Sports

ODIમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ ભારતના નામે: શ્રીલંકાને 317 રનના વિશાળ માર્જિન આપ્યો પરાજય

તિરુવનંતપુરમ: તિરુવનંતપુરમના (Thiruvananthapuram) ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે યોજાયેલી ત્રીજી ODIમાં ભારતે (India) શ્રીલંકાને (Sri Lanka) 317 રનના વિશાળ સ્કોરથી પરાજય આપ્યો છે. અને આ સાથે જ વનડે ઈતિહાસમાં આટલા મોટા રનના માર્જિન સાથે સૌથી મોટી જીત નોંધવી દીધી છે. આ પહેલા આ રેકોર્ડ (Record) ન્યુઝીલેન્ડના નામે હતો. તેઓએ 2008માં આયર્લેન્ડને 290 રનથી હરાવવાનો રહ્યો હતો. ભારતીય ટીમનો અગાઉનો રેકોર્ડ 257 રનની જીતનો હતો જે તેણે 2007માં બર્મુડા સામે હાંસલ કર્યો હતો. શાનદાર સદી ફટકારનાર વિરાટ કોહલીને (Virat Kohli) પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં તેણે ત્રણ મેચમાં બે સદીની મદદથી 283 રન બનાવ્યા હતા. આ માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.

આ સાથે જ ભારતે ચોથી વખત શ્રીલંકાને ક્લીન સ્વીપ આપી
ત્રીજી વનડેનો મુકાબલો પણ ભારતે પણ શ્રીલંકા વીરૂયુદ્ધ જીત્યો છે. ભારતે લંકાને 3-0થી ક્લીન સ્વીપ આપી છે. ભારતે પ્રથમ વનડે 67 રનથી અને બીજી વનડે ચાર વિકેટે જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ચોથી વખત શ્રીલંકાને વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે. અગાઉ 1982/83માં ભારતીય ટીમે શ્રીલંકાને ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ 2014/15માં શ્રીલંકાના ભારતના પ્રવાસ પર પાંચ મેચની વનડે શ્રેણીમાં 5-0થી જીત મેળવી હતી. ત્યારબાદ વર્ષ 2017 માં પણ ભારતે પાંચ મેચની વનડે શ્રેણી 5-0થી જીતી હતી.

શુભમન-રોહિતે શાનદાર શરૂઆત અપાવી હતી
રવિવરની ત્રીજી વનડેના મુકાબલામાં ભારતે ટોસ જીતીને પ્રાથમ બેટીંગનો નિર્ણય લીધો હતો અને ત્યાર બાદ ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી આપી હતી. ટોપ ઓડર્ર માં આજે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 92 બોલમાં 95 રન જોડ્યા હતા. રોહિત તેની અડધી સદી ચૂકી ગયો. તે 49 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની ઇનિંગમાં કેપ્ટને બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ પછી શુભમને કોહલી સાથે મળીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. બંનેએ બીજી વિકેટ માટે 110 બોલમાં 131 રનની ભાગીદારી નોંધાવી હતી.

શુભમને વનડે કારકિર્દીની બીજી સદી ફટકારી હતી
શુભમન ગિલે શાનદાર ઇનિંગ રમીને 89 બોલમાં પોતાની ODI કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. ભારતમાં આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી હતી. આ પહેલા શુભમને ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હતી. શુભમન-કોહલીની ટકી ગયેલી ભાગીદારી કસુન રાજિતાએ તોડી હતી. તેણે શુભમનને ક્લીન બોલ્ડ કર્યો હતો. યુવા ઓપનરે 97 બોલમાં 116 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં શુભમને 14 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

Most Popular

To Top