા મેટ્રોના અંડરગ્રાઉન્ડ રૂટના વેન્ટીલેશન ડિઝાઈન સીસ્ટમની ડિઝાઈન કન્સલટન્સી માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. જેમાં ટેન્ડર ભરવાની સમય મર્યાદા 28 અઠવાડિયાની રાખવામાં આવી હતી અને આ સમગ્ર કામગીરીનો અંદાજ 2.40 કરોડ રાખવામાં આવ્યો હતો. જેમાં રીના કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સુરત મેટ્રોના ફેઝ 1 માં રીના કોન્ટ્રાક્ટરની આ બીજી જીત છે. ડિસેમ્બર 2020 માં, રીના-રિટ્સને 12 મહિનામાં મેટ્રો ફેઝ-1 ના તમામ 38 સ્ટેશનોમાં મલ્ટિ-મોડલ ઇન્ટિગ્રેશન સુવિધાઓ ડિઝાઇન કરવા બદલ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે. જે રૂા. 3.62 કરોડના ખર્ચે આ કામગીરી કરશે.

  • ટનલ વેન્ટીલેશન સીસ્ટમની ડિઝાઈન કન્સલટન્સીમાં શુ કામગીરી થશે?
    સુરત મેટ્રોમાં કુલ 6 સ્ટેશનો અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવશે. અંડરગ્રાઉન્ડ રૂટ માટે ટનલ બનાવવામાં આવે છે. જેથી ટીવીએસ(ટનલ વેન્ટીલેશન સીસ્ટમ) ના ડિઝાઈન કન્સલન્ટસી માટે આ કંપની દ્વારા આ રૂટ માટે સર્વે કરવામાં આવશે. જેઓ સમગ્ર અંડરગ્રાઉન્ડ રૂટનો સર્વે કરશે. જેમાં એન્જિનીયરીંગ સ્ટડી પણ કરાશે અને કયા કયા પોઈન્ટ પર વેન્ટીલેશન આપવું. તે માઈક્રો ડિઝાઈનીંગનું કામ કરવામાં આવશે. સુરત મેટ્રોના ડી.પી.આરમાં અંડરગ્રાઉન્ડ રૂટ માટે ડિઝાઈન બનાવાઈ છે. પરંતુ ટનલ વેન્ટીલેશન સીસ્ટમની ડિટેઈલ ડિઝાઈનીંગ માટે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
  • સુરત મેટ્રોમાં કયા કયા સ્ટેશન અંડરગ્રાઉન્ડ બનશે
  • લાભેશ્વર ચોક
  • સેન્ટ્રલ વેરહાઉસ
  • સુરત રેલવે સ્ટેશન
  • મસ્કતિ હોસ્પટિલ
  • ચોકબજાર
  • ગાંધીબાગ

Most Popular

To Top